સાડી પહેરીને સાંસદ નુસરત જહાંએ શેયર કર્યા એવા ફોટો કે લોકોએ પૂછ્યું : મેડમ આ ક્યાંની ફેશન છે?

0
1306

લોકસભા ચૂંટણીમાં ટીએમસીની ટીકીટ ઉપર ચૂંટણી જીતવાવાળી મોડલ અને સાંસદ નુસરત જહાંએ હાલમાં જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ નીખીલ જૈન સાથે લગ્ન કર્યા છે. બંનેએ ગયા ૧૯ જુનના રોજ તુર્કીમાં લગ્ન કરી લીધા હતા, જેમાં કુટુંબના સભ્ય અને ગણ્યા ગાંઠ્યા મિત્ર જ જોડાયા હતા. લગ્ન પછી નુસરતના રીસેપ્શન અને પછી હનીમુનના ફોટા સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થયા હતા.

નુસરત જહાં સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને અવાર નવાર પોતાના ફોટા શેયર કરતી રહે છે. તેવામાં હાલમાં જ તેમણે પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર થોડા ફોટા શેયર કર્યા છે, જેને કારણે જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. નુસરત જ્યારથી લાઈમલાઈટમાં આવી છે, ત્યારથી તે અવાર નવાર કોઈને કોઈ કારણથી સમાચારોમાં છવાયેલી રહે છે. ક્યારેક દિવાળીના લુકને કારણે તે ચર્ચામાં આવી જાય છે, તો ક્યારેક કડવાચોથ ઉજવીને.

તેવામાં એક વખત ફરી નુસરતના થોડા ફોટા વાયરલ થઇ રહ્યા છે, જેમાં તેણે વિચિત્ર એવી ફેશન અપનાવેલી જોવા મળી રહી છે. અમુક લોકોને નુસરતની આ ફેશન પસંદ આવી રહી છે, તો ઘણા લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. ખાસ કરીને નુસરતે એવા ફોટા શેયર કર્યા છે જેમાં તેણે સાડી પહેરી છે. પરંતુ એવું લાગે છે કે, તેની સાડી પહેરવાની સ્ટાઈલ લોકોને પસંદ આવી નથી.

નુસરતે શેયર કર્યા ફોટા :

થોડા દિવસો પહેલા નુસરતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે ફોટા શેયર કર્યા છે, તેમાં તેણે સાડી ઉપર ફ્રંટ ઓપન ડેનીમ જેકેટ પહેરેલું છે. આ ફોટામાં નુસરતે પીળા રંગની સાડી પહેરી છે, અને આંખો ઉપર સનગ્લાસ લગાવ્યા છે. સાથે જ તેમણે ગળામાં ઘરેણા પહેર્યા છે. ફોટા સાથે નુસરતે કેપ્શન કહ્યું છે, થાકેલી છું છતાં પણ પોઝ આપી રહી છું. નુસરત જયારે પણ કોઈ ફોટા તેના સોશિયલ મીડયા એકાઉન્ટ ઉપર મૂકે છે, તે ઝડપથી વાયરલ થઇ જાય છે. તેવામાં આ ફોટા પણ વાયરલ થયા છે.

વિચિત્ર એવી ફેશન માટે થઇ ટ્રોલ :

વાયરલ થયેલા આ ફોટામાં નુસરતનો અલગ જ અંદાઝ જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણા લોકોને આ અંદાઝ પસંદ નથી આવ્યો, અને તેમણે ટ્રોલિંગ શરુ કરી દીધું. એક યુઝરે નુસરતને ટ્રોલ કરતા કહ્યું, મેડમ આ કઈ ફેશન છે, સાડી ઉપર ડેનીમ? અને ઘણા લોકોને તેનો આ બિન્દાસ અંદાજ પસંદ પણ આવી રહ્યો છે. આ પહેલા દિવાળી અને કડવાચોથના ફોટાને લઈને નુસરત ઘણી સમાચારોમાં છવાયેલી હતી. આ ફોટામાં તે પોતાના પતિ નીખીલ જૈન સાથે જોવા મળી હતી, અને હંમેશાની જેમ તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.

નુસરતે કલકત્તાના રહેવાસી એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત કામની બાબતમાં થઇ હતી. બંને એક પ્રોફેશનલ અસાઈનમેંટ દરમિયાન એક બીજાને મળ્યા હતા. નુસરત અને નીખીલના લગ્ન તુર્કીના પાટનગર ઈસ્તાંબુલમાં પૂર્ણ થયા હતા. આ વેડિંગ સેરેમનીમાં થોડા લોકોને આવવાનું આમંત્રણ મળ્યું હતું. કુટુંબ ઉપરાંત થોડા ખાસ મિત્ર જ એમના લગ્નમાં હાજર રહ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.