Omg ફોટો : રોહતાંગમાં ટ્રાફિક બન્યું મુસીબત, મુસાફરોએ ભૂખ્યા તરસ્યા વાહનોમાં જ પસાર કરી રાત

0
753

આજના સમયમાં ટ્રાફિકની સમસ્યા દરેક શહેરોમાં માથાનો દુ:ખાવો બની રહી છે. અને તેના માટે ખાસ કરીને આપણે જ જવાબદાર છીએ. કેમ કે જો આપણે ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરીએ તો ટ્રાફિકની સમસ્યા ઘણે અંશે ઓછી થઇ શકે છે.

આપણા દેશના બરફથી ઢંકાયેલા પહાડોના સુંદર દ્રશ્યને જોવા માટે, દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસીઓ અહિયાં આવે છે. પ્રવાસીઓ માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી, પરંતુ હાલના દિવસોમાં મનાલીથી રોહતાંગ વચ્ચે થઇ રહેલા ટ્રાફિક જામ પ્રવાસીઓ માટે મુશ્કેલી સમાન બની ગયું છે.

શુક્રવારે રાત્રે ગુલાબાથી લઈને રોહતાંગ સુધી રાત આખી ઘણા લાંબા અંતર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. લગભગ પાંચસો જેટલા વાહનોમાં રોહતાંગ ફરવા આવેલા સેંકડો પ્રવાસીઓએ ટેક્સીમાં જ ભૂખ્યા તરસ્યા રાત પસાર કરવી પડી હતી. પ્રવાસીઓને લઈને ટેક્સીઓ શુક્રવારે સવારે ચાર વાગ્યે રોહતાંગ ગઈ હતી અને ૨૪ કલાક પછી શનિવારે સવારે ચારથી પાંચ વાગ્યે મનાલી પહોંચી.

કહેવામાં આવે છે કે, ગુલાબાથી આગળ રોહતાંગ સુધી લગભગ ત્રણથી ચાર એવા પોઈન્ટ છે, જ્યાં રોડની હાલત ઘણી ખરાબ અને સાંકડી છે. મઢીથી લગભગ બે કી.મી. આગળ બનતા વળાંક ઉપર ભૂસ્ખલનથી મોટા મોટા પથર રોડ ઉપર પડેલા હતા. તેના લીધે વાહન કાચબાની ગતિથી આગળ વધી રહ્યા હતા.

ટ્રાફિક વ્યવસ્થિત જાળવી રાખવા માટે હોમગાર્ડના લગભગ ૩૦૦ જવાનો ત્યાં ગોઠવવામાં આવ્યા છે. પણ આ અઠવાડિયામાં ચાર રજા હોવાથી મનાલીમાં વીકેંડ પસાર કરવાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. અંકુશ, સમીર, અનુપ, શૈલજા, પ્રિયા, સુરેશ, લાલ ચંદ્ર રાકેશ, દુની ચંદ્ર, શિશુપાલ અને દિશાંતે જણાવ્યું કે, ગુલાબાથી આગળ ઘણી જગ્યાએ રોડ ખરાબ છે. તેને કારણે ટ્રાફિક જામ થઇ જાય છે.

ઘણા વાહન ચાલકો ઓવરરેક કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. આથી તેની પાછળ લાંબી લાઈન લાગી જાય છે. મનાલીના ડીએસપી શેર સિંહ ઠાકુરે કહ્યું કે, અમુક જગ્યાએ ટ્રાફિક જામ થઇ રહ્યો છે. તેમણે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.