આ 65 વર્ષના વૃદ્ધે પોતાની જ 21 વર્ષની વહુ સાથે કર્યા લગ્ન, સમગ્ર વિસ્તારમાં થઇ ગઈ બબાલ

0
1442

સોશિયલ મીડિયાના આવ્યા પછી દુનિયાના કોઈ પણ ખૂણાના નાના-મોટા સમાચાર આવતા જ વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયાની મદદથી આપણને અગત્યના દરેક સમાચાર અને ઘટનાઓ વિષે માહિતી મળી જાય છે. તેમજ એના પર અજબોગરીબ સમાચાર અને કિસ્સાઓ પણ વાયરલ થઈ જાય છે. અને એવા જ વાયરલ સમાચારોથી ધમાલ મચી જાય છે.

આજે અમે આ લેખના માધ્યમથી એવા જ વાયરલ સમાચારો માંથી એક તમને જણાવવા જઈ રહ્યા છીએ. એના વિષે જાણીને તમે પણ ચકિત રહી જશો. મિત્રો સામાન્ય રીતે જયારે કોઈના લગ્ન થાય છે, તો છોકરા અને છોકરીની ઉંમરમાં 4 થી 5 વર્ષનું અંતર હોય છે. પણ આજે અમે જે જોડીની વાત કરી રહ્યા છીએ, એમની વચ્ચે 40 થી 42 વર્ષનું અંતર છે.

આ વિચિત્ર લગ્નમાં એક 65 વર્ષના વ્યક્તિએ 21 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે. અને એ છોકરી વૃદ્ધના દીકરાની જ પત્ની એટલે કે એની પોતાની જ વહુ છે. આ લગ્ન પાછળનું કારણ તમને આશ્ચર્ય ચકિત કરી દેશે. પણ એક રીતે તમને એ પણ લાગશે કે સારું જ થયું. એક 65 વર્ષના વૃદ્ધે પોતાની 21 વર્ષની વહુ સાથે લગ્ન કરી લીધા. આ સમાચાર ચારેય તરફ ફેલાતા જ બધા ચકિત રહી ગયા, અને એમને આમ કરવાનું કારણ પૂછવા લાગ્યા.

65 વર્ષના વૃદ્ધે પોતાની 21 વર્ષની વહુ સાથે કર્યા લગ્ન :

જાણકારી માટે જણાવી દઈએ કે આ વાયરલ સમાચાર બિહારના સમસ્તીપૂર જિલ્લાના છે. અહી 65 વર્ષના રોશન લાલે પોતાની 21 વર્ષનું વહુ સપના સાથે લગ્ન કર્યા છે. અને જયારે આડોશ-પાડોશના અને અન્ય ઓળખીતા લોકોએ એમને સવાલ પૂછવાનું શરુ કર્યુ, તો એમણે આ લગ્નને મજબૂરીનું નામ આપ્યું. રોશન લાલના જણાવ્યા અનુસાર, આ લગ્ન એમણે મજબૂરીમાં કર્યા છે, જેથી એ છોકરીના ઘરવાળાની ઈજ્જત ખરાબ ન થાય.

એમના જણાવ્યા અનુસાર એમણે પોતાના દીકરા પપ્પુના લગ્ન સપના સાથે નક્કી કર્યા હતા. અને લગ્નના દિવસે તેઓ બીજા લોકોની જેમ જ દીકરાનો વરઘોડો લઈને સપનાના ઘર સુધી પહોંચ્યા. પણ ત્યાં પહોંચ્યા પછી એવો બનાવ બન્યો કે રોશન લાલે આ પગલું ભરવું પડયું.

જણાવી દઈએ કે પોતાના લગ્નના દિવસે જ પપ્પુ લગ્ન સ્થળ પરથી બધું છોડીને ભાગી ગયો. એવું એટલા માટે થયું કે કારણ કે પપ્પુ કોઈ બીજી છોકરીને પસંદ કરતો હતો. પપ્પુ રોશન લાલના ડરથી લગ્ન કરવા માટે તૈયાર થયો હતો, પણ તે લગ્નના મંડપ સુધી નહિ પહોંચી શક્યો.

હવે કંઈ પણ કહ્યા વગર પપ્પુના એના જ લગ્ન છોડીને ભાગી જવા પર, જો વરઘોડો છોકરીને લીધા વગર પાછો જાય, તો બંને પરિવાર અને એમાં પણ ખાસ કરીને સપનાના પરિવાર વાળાની ઘણી બદનામી થાત. અને એ વાત રોશન લાલને ગમી નહિ. બંને પરિવારની ઈજ્જત રાખવા માટે રોશન લાલે સપના સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, એ માટે બંને પરિવાર વાળાઓએ સહમતી દર્શાવી, અને ત્યારબાદ એમને સપના સાથે લગ્ન કર્યા.

પણ ઘટનામાં કેટલું સત્ય છે એની તપાસ પોલીસ કરી રહી છે. અને લોકોએ એ છોકરીના પરિવારને ખોટો કહ્યો છે, કારણ કે સદીઓથી પરંપરા ચાલી રહી છે, કે દોષ કોઈનો પણ હોય પણ સજા છોકરીએ જ ભોગવવી પડે છે.

ત્યાંના લોકો પોતાના મનમાં શંકાને જગ્યા આપીને, સપનાના ઘરવાળા વિરુદ્ધ ઊંધું-ચટ્ટુ બોલી રહ્યા છે. ઘણા લોકો એ પણ કહે છે કે, વૃદ્ધ સાથે લગ્ન કરાવીને 21 વર્ષની છોકરીનું જીવન બરબાદ થઈ જ ગયું છે. પણ પોલીસ એ વાતની રાહ જોઈ રહી છે કે, છોકરી આ લગ્નને લઈને શું રિપોર્ટ કરાવે છે.