દુનિયાના અમીરોમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગયા હતા અનિલ અંબાણી, જાણો કેમ શરુ થઇ ગયા ખરાબ દિવસ.

0
113

આવી રીતે થઇ અનિલ અંબાણીના ખરાબ દિવસોની શરૂઆત, એક સમયે હતા દુનિયાના છઠ્ઠા નંબરના અમીર. અનીલ અંબાણી અને તેમની કંપની સતત ખોટમાં જઈ રહી છે. રિલાયન્સ કેપિટલ એક વખત ફરીથી કન્વર્ટ ન થવાવાળા ડીબેન્ચર માટે વ્યાજની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી છે.

કંપનીએ વ્યાજની ચુકવણી આ 21 ફેબ્રુઆરીના રોજ કરવાની હતી, પરંતુ તેમની કંપની ચુકવણી ન કરી શકી. અનીલ અંબાણી એક જમાનામાં દુનિયાના શ્રીમંતોની યાદીમાં છઠ્ઠા નંબર ઉપર પહોંચી ગયા હતા, પરંતુ એક પછી એક નુકશાન થવાને કારણે હવે તે 49 મી વખત ડીફોલ્ટર બની ગયા છે.

2005 માં પડ્યા હતા રિલાયન્સના ભાગલા : ભારતમાં જયારે ટેલીકોમ સેક્ટર પ્રારંભિક તબક્કામાં હતું, તે સમયે રિલાયન્સ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી હતી. પરંતુ ધીરુભાઈ અંબાણીના બંને દીકરા મુકેશ અને અનીલ અંબાણી વચ્ચે 2004 માં ટેલીકોમ વ્યવસાયને લઈને વિવાદ વધી ગયા, અને છેવટે બંને ભાઈઓ વચ્ચે 2005 માં ભાગલા પડી ગયા. રિલાયન્સ ઇન્ફોકોર્મ તે સમયે અનીલ અંબાણીના ભાગમાં આવી હતી, જેને તેમણે રિલાયન્સ કમ્યુનિકેશન એટલે આરકોમ નામ આપ્યું હતું.

2007 માં દુનિયાના શ્રીમંત લોકોમાં હતું અનીલ અંબાણીનું નામ : વર્ષ 2007 માં અનીલ અંબાણીએ ફોર્બ્સની શ્રીમંતોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ ત્યાર પછીના દિવસોમાં એક પછી એક નુકશાનીને કારણે અનીલ અંબાણીની કંપની આરકોમ દેવાળીયા થવાની સ્થિતિમાં પહોંચી ગઈ. અનિલે આરકોમના ડાયરેક્ટર પદ ઉપરથી રાજીનામું આપી દીધું. તેની લગભગ તમામ કંપનીઓ ખોટમાં જઈ રહી છે. કંપની ઉપર મોટું દેવું છે.

દેવું ચુકવવા માટે પણ લેવી પડી લોન : અનીલ અંબાણીની કંપનીની આર્થિક સ્થિતિ સતત ખરાબ થતી ગઈ. આથી દેવું ચુકવવા માટે કંપનીએ લોન લેવાનું શરુ કરી દીધું, જેના લીધે તેમની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. 2018 આવતા આવતા તેમની કંપની ઉપર 50 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું.

ઘણા ક્ષેત્રો ઉપર લાગ્યો ઝટકો : પોતાની સ્થિતિને સુધારવા માટે અનીલ અંબાણી તરફથી ઘણી વખત પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ તેમને સફળતા ન મળી. 2016 માં આરકોમ અને એયરસેલને જોડવાનો પ્રયત્ન થયો, પરંતુ તે ધ્યેય સુધી પહોંચી ન શક્યા. કંપની ઉપર હાલ ઘણી બેંકોનું દેવું છે, પણ અનીલ અંબાણીની કંપની તેની ચુકવણી કરવાની સ્થિતિમાં નથી.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.