માં એ વેચી દીધા પોતાના ઘરેણાં, 9 વર્ષની ઉંમરમાં દીકરાએ પોતે વેચ્યા ન્યુઝ પેપર, આજે IFS ઓફિસર છે બાલામુરુગન.

0
254

ઘરમાં છે આઠ ભાઈ-બહેન અને પિતા હતા દારૂના વ્યસની, આ IFS ઓફિસરે ઘર ચલાવવા માટે 9 વર્ષની ઉંમરમાં વેચ્યા પેપર. આપણે દરરોજ એવા સમાચારો વિષે જાણીએ છીએ, કોઈ એવો વિડીયો જોઈએ છીએ કે કોઈ એવો લેખ વાંચીએ છીએ, જેમાં દુઃખ-તકલીફોમાંથી નીકળીને એક વ્યક્તિના ઊંચા સ્થાન સુધી પહોંચવાની સ્ટોરી હોય છે. બસ એવી જ સ્ટોરી છે ચેન્નઈના કિલકટ્ટલાઈમાં જન્મેલા આઇએફએસ અધિકારી બાલામુરુગનની.

આઈએફએસ અધિકારી બાલામુરુગને આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેની કૌટુંબિક સ્થિતિ એટલી સારી ન હતી કે તે સરળતાથી આ સ્થાન સુધી પહોંચી શકે. આમ તો ચેન્નઈના આ બહાદુરમાં કાંઈક કરી છૂટવાનો ઉત્સાહ હતો, અને તેને લઈને તમામ મુશ્કેલીઓ અને તકલીફો વચ્ચે કોલસાની ખાણમાંથી છેવટે એક હીરો નીકળી જ આવ્યો.

ઘરમાં આઠ ભાઈ-બહેન, પિતાને દારુ પીવાની ખરાબ ટેવ, ઘરનું ગુજરાન ચલાવવા માટે છાપા વહેચવાનું કામ કરીને બાલામુરુગને છેવટે સફળતા મેળવી જ લીધી. આવો આજે આઈએફએસ અધિકારી બાલામુરુગનના સંઘર્ષ અને તેમની સ્ટોરી વિષે જાણીએ.

હાલમાં જ બાલામુરુગને જણાવ્યું છે કે, તેણે અભ્યાસ પૂરો કરવા માટે છાપા પણ વેચવા પડતા હતા. 9 વર્ષની ઉંમરમાં જ તે છાપા વેચવા લાગ્યા હતા, અને તેને છાપા વેચવાની ટેવ પણ પડી ગઈ. તે આગળ જઈને એક પ્રસિદ્ધ કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. પરંતુ ભારતીય વન સેવા (IFS) માં પ્રવેશ મેળવવા માટે તેણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તે હાલ રાજસ્થાનના ડુંગરપુર વન વિભાગમાં એક અધિકારી તરીકે પૂર્વ તાલીમ લઇ રહ્યા છે.

બાલામુરુગન પોતાના જીવન વિષે વાત કરતા કહે છે કે, વર્ષ 1994 માં તેના પિતા ઘર છોડીને જતા રહ્યા હતા. અમારા ઘરમાં કુલ મળીને આઠ ભાઈ બહેન હતા. પિતાના જતા રહ્યા પછી બધા બાળકોના ભરણપોષણની જવાબદારી માં ઉપર આવી ગઈ હતી. તેથી મેં મારી માં ને મદદરૂપ થવા છાપા વેચવાનું શરુ કર્યું. મુરુગન કહે છે કે, જયારે મેં છાપાના વેપારી પાસે તમિલ ન્યુઝપેપર વાંચવા માટે માગ્યું તો તે અંગે તેણે મને કહ્યું કે, મહીનાના 90 રૂપિયામાં સભ્ય બની જાવ. પરંતુ હું આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો હતો. આ સ્થિતિમાં તેણે મને 300 રૂપિયાની નોકરી આપી દીધી.

આગળ વાત કરતા મુરુગને જણાવ્યું કે, હું આ નોકરીની મદદથી ટ્યુશનની ફી એકઠી કરી લેતો હતો. તેણે જણાવ્યું કે જયારે અમારી આર્થિક સ્થિતિ ખરાબ હતી, તો મારા મામાએ પણ અમને મદદ કરી હતી. અને માં એ પણ તેના ઘરેણા વેચી દીધા. તેમાંથી મળેલા પૈસામાંથી અમે એક નાનો એવો પ્લોટ ખરીદી લીધો. તેમાં થોડું બાંધકામ કર્યું અને કુટુંબ તેમાં રહેવા લાગ્યું. કહેવાય છે કે, દરેક સફળ માણસ પાછળ એક મહિલાનો હાથ હોય છે, અને મુરુગન માટે તે એક મહિલા હતી તેની માં. જેમણે પોતાના બાળકો માટે આગળ જતા આ ખરીદેલી જમીનનો થોડો ભાગ વેચી દીધો.

મુરુગન જણાવે છે કે, છાપું વાંચવાની ટેવને કારણે જ અભ્યાસ તરફ રસ વધ્યો, અને ક્યાંકને ક્યાંક યુપીએસસીની તૈયારીમાં તેનો ફાયદો મળ્યો. બાલામુરુગનના શિક્ષણની વાત કરીએ તો મદ્રાસની ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ચેન્નઈમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન બ્રાંચમાંથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો. સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા પછી બાલામુરુગન હવે સારી નોકરીની શોધમાં હતો, અને તે હવે કુટુંબની જવાબદારી લેવા માટે સક્ષમ હતો. તેને એક સારી તક મળી અને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા તેણે ટીસીએસ જોઈન કરી લીધી. ત્યાં તેને લાખો રૂપિયાના પેકેજની ઓફર થઇ. હવે તેના દુઃખ તકલીફોવાળા દિવસો દુર થવાની તૈયારીમાં હતા.

મુરુગન કહે છે કે, નોકરી દરમિયાન જ એક આઈએએસ અધિકારી અને પ્રશાસનીક કાર્યોએ તેને પોતાની તરફ આકર્ષિત કરી લીધો હતો, અને તેણે હવે આ નોકરી છોડવાનું નક્કી કરી લીધું હતું. સાથે જ તેના મનમાં એ પ્રકારની નોકરી જ કરવાની ઈચ્છા હતી. આમ તો આ નિર્ણય લેવો તેના માટે ઘણો મુશ્કેલ હતો. કેમ કે તમામ મુશ્કેલીઓ અને તકલીફો વચ્ચે તે આ નોકરી સુધી પહોંચ્યો હતો અને તે છોડવું જોખમ ભરેલું હતું. તેના જણાવ્યા મુજબ એક તરફ એન્જીનીયરીંગની કારકિર્દી હતી, તો બીજી તરફ યુપીએસસી ક્લીયર કરવાનું સપનું. તેથી મેં મારા સપના પુરા કરવાનું નક્કી કરી લીધું.

મુરુગન હવે નોકરી છોડી ચુક્યા હતા અને તે લાગી ગયા હતા તેના સપના પુરા કરવામાં. લાખો રૂપિયાની નોકરી છોડી તેણે ચેન્નઈના શંકર IAS એકેડમીમાં પ્રવેશ લઇ લીધો. આગળ જઈને તેમનું સપનું પૂરું થયું. પોતાના સંઘર્ષમાંથી બોધ લેતા તે કહે છે કે, જીવનના મુલ્યોમાંથી હું એ શીખ્યો છું કે જો કાંઈક મેળવવાની ઈચ્છા છે, તો તેને પુરા મનથી કરો. ભલે તમે ભૂખ્યા સુઈ જાવ પરંતુ વાંચ્યા વગર ન સુતા. તે એ પણ કહે છે કે, કાંઈક મેળવવા માટે તમારા સપના પુરા કરવા માટે તમારા આરામદાયક સમયગાળાનો ત્યાગ કરવો પડ્યો છે. સફળતા માટે બલીદાન જરૂરી હોય છે.

આ માહિતી ઈંડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.