OMG ડોકટરે એક દર્દીની કિડની બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં કર્યું આ કાંડ, સામે આવ્યું ચોંકાવનારું કારણ

0
414

આપણી પૃથ્વી પર ઘણી વિચિત્ર ઘટનાઓ થતી હોય. જેમાં મોટાભાગની ઘટનાઓ માણસો દ્વારા કરવામાં આવે છે. આવી ઘટનાઓ લોકો માટે મજાનું કારણ બને છે, પણ ઘણી વખત આને લીધે મોટી સમસ્યાઓ ઉભી થઈ જતી હોય છે. એક કહેવત છે કે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ ઘણી વખત માણસની કોઈ ભૂલ બીજા માટે જીવનું જોખમ ઉભું કરી દેતી હોય છે.

અત્યાર સુધીમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, જેમાં કોઈ માણસની ભૂલના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહના જીવ જોખમમાં મુકાયા હોય. અરે અમુક વાર તો કોઈની એક ભૂલને કારણે બીજા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. આવો જ એક કિસ્સો હાલમાં લોકો સમક્ષ આવ્યો છે, જેમાં ડોક્ટરોની ભૂલને કારણે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ હતી. આવો તેના વિષે જાણીએ.

દુનિયામાં એક નામના ન જાણે કેટલાય લોકો રહેલા છે. એમની ગણતરી કરવાનું તો છોડો અંદાજો લગાવવો પણ શક્ય નથી. ઘણી વાર એક જેવા નામને કારણે બેંકોમાં ગડબડીના સમાચાર સામે આવે છે. પણ શું થાય જો આ ભૂલ ડોક્ટર કરી દે તો? વિચારવાથી પણ ડર લાગે છે ને!

એવો જ એક મામલો આ દિવસોમાં અમેરિકાના ન્યુજર્સીમાં થયો. અહીં હોસ્પિટલના ડોક્ટરોની ભૂલે મોટી સમસ્યા ઉભી કરી દીધી. તેમણે ભૂલથી એક વ્યક્તિની કિડની જે વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની હતી એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દીધી. બીજા દિવસે ખબર પડી કે જે વ્યક્તિને ભૂલથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે, એજ નામના બીજા વ્યક્તિને આ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની હતી.

હવે તમારા મનમાં એ સવાલ જરૂર ઉઠી રહ્યો હશે કે, ભાઈ ભણેલા ગણેલા ડોક્ટરથી છેવટે આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ? હકીકતમાં આખું કામ ખરાબ થયું એક લિસ્ટમાં થયેલી એક ભૂલના કારણે. જો કે, પોતાની ભૂલ માટે હોસ્પિટલ વાળાએ માફી માંગી લીધી છે. હાલમાં બંને દર્દી રિકવર કરી રહ્યા છે. પણ આ ઘટના સામે આવ્યા પછી હોસ્પટલના કામ કરવાની રીત પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.