NRI પતિએ કહ્યું, જલ્દી જ સરપ્રાઈઝ આપીશ, પછી મોકલી દીધા છૂટાછેડાના પેપર

0
581

સાત જન્મો સુધી સાથ નિભાવવાના સોગંધ ખાઈ અને સાત સમુદ્ર પાર એક નવા જીવનના સપના દેખાડીને ભારતીય પતિ પોતાની પત્નીને એકલી છોડીને વિદેશ ભાગી ચુક્યા છે. આ એનઆરઆઈ પતિઓની પત્નીઓએ હવે પાસપોર્ટ રદ્દ કરાવવાની ચળવળ શરુ કરી દીધી છે.

આ મહિલાઓ કોઈ ઓફિસર નથી અને ન તો એક્ટીવીસ્ટ, અમૃતપાલ કોર અને તેના જેવી તમામ મહિલાઓ પાસપોર્ટ ઓફીસમાં એટલા માટે સ્વેચ્છાએ કામ કરી રહી છે, જેથી તે ભાગેડુ એનઆરઆઈ પતિઓને પાઠ ભણાવી શકવામાં બીજી મહિલાઓને મદદ કરી શકે.

ચંડીગઢ શહેરની રીઝનલ પાસપોર્ટ ચીફ સીબાસ કબીરાજે રોયટર્સ એજન્સીને જણાવ્યું છે કે, આ બધું ત્યારે શરુ થયું, જયારે તમામ પરણિત મહિલાઓ તેની પાસે આવીને મદદ માગવા લાગી.

કબીરાજ કહે છે કે, ભારતીય કાયદો પત્નીઓને ગેરમાર્ગે દોરવા વાળા ભારતીય એનઆરઆઈ પતિઓના પાસપોર્ટ સસ્પેન્ડ કે રદ્દ કરવાની મંજુરી આપે છે. પાસપોર્ટ ઓથોરેટીને તેના માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી હોય છે. તેની સાથે જ એ પણ સાબિત થવું જરૂરી હોવું જોઈએ કે, પાસપોર્ટ ધારકે કોઈ માહિતી છુપાવી કે ખોટું બોલ્યા કે તેની વિરુદ્ધ કોર્ટ સમન્સ બહાર પડ્યો છે. બધું મળીને, પાસપોર્ટ રદ્દ કરવા માટે તમામ કાગળોની કાર્યવાહી કરવી પડે છે.

ક્બીરાજે મહિલાઓને પાસપોર્ટ કાયદો સમજાવ્યો અને તેને કમ્પ્યુટર અને જરૂરી વસ્તુ સાથે એક રૂમ આપી દીધો. તેમણે મહિલાઓને કહ્યું કે, તે આ પેપરવર્ક પૂરું કરી લેશે તો તેની ઉપર સહી કરી દેશે. તે વિદેશમાં બેઠેલા પોતાના પતિઓ સામે ન્યાય મેળવવાની સૌથી સારી રીત છે.

ક્બીરાજના જણાવ્યા મુજબ, આ મહિલાઓએ મળીને ૪૦૦ પાસપોર્ટ રદ્દ કરાવ્યા છે. વિદેશ મંત્રાલયમાં પોતાના ભાગેડુ પતિઓ વિરુદ્ધ ૫૦૦૦ થી વધુ મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે. અને કહે છે કે તેની ઓફીસની મહિલાઓએ તમામ દેશોમાં છુપાઈને બેઠેલા ભારતીય પતિઓના મનમાં એક પ્રકારનો ડર ઉભો કરી દીધો છે.

તે મહિલાઓનું કહેવું છે કે, લગ્નમાં છોકરા દહેજમાં હજારો ડોલર્સ વસુલે છે. પછી આ પૈસાનો ઉપયોગ વિદેશ જઈને વસવામાં ખર્ચ કરે છે. જયારે પત્નીઓ બાળકોને અહિયાં છોડી દે છે.

પાસપોર્ટ ઓફીસમાં વોલન્ટીયર કરી રહેલી રીના મેહલાની ૨૪ વર્ષની હતી જયારે તેના લગ્ન થયા. 5 વર્ષ પછી તેના પતિએ જણાવ્યું કે, તે ભારતના કોઈ બીજા શહેરમાં વધારાની ડ્યુટી કરવા જઈ રહ્યો છે, અને ત્યાર પછી તસ્કરોને વાત કરીને અમેરિકા જવાની યોજના બનાવવા લાગ્યા. તેના પતિ રાહુલ કુમાર હાલમાં બ્રોન્ક્સ શહેરમાં રહે છે.

રીનાએ ફેસબુક ઉપર સર્ચ કરીને છેવટે પોતાના પતિ વિષે જાણ મેળવી લીધી. તેમણે વિદેશ મંત્રાલય અને અમેરિકી દુતાવાસને પત્ર લખીને પોતાના પતિના પાસપોર્ટ પણ રીવોક કરાવી લીધા. હાલમાં અમેરીકા કોર્ટમાં તેના પતિના કેસનો ચુકાદો થવાનો છે. આમ તો રીના કહે છે કે, તે હજુ પણ પોતાના પતિને ખુબ પ્રેમ કરે છે. તે કહે છે, અમારો આત્મા પણ તેની પરવાનગી નથી આપી રહ્યો હતો, કેમ કે પતિ જ સર્વસ્વ હોય છે. પતિ પરમેશ્વર માનવામાં આવે છે.

રીના અમૃતપાલ કોરની સાથે રહે છે. અમૃતપાલ કોર જણાવે છે કે, કેવી રીતે લગ્નના ત્રણ દિવસ પછી પતિએ ૧૪,૦૦૦ ડોલર્સ માગવા માટે કહ્યું હતું. તેના પતિ કુલપ્રીત સિંહે કહ્યું કે, તે ઇંગ્લેન્ડની બે વર્ષની પોતાની કમાણી પણ તેના હવાલે કરી દે.

લગ્નના બે અઠવાડિયા પછી જ કુલપ્રીત ઓસ્ટ્રેલીયા જતા રહા, ઘણા મહિના પછી તેણે અમૃતપાલને જણાયું કે, તે તેને સરપ્રાઈઝ આપવાના છે. તે એટલી ઉત્સાહિત થઇ ગઈ કે પતિ માટે એક મોંઘી હીરાની વીંટી ઓર્ડર કરી દીધી. પરંતુ જયારે છૂટાછેડાના કાગળ તેની પાસે આવ્યા તો તે ચકિત રહી ગઈ.

સતવિંદરના પતિએ તેનો સાથ ૨૦૧૫ માં છોડી દીધો હતો, હવે તેના પતિ પોલેન્ડમાં રહે છે. હવે તે પોતાના જેવી પીડિત મહિલાઓની લડાઈ લડી રહી છે. તે પત્નીઓને છોડીને જતા રહેલા પતિઓને વિદેશી ગર્લફ્રેન્ડસ અને બાળકોની તસ્વીરો ફેસબુકમાંથી કાઢી લે છે.

સતવિંદરે પોતાના પતિ વિરુદ્ધ ૧૧ કોર્ટ કેસ કર્યા છે. તે જણાવે છે કે તે દરરોજ પોતાના પતિને મેસેજ કરે છે. તેના પતિ તેના દરેક મેસેજ જુવે છે, પરંતુ જાન્યુઆરી મહિનાથી એક પણ રીપ્લાઈ નથી આવ્યો. પાડોશી અને સંબંધિઓ હવે સતવિંદરની મજાક ઉડાડવા લાગ્યા છે. ત્યાં સુધી કે પોતાના જ ઘરમાં તેને ટીકાનો સામનો કરવો પડે છે.

સતવિંદરના લેકચરર અને ઈલેક્ટ્રીકલ પતિ એન્જીનીયર અરવિંદર પાલ સિંહનું કહેવું છે કે, તે યુરોપ એટલા માટે ગયા જેથી પૈસા કમાઈ શકે. તે કહે છે કે તેમણે તેની પત્ની સતવિંદરને યુરોપમાં સ્ટુડેંટ વીઝા ઉપર લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. તે કહે છે કે જયારે એક વખત તે ઘરે આવ્યો હતો, તો તેની પત્ની અને માતાએ સમસ્યાઓનો મારો ચલાવ્યો હતો.

અરવિંદરનું કહેવું છે કે, તેની નોકરી જતી રહી અને તેને બે વખત પાછુ ફરવું પડ્યું. તેણે સતવિદરને જણાવ્યું કે જયારે તેની પાસે પૈસા હશે, તે તેને મોકલશે. પરંતુ બે મહિના પછી મારી પત્નીએ પોલીસમાં કેસ નોંધાવી દીધો અને માતા પિતાની ધરપકડ કરી દેવામાં આવી. પાછળથી મને પણ ભારતીય દુતાવાસ માંથી એક ફોન આવ્યો અને જણાવવામાં આવ્યું કે, મારો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી મેં ઘરે પૈસા મોકલવાનું બંધ કરી દીધું અને છૂટાછેડાની અરજી આપી દીધી.

તે રોયટર્સ એજન્સી સાથે વાતચીતમાં કહે છે કે, હવે તેને મહિલાઓ ઉપર જરાપણ વિશ્વાસ નથી રહ્યો. તે પોતાને શરણાર્થી ગણાવે છે, અને કહે છે કે મારી પાસે ન તો કુટુંબ છે, ન તો ઘર, મારી પત્ની કાંઈ નહિ તો પોતાના દેશ અને સંબંધિઓ વચ્ચે છે. મારી પાસે તો રહેવા સુદ્ધા જગ્યા નથી, આ નરક છે.

અરવિંદરનું કહેવું છે કે, જો તે ભારત આવે છે તો તેની ધરપકડ કરી લેવામાં આવશે અને તેની સુનાવણીની તક નહિ મળે, દસ્તાવેજો વગર તે હવે ક્યાય આવવા જવા માટે તસ્કરોની મદદ લે છે.

પોલીસ ઓફિસર બલજીત :

પોલીસ અધિકારી બલજીત કોર બેધારુ જીવન જીવી રહી છે. એક તરફ તે પોલીસ કર્મચારી છે અને બીજી તરફ પતિ દ્વારા છોડી દેવામાં આવેલી મહિલા. તે કહે છે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આવું જીવન જીવવું પડશે. મને લાગતું હતું કે મારું જીવન કાંઈક અલગ હશે.

૪૨ વર્ષની બલજીત પંજાબના એક આર્મી ઓફીસરના ઘરમાં જન્મી હતી. તેને ત્રણ બહેનો હતી, જયારે તેની બધી બહેનો સેટલ થઇ ગઈ તો તેમણે ૩૯ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા. પોલસ કર્મચારી હોવા છતાં પણ તેને દબાણમાં આવીને મોટું દહેજ આપ્યું.

બલજીતે જણાવ્યું કે, તેની મંગેતર હરમનદીપ સિંગ શેખન તેને એ પૂછતાં રહેતા હતા કે, દહેજમાં શું શું મળશે? વહેલી તકે બલજીતને સમજાઈ ગયું કે, હરમનને તેની કોઈ જરૂર ન હતી પરંતુ તેને માત્ર પૈસા જોઈતા હતા.

લગ્નના એક મહિના અને બે દિવસ વીત્યા પછી બલજીતના પતિ અમેરિકા જતા રહ્યા. અમેરિકા જવાના એક અઠવાડિયા પછી તેને બલજીતને પોતાની નોકરી ગુમાવવાની જાણકારી આપી અને તેને પૈસા મોકલવા માટે કહ્યું. બલજીતે પૈસા આપવાની ના કહી દીધી.

૬ ઓક્ટોમ્બર ૨૦૧૪ ના રોજ છેલ્લી વખત બંનેની વાત થઇ હતી, ત્યાર પછી બંને કાયદાની લડાઈ લડી રહ્યા છે. કોર્ટે બલજીતના પતિને ઘરના માલિકી હક્ક આપી દીધા છે, પરંતુ તેને આજ સુધી કોઈ મેંટીનેંસ નથી મળી શક્યું. તે કહે છે મારી પાસે નીકરી છે એટલા માટે હું મેનેજ કરી શકું છું પરંતુ જે છોકરીઓ પાસે નથી, તેનું શું?

હવે આ મહિલાઓ એક બીજાનો સહારો બની ગઈ છે અને ભાગેડુ એનઆરઆઈ પતિઓ વિરુદ્ધ અભિયાન શરુ કરી દીધું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.