ક્યારેક ગલીએ ગલીએ જઈને સાડી વેચતા હતા આ વ્યક્તિ, આજે છે કરોડોની પ્રોપર્ટીના માલિક.

0
162

રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલ આ વ્યક્તિએ એક સમયે ગલીએ ગલીએ જઈને સાડી વેચવી પડતી હતી, પછી આ રીતે મેળવી સફળતા. આજથી લગભગ 4 દશક પહેલા સાયકલ ઉપર સાડીઓની ગાંસડી બાંધીને ગલી ગલી ફરવાવાળા બીરેન બસાક આજે 50 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. બીરેન કુમાર બસાકને તમે ભાગ્યે જ જાણતા હશો. બીરેનનું નામ એક અનોખા રેકોર્ડમાં નોંધાયેલું છે. આમ તો તેમણે 6 ગજની સાડીમાં રામાયણના સાતેય કાંડ ઉતારી દીધા હતા. તેના કારણે જ તે દેશ આખામાં એક ખ્યાતી મેળવનાર વ્યક્તિ છે.

ગરીબીમાં ઉછરેલા બીરેનના દ્રઢ નિશ્ચય અને જુસ્સાએ તેમને સફળતાના શિખર સુધી પહોંચાડી દીધા. સખત મહેનત અને અથાગ પરિશ્રમને કારણે આજે બીરેન પાસે 50 કરોડ રૂપિયાની કંપની છે. અને આજે અમે તમને તેમની સફળતાની પાછળના રહસ્ય વિષે જણાવવાના છીએ.

જાણો બીરેન બસાકના સંઘર્ષની સંપૂર્ણ સ્ટોરી : સતત પોતાની મહેનત અને સફળતાના બળ ઉપર શિખર સુધી પહોંચવાવાળા બીરેન કુમાર બસાકે પોતાની સંપૂર્ણ સ્ટોરીનું પોતે વર્ણન કર્યું છે. તેમણે એ વાતનું વર્ણન કર્યું છે કે, ખરેખર કેવી રીતે તેમની સફળતા રંગ લાવી અને તે સફળતાના શિખર સુધી પહોંચ્યા.

biren basak
biren basak source fb photo

બીરેન જણાવે છે કે, મારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું ઘણું જુનું હતું, અને મેં મારા આ સપનાને પૂરું કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા. મેં જે પણ મહેનત કરી, તે ક્યારેય નકામી નથી ગઈ અને આજે મારી સંપૂર્ણ મહેનત રંગ લાવી રહી છે. બીરેનના જણાવ્યા મુજબ, તેમણે પોતાનો સાડીનો બિઝનેસ વર્ષ 1987 માં શરુ કર્યો હતો.

બીરેન કહે છે કે, જયારે મેં દુકાન શરુ કરી તો તે સમયે મારી સાથે માત્ર થોડા લોકો જ કામ કરતા હતા. પરંતુ ધીમે ધીમે મહેનત કરતો ગયો અને મારો બિઝનેસ વધતો ગયો. બીરેન જણાવે છે કે, આજે દર મહીને અમારી કંપનીમાં હાથથી બનેલી 16,000 સાડીઓ આખા દેશમાં વેચાય છે. બીરેનની કંપનીમાં લગભગ 5000 વણકર આજે એક સાથે કામ કરે છે.

ગરીબીમાં પસાર કર્યું બાળપણ : બીરેન કુમાર બસાકનું આખું જીવન ઘણી ગરીબીમાં પસાર થયું. તેમનો જન્મ એક વણકર કુટુંબમાં થયો અને તેમના પિતા પાસે એટલા પૈસા ન હતા કે તે કુટુંબનો સારી રીતે ઉછેર કરી શકે. પિતા પાસે માત્ર 1 એકર જમીન હતી અને તેમાંથી તે પોતાના કુટુંબનો ખાવાનો ખર્ચ ચલાવતા હતા.

બીરેનના પિતા પાસે એટલા પૈસા ન હતા કે તે બીરેનને ભણાવી શકે, તેથી તે પણ પોતાના કુટુંબ સાથે નાનપણથી જ સાડી વણવાનું કામ કરવા લાગ્યા. કહેવામાં આવે છે કે, બીરેન કોલકાતાના નાદિયા જીલ્લામાં એક વણકરને ત્યાં લગભગ 2.5 રૂપિયામાં સાડી બનાવવાનું કામ કરતા હતા.

લોન લઈને શરુ કર્યો હતો બિઝનેસ : બીરેને લગભગ 8 વર્ષ સુધી મજુરી કામ કર્યું અને ત્યાર પછી તેમના મગજમાં અચાનક બિઝનેસ કરવાનો વિચાર આવ્યો. બીરેને પોતાનું ઘર 10 હજાર રૂપિયામાં ગીરવી રાખ્યું અને તે પૈસાથી બિઝનેસ શરુ કર્યો હતો. ઘર ગીરવી રાખી દીધું હતું, આથી તેમણે પોતાના બિઝનેસમાં પોતાના ભાઈઓને પણ રાખી લીધા. બીરેને તેમના ભાઈઓ સાથે કોલકાતામાં સાડીનો વેપાર શરૂ કર્યો.

થોડા વર્ષો સુધી તો બીરેનનો બિઝનેસ કામચલાઉ જ ચાલતો રહ્યો. પરંતુ ધીમે ધીમે બિઝનેસ આગળ વધતો ગયો. તેની પાછળનું કારણ માત્ર સખત મહેનત હતી. ત્યાર પછી એક સમય આવ્યો, જયારે બીરેન કુમાર બસાક અને તેમના ભાઈઓ મહિને 50 હજાર રૂપિયાની કમાણી કરવા લાગ્યા.

biren basak
biren basak creation -source their website

રાષ્ટીય પુરસ્કારથી થઇ ચુક્યા છે સન્માનિત : સાડીના વેપારી બીરેન કુમાર બસાકે એક વખત 6 ગજની સાડી વણી હતી, અને આ સાડીમાં તેમણે રામાયણના સાતેય ખંડ ઉતાર્યા હતા. આ મહાન અને અનોખા કાર્ય માટે બ્રિટેનની યુનીવર્સીટીએ બીરેનને ડોકટરેટની માનદ પદવીથી સન્માનિત કર્યા.

બીરેન કુમાર બસાકને આ મહાન કાર્ય કરવા માટે 1 વર્ષથી પણ વધુ સમય લાગ્યો હતો. આ સાડી વર્ષ 1996 માં બનીને તૈયાર થઇ હતી. તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડ્સ અને વર્લ્ડ યુનિક રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ તેમને રાષ્ટ્રીય એવોર્ડ, નેશનલ મેરીટ સર્ટીફીકેટ એવોર્ડ અને સંત કબીર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.

ભાઈથી અલગ થઇને ગામમાં શરુ કર્યો બિઝનેસ : બીરેન કુમાર બસાક અને તેના ભાઈઓની ભાગીદારી વધુ દિવસ સુધી ન ચાલી શકી. જેવું જ ટનઓવર 1 કરોડ રૂપિયા સુધી પહોચ્યું, બીરેન તેમના ભાઈઓથી અલગ થઇ ગયા અને પોતાના ગામ પાછા આવ્યા. બીરેને તેમના ભાઈઓથી અલગ થઈને ગામમાં પોતાનો બિઝનેસ શરુ કરી દીધો.

તેમણે તેમની કંપનીનું નામ બીરેન બસાક એંડ કંપની રાખ્યું. તેમણે હોલસેલ ભાવ વણકરો પાસેથી સાડી ખરીદવા અને વેચવાનું કામ શરુ કરી દીધું. તેમનો બિઝનેસ સતત આગળ વધતો ગયો અને બીરેન સફળતાના શિખર સર કરતા ગયા. આજે તેમની કંપનીનું વાર્ષિક ટનઓવર લગભગ 50 કરોડ રૂપિયાનું છે. એટલું જ નહિ બીરેનની કંપની આજે લોકોને રોજગારી પણ આપે છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.