બાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે? જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.

0
192

ગ્રહોનો પ્રભાવ બાળકોના કરિયર ઉપર પણ પડે છે, જાણો બાળકોને ક્યારે મળશે સફળતા અને અસફળતા. બાળકોની સફળતા ત્રણ વસ્તુઓ પર નિર્ભર કરે છે – સ્વાસ્થ્ય, શિક્ષણ અને તેમનું કરિયર. તેમાંથી સ્વાસ્થ્ય શનિથી, કરિયર ગુરુ(બૃહસ્પતિ) અને શિક્ષણ સૂર્યથી મળે છે (જ્યોતિષ અનુસાર). સામાન્ય રીતે કુંડળીમાં ફક્ત સૂર્યનું મજબૂત હોવું બાળકને સરેરાશ સફળતા અપાવે છે.

ગુરુ મજબૂત હોવા પર તે બાળકને સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સફળતા અપાવે છે, પણ કરિયરમાં મોડું થઈ જાય છે. શનિનું મજબૂત હોવું બાળકને સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સંઘર્ષ કરાવે છે, પણ કરિયરમાં મોટી સફળતા અપાવે છે. આ ત્રણેયમાં જો બે ગ્રહ મજબૂત હોય તો બાળક ઉચ્ચ સ્તરની સફળતા મેળવે છે.

shani dev
shani dev

બાળક ક્યારે શિક્ષણમાં સફળતા અને નિષ્ફળતા મેળવે છે? કુંડળીમાં પાંચમો ભાવ ખરાબ હોવા પર, ગુરુ બીજા અથવા પાંચમા ભાવમાં હોવા પર નિષ્ફ્ળતા મળે છે. અગ્નિ તત્વની માત્રા વધારે હોવા પર એટલે કે સૂર્ય અથવા મંગળની ખરાબ સ્થિતિ હોવા પર નિષ્ફ્ળતા મળે છે. પાંચમા ભાવના મજબૂત હોવા પર બાળક સરળતાથી સફળ થાય છે. શનિ અથવા ગુરુના મજબૂત થવા પર એટલે કે, વાયુ તત્વની પ્રધાનતા થવા પર સારું શિક્ષણ મળે છે. મધ્ય રાત્રી અથવા બપોરે જન્મ લેવાવાળા બાળકોને વગર પ્રયત્ને જ સારું જ્ઞાન મળે છે.

બાળક ક્યારે સ્વસ્થ હોય છે અને ક્યારે સ્વાસ્થ્ય ખરાબ થાય છે? સારા સ્વાસ્થ્ય માટે સૂર્ય અને ચંદ્રનું સારું હોવું જરૂરી છે. લગ્નના સ્વામી સારા હોય તો સારું સ્વાસ્થ્ય આપે છે. રાશિના સ્વામી મજબૂત હોય તો બાળકનું મન સંતુલિત થાય છે. પાપ ગ્રહોના મજબૂત થવા પર બાળક નબળું રહે છે. ચંદ્ર નબળો હોવા પર બાળકની એકાગ્રતા ઘણી નબળી થઈ જાય છે, માનસિક નબળાઈ આવે છે. પૃથ્વી તત્વના દુષિત થવા પર સ્વાસ્થ્ય ક્યારેકને ક્યારેક ખરાબ રહે છે અને ભણતર છૂટતું રહે છે.

father with children
father with children

બાળક ક્યારે કરિયરમાં સફળ થાય છે અને ક્યારે નિષ્ફ્ળ? રાહુ અથવા નીચ ગ્રહોનો પ્રભાવ હોવા પર બાળકોના કરીયરમાં અડચણ આવે છે. અગ્નિ તત્વના મજબૂત હોવા પર પણ કરિયરમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. શનિ-ચંદ્ર અને રાહુનો કોઈ પણ સંબંધ કરિયરમાં ઘણો ઉતાર-ચડાવ દેખાડે છે. શનિની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ કરિયરમાં સફળ નથી થઈ શકતું. મંગળ અને ચંદ્ર પણ જો મજબૂત હોય તો પરિશ્રમ વગર સફળતા મળી જાય છે. ગુરુ મજબૂત હોવા પર ઓછી ઉંમરમાં જ વ્યક્તિ સફળતાની ઊંચાઈ મેળવી લે છે. માત્ર શનિ મજબૂત હોવા પર પણ કરિયરમાં સારી સફળતા મળે છે.

બાળકોએ સદા સફળ રહેવા માટે શું કરવું જોઈએ? સૂર્યને નિયમિત રૂપથી જળ ચડાવો. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરો. રોજ ઓછામાં ઓછું એક ફળ ખાવ. અઠવાડિયામાં એકવાર કોઈ ધર્મ સ્થળ પર જરૂર જાવ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.