જલ્દી જ હવે રેલવે સ્ટેશન, એયરપોર્ટ અને મૉલમાં માટીની કુલ્હડ મા મળી શકે છે ચા, જાણો આખી વિગત

0
596

જલ્દી જ મુખ્ય રેલવે સ્ટેશનો, બસ ડેપો, એયરપોર્ટ અને મોલમાં તમારી પસંદની ચા ઈકોફ્રેન્ડલી કુલડી (માટીનું વાસણ) માં પીરસવામાં આવી શકે છે. આ સંબંધમાં કેન્દ્રીય પરિવહન અને એમએસએમઈ મંત્રી નિતિન ગડકરીએ રેલ મંત્રી પીયૂષ ગોયલને એક પત્ર લખ્યો છે. વર્તમાન સમયે ફક્ત વારાણસી અને રાયબરેલી રેલવે સ્ટેશનો પર ટેરાકોટાથી બનેલ કુલડી, ગ્લાસ અને પ્લેટનો પ્રયોગ થઈ રહ્યો છે.

ઓછામાં ઓછા 100 રેલવે સ્ટેશનો પર ફરજ્યાત થાય કુલડી :

નીતિન ગડકરીએ રવિવારે જણાવ્યું હતું કે, એમણે રેલ મંત્રી પિયુષ ગોયલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ગડકરીએ રેલ મંત્રી પિયુષ ગોયલને ઓછામાં ઓછા 100 રેલવે સ્ટેશનો પર કુલડીનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. સાથે જ એયરપોર્ટ, રાજ્ય પરિવહન નિગમના અધિકૃત બસ ડેપો પર આવેલ ચા ની દુકાનો પર પણ કુલડીનો પ્રયોગ અનિવાર્ય કરવામાં આવે એવું કહ્યું છે. ગડકરીએ કહ્યું કે, અમે મોલમાં આવેલી ચા ની દુકાનોના સંચાલકોને પણ કુલડીનો પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશું.

સ્થાનિક કુંભારોનો વધશે કારોબાર :

કેન્દ્રીય પરિવહન મંત્રીનું કહેવું છે કે, આ પગલાંથી સ્થાનિક કુંભારોને એક મોટું બજાર મળશે અને કુલડીના પ્રયોગને પ્રોત્સાહન આપવાથી પર્યાવરણને સાફ રાખવામાં મદદ મળશે. એનાથી પેપર અને પ્લાસ્ટિકમાં પણ પીવા લાયક પદાર્થો આપવા માટે રોક લાગશે. ગડકરીએ કહ્યું કે, એમણે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી) ને કુલડીની માંગ વધવા પર એના મોટા પાયે ઉત્પાદન માટે જરૂરી ઓજારો પુરા પાડવા માટે કહ્યું છે.

10 હજાર ઇલેક્ટિક ચાકડાનું વિતરણ :

કેવીઆઈસીના ચેયરમેન વિનય કુમાર સક્સેનાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, ગયા વર્ષે અમે કુલડી બનાવવા માટે કુંભારોને 10 હજાર ચાકડા(કુંભારનું સાધન) નું વિતરણ કર્યું હતું. આ વર્ષે અમે 25 હજાર ઇલેક્ટ્રિક ચાકડાનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત ઉત્પાદન વધારવા માટે ઇલેક્ટ્રિક ચાકડાનું વિતરણ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે 2004 માં તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે પૉટરી કારોબારને વધારવા માટે ટ્રેનોમાં અને રેલવે સ્ટેશન પર કુલડીનો પ્રયોગ શરુ કર્યો હતો. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, પીવા વાળા ગરમ પદાર્થ ફક્ત કુલડીમાં જ આપવામાં આવે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.