1 થી 100 તો નાના છોકરાઓને પણ આવડે છે પણ તમને ક્યાં સુધી ગણતા આવડે છે?

0
7803

તમને આંકડા ક્યાં સુધી વાંચતા આવડે છે? અબજ, ખર્વ કે નિખર્વ સુધી. પણ હકીકતમાં એ હજુ પણ વધારે હોય છે. અને અંગ્રેજીમાં અમુક ફીગર પછી હજાર કે લાખમાં એમને દર્શાવવા પડે છે. આજે અમે તમને એ જણાવીશું કે આપણા પ્રાચીન ભારતના વિદ્વાનો એને કેવી રીતે દર્શાવતા હતા. તો શરુ કરીએ ગણતરી.

એકમ,

દશક,

સો,

હજાર,

દસ હજાર,

લાખ,

દસ લાખ,

કરોડ,

દસ કરોડ,

અબજ,

દસ અબજ,

ખર્વ,

નિર્ખવ,

મહાયદમ,

શંકુ,

જલદી,

અન્ત,

મધ્ય,

પરાર્થ,

શંખ,

દસ શંખ,

રતન,

દસ રતન,

ખંડ,

દસ ખંડ,

સુઘર,

દસ સુઘર,

મંન,

દસ મંન,

વજી,

દસ વજી,

રોક,

દસ રોક,

અસંખ્ય,

દસ અસંખ્ય,

નીલ,

દસ નીલ,

પારમ,

દસ પારમ,

કંગા,

દસ કંગા,

ખીર,

દસ ખીર,

પરબ,

દસ પરબ,

બલમ,

દસ બલમ

મિત્રો આની સાથે જ આજે અમે તમારા માટે થોડા એવા સવાલ જવાબ લઈને આવ્યા છીએ, જે તમને જીવનની પરીક્ષામાં પાસ થવા અને સફળ અને સુખી જીવન જીવવા માટે ઉપયોગી થાય એવા છે. તો આવો એને વાંચી એની પર થોડી શાંતિથી વિચારીને એને જીવનમાં ઉતારીએ.

સવાલ 1) પૃથ્વીથી મોટુ શું છે?

જવાબ 1) માતા.

સવાલ 2) આકાશથી ઊંચું શું છે?

જવાબ 2) પિતા.

સવાલ 3) વાયુથી ઝડપી શું છે?

જવાબ 3) મન.

સવાલ 4) ઘાસ કરતાં પણ જલદી શું વધે?

જવાબ 4) ચિંતા.

સવાલ 5) આ દૂનિયામાં ધર્મ કરતા પણ શું મહાન છે?

જવાબ 5) દયા અને વિવેક.

સવાલ 6) કોની સાથે મિત્રતાનો અંત નથી હોતો?

જવાબ 6) સજ્જન સાથેની.

સવાલ 7) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળનું રહસ્ય શું છે?

જવાબ 7) જે કોઇ પોતાના મનને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.

સવાલ 8) સૌથી મોટું ધન શું છે?

જવાબ 8) શિક્ષણ.

સવાલ 9) સૌથી મોટો નફો ક્યો છે?

જવાબ 9) તંદુરસ્તી.

સવાલ 10) સૌથી મોટું સુખ કયું છે?

જવાબ 10) સંતોષ.

સવાલ 11) માણસનો સૌથી મોટો દુશ્મન કોણ છે?

જવાબ 11) ક્રોધ.

સવાલ 12) કયા રોગનો ઉપાય નથી?

જવાબ 12) લોભ.

છેલ્લો સવાલ,

સવાલ 13) જિંદગીની સૌથી મોટી વિચિત્રતા શું છે?

જવાબ 13) અનંત સમય સુધી જીવવાની ઇચ્છા. રોજેરોજ આપણે કેટલાય લોકોને મરતા જોઇએ છીએ. છતા આપણે એવું વિચારીએ છીએ કે આપણે મૃત્યુ નહીં પામીએ.

જીવન જીવવાનો ઉપાય નીચે મુજબ છે.

(1) 1 વર્ષથી 20 વર્ષ સુધી આપણી માં પીરસે તે ખાવું.

(2) 21 વર્ષથી 40 વર્ષ સુધી તમને ફાવે તે ખાવું.

(3) 41 વર્ષથી 60 વર્ષ સુધી શરીરને ફાવે તે ખાવું.

(4) 61 વર્ષ પછી થાળીમાં આવે તે ખાવું.

આપણી જીભ માટે એક સરસ લાઈન છે જે આ મુજબ છે.

“જીભનો ટેસ્ટ. પેટમાં ગયો વેસ્ટ. બિમારીઓ બનશે ગેસ્ટ. ડોક્ટર કરાવા માંડશે ટેસ્ટ. આપણા રૂપિયા થશે વેસ્ટ. એટલા માટે જ ઘરના શાક રોટલી બેસ્ટ.”

આજકાલ પૈસાની ઘણી જરૂરિયાત છે, લોકો એની પાછળ જ ભાગે છે. પણ એકવાર આ લાઈનો વાંચો લો, તમને જીવનમાં ઘણી કામ લાગશે.

“પૈસા” માં જો “ગરમી” ના હોતને તો ATM માં AC ના હોત સાહેબ….

“સબંઘ” સાચવજો વ્હાલા બાકી “પૈસા” તો બેંક પણ સાચવે જ છે…

– જયેશ રાદડિયા. (RootsBerryOrganics)