નંબર પ્લેટમાં મુકુટ જોઈને પુણે પોલીસે કરી રમુજી ટ્વીટ – ‘રાજા સાહેબને મેમોથી સમ્માનિત કરવામાં આવે’

0
388

ગયા વર્ષે ભારતમાં ટ્રાફિકને લઈને નવા નિયમ લાગુ કરવામાં આવ્યા, એ પછી સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મીમ્સ અને મેમોના ઘણા મામલા સામે આવ્યા જેમણે બધાને ચકિત કરી દીધા. એવો જ એક તાજો મામલો પુણે ટ્રાફિક પોલીસનો છે, જે આ દિવસોમાં મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જે લોકો સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે એમને એ વાત સારી રીતે ખબર હશે કે, પોલીસ ટ્વીટર પર પોતાની સક્રિયતા દેખાડે છે. લોકોની ફરિયાદોને ઉકેલવા અને પોતાના મજાકિયા અંદાઝને કારણે પુણે પોલીસના ટ્વીટર હેન્ડલને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. પુણે પોલીસ ટ્વીટર પર હ્યુમરના બધા રેકોર્ડ તોડી રહી છે.

નવા વર્ષ પર નશાથી પીછો છોડાવવાની મજેદાર અપીલ પછી હવે ટ્રાફિક નિયમનો પાઠ વાયરલ થઈ રહ્યો છે. ગયા મંગળવારે એવું જ કાંઈક થયું, એ પછી લોકો પુણે પોલીસના સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરતા થાકતા નથી.

હકીકતમાં થયું એવું કે, પુણે પોલીસને ટેગ કરીને એક વ્યક્તિએ એક મોપેડ સવારનો ફોટો પોસ્ટ કર્યો. તેમાં બે યુવકો એક મોપેડ પર વગર હેલ્મેટે જઈ રહ્યાં હતા. અને તેમાં બીજી ખાસ વાત એ હતી કે એ મોપેડ પર જે નંબર પ્લેટ લગાવેલી હતી, તેમાં નંબર સિવાય એક નાનકડો મુગટ પણ બનાવેલો હતો.

પુણે પોલીસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલે એને રિટ્વીટ કરતા લખ્યું, ‘મહારાજજીને અમારા તરફથી જલ્દી જ ચલણ મોકવામાં આવશે.’ આ ટ્વીટ પર અત્યાર સુધી 650 થી વધારે રિ-ટ્વીટ અને 4000 થી વધારે લાઈક આવી ચુકી છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.