વડોદરામાં એક એક કરીને ૭ લોકો ઉતર્યા આ મોતના કુવામાં, પાછા એક પણ ન આવ્યા

0
1250

એવું કહેવાય છે કે આ નવું ભારત છે. આ તે ભારત છે જે દુનિયા સાથે ખંભેથી ખંભો મિલાવીને અવકાશમાં શેર કરી રહ્યા છે. તે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ નવું ભારત છે, તો કોના માટે છે? દેશના નાના ગામમાં ફાનસના પ્રકાશમાં બેસીને ભણતા બાળકો માટે પણ એટલું જ નવું ભારત છે, જેટલું દિલ્હીના કર્નોટ પ્લેસ વાળા માટે.

શું સ્પેસ સેન્ટરની તૈયારી કરીને અવકાશયાત્રી જેટલું જ નવું ભારત આ મજુરનું પણ છે? જે હજુ પણ માત્ર પેટ ભરવા માટે ગટરના ખાળકુવામાં ઉતરીને દર મહીને વારંવાર અનેક રીતે મરી રહ્યા છે. તેના વિષે જરા ગંભીરતાથી વિચારવું જોઈએ. એક તરફ નવા ગ્રહની શોધમાં નીકળેલું ભારતનું રોકેટ, તો બીજી તરફ આ દેશના કોઈ ખાળકુવામાં સાત લોકોની તરતી લાશો. તેઓ નવા ભારતના જુના ખાળકુવાની સફાઈ કરવા માટે ઉતર્યા હતા અને પાછા નહિ આવ્યા.

શું છે ઘટના?

ઘટના નવી નથી. તમે ઘણી વખત આવી ઘટના વિષે સાંભળી ચુક્યા છો. તમે એટલી વખત સાંભળી ચુક્યા હશો કે, હવે ધ્યાન આપવાનું જ છોડી દીધું હશે. પરંતુ તમારા ધ્યાન ન આપવાથી ખાળકુવામાં થયેલા મૃત્યુ ઉપર કોઈ ફરક નહિ પડે.

ગુજરાતના વડોદરામાં એક હોટલમાં સેપ્ટિક રેન્ક છે, તેની અંદર સાત લોકોના મૃત્યુ થઇ ગયા છે. તેમાં સફાઈ કર્મચારીઓ સાથે સાથે હોટલના કર્મચારી પણ જોડાયેલા હતા. તે બધાના ટેંકમાં જીવ ગૂંગળાવાથી મૃત્યુ થઇ ગયા. હોટલના માલિક વિરુદ્ધ બેદરકારીને કારણે મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

ઘટના ડભોઇ તાલુકાનાં ફાતીફુઈ ગામની છે. અહિયાં દર્શન હોટલમાં સફાઈ કર્મચારી મહેશ પતનવડીયા, અશોક હરીજન બ્રિજેશ હરીજન અને મહેશ હરીજન સેપ્ટિક ટેંકની સફાઈ કરવા માટે ગયા હતા. હોટલમાં કામ કરવા વાળા વિજય ચોધરી, સહદેવ વસાવા અને અજય વસાવા તેની મદદ કરી રહ્યા હતા.

એક એક કરીને ઉતર્યા તે મોતના કુવામાં :

પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે, સૌથી પહેલા મહેશ પતનવડીયા ટાંકીમાં ઉતર્યા હતા. ઘણી વાર સુધી તે પાછો ન આવ્યો અને તેણે કોઈ જવાબ પણ ન આપ્યો તો પહેલા અશોક, પછી બ્રિજેશ અને મહેશ હરીજન અંદર ગયા. જયારે એ ચારેય બહાર ન આવ્યા તો વિજય, સહદેવ અને અજય તેની મદદ માટે અંદર ગયા. પરંતુ તે પણ બેભાન થઈને અંદર પડી ગયા. જયારે સાતેય લોકો બહાર ન આવ્યા, તો ડભોઇ નગર પાલિકા અને સ્થાનિક પોલીસને એની જાણ કરવામાં આવી.

નગર પાલિકા પાસે જરૂરી સાધનો ન હોવાને કારણે વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાંથી મદદ માંગવામાં આવી. ફાયર બ્રિગેડ ઓફિસર નિકુંજે જણાવ્યું કે, ખાળકુવાની અંદર ગેસનું પ્રેસર ઘણું વધુ હતું, જેને કારણે સાતેય જણા મૃત્યુ પામ્યા.

મૃત્યુનો દરિયો છે, અને ડૂબવા જવાનું છે :

ખાળકુવાની સફાઈને લઈને નિયમ છે. એ વાત ઉપર પ્રતિબંધ છે કે, ખાળકુવાની સફાઈ માટે અંદર માણસને ઉતારવામાં આવે. પરંતુ નિયમ છે નિયમનું શું. નિયમ તો હેલ્મેટ પહેરીને વાહન ન ચલાવવાના પણ છે. પરંતુ લોકો ચલણ ભરવાની બીકના લીધે જ પહેરે છે.

ખાળકુવાની સફાઈ આજે પણ મોટા પ્રમાણમાં ચાલુ છે. માણસ ખાળકુવાની સફાઈ કરવા ઉતરે છે અને જીવ ગૂંગળાવાથી મરી જાય છે. છેલ્લા બે વર્ષમાં ૪૦૦થી વધુ સફાઈ કર્મચારીઓ ખાળકુવામાં મરી ગયા છે.

ઈલાજ છે, પરંતુ માણસના જીવનથી મોંઘો છે?

એવું નથી કે દુનિયાના બધા વેજ્ઞાનિક ચાંદ ઉપર પ્લોટ તૈયાર કરવાની શોધમાં જ વ્યસ્ત છે. માણસને જીવતા રાખવા માટે પણ શોધ થઇ રહી છે. એવી જ એક શોધ કેરલના થોડા વિદ્યાર્થીઓએ કરી છે. એ છે ખાળકુવો સાફ કરવા વાળા રોબટ. ફેબ્રુઆરી ૨૦૧૮માં તેનો ટેસ્ટ પણ કરવામાં આવી ચુક્યો છે. વાત નક્કી પણ છે. ઘણી સંસ્થાઓ અને સરકારે ઓર્ડર પણ કરી દીધો છે.

પરંતુ પ્રશ્ન એ છે કે, ગુજરાતમાં આ જે સાત માણસ મરી ગયા છે તે એક સામાન્ય હોટલનો ખાળકુવો સાફ કરવામાં મર્યા છે. નફો કમાવા વાળી હોટલે કેમ સદિયોં જૂની પદ્ધતિથી હજુ પણ સફાઈ ચાલુ રાખી હતી. શું સફાઈ કરવા વાળા રોબોટ આના જેવી હોટલો અને સંસ્થાઓએ નહિ ખરીદવા જોઈએ, જેથી માણસ ખાળકુવામાં ન મરે. પ્રશ્ન ઘણા છે, પરંતુ જવાબ એટલો સ્પષ્ટ નથી, નવા ભારતમાં એ પણ સ્પષ્ટ થવું જોઈએ કે, હવે કોઈ બીજા ખાળકુવા કે ગટરમાં ડૂબીને ન મરે.

ત્યારે ભારતનું અવકાશમાં જવું સફળ થશે. નહિ તો જયારે ખાળકુવામાં જ ડૂબીને મરવું છે તો મંગળ ઉપર કેમ, આ આપણી પૃથ્વી ઉપર ન મરીએ?

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.