હવે તમે પોતે જ નક્કી કરો ઈએમઆઈની રકમ, 5 લાખની લોન ઉપર મોટી સુવિધા આપી રહી છે બેંક.

0
102

આ બેંક આપી રહી છે જોરદાર સુવિધા, લોનની EMI કેટલી રાખવી તે ગ્રાહક નક્કી કરશે, ઓનલાઇન શોપિંગ પર મળશે લોન.

લોન પણ મળે અને પોતાને જ ઇએમઈની રકમ નક્કી કરવાનો અધિકાર પણ. આવી સુવિધા મળે તો શું કહેવું. આને મોટી સુવિધા કહી શકાય છે, કેમ કે લોનના ઇએમઆઈ દર મહીને કેટલા પૈસા ચુકવવાના છે, તે બેંક નક્કી કરે છે. પણ દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંકે પોતાના ગ્રાહકોને મોટી સુવિધા આપી છે. આ ખાસ સુવિધા ઈંટરનેટ બેંકીગ ઉપર જ આપવામાં આવી રહી છે. તમે જે પણ ખરીદી કરો છો, તેની ઉપર ઇએમઆઈ નક્કી કરી શકો છો. જો તમે કોઈ મોટી ખરીદી કરી છે તો તેની ઉપર ઇએમઆઈ તમારા હિસાબે નક્કી કરી શકો છો.

ઈંટરનેટ બેંકીગમાં ઇએમઆઈ શરુ કરવા વાળી આઈસીઆઈસીઆઈ પહેલી બેંક છે. આ બેંકના જે પણ પ્રી-એપ્રુવ્ડ ગ્રાહક છે, તે પોતાની 5 લાખ સુધીના હાઈ વેલ્યુ ટ્રાંઝેક્શનને ઈચ્છા મુજબ ઇએમઆઈમાં બદલી શકે છે. ગ્રાહક ધારે તો પોતાના ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ ભરી શકે છે, ઇલેક્ટ્રોનિકસની વસ્તુ ખરીદી શકે છે કે બાળકની ફી ભરી શકે છે. ઈંટરનેટ બેંકીગ દ્વારા આ ટ્રાંઝેક્શનને ઇએમઆઈમાં કન્વર્ટ કરી શકે છે.

ઈંટનરનેટ બેંકીગમાં ઇએમઆઈના ફાયદા : ઈંટરનેટ બેંકીગની મદદથી એક વખતમાં પુરા પૈસા ચૂકવી શકો છો. આ સુવિધા સારી છે પણ એક વખતમાં પૈસા ચુકવવામાં થોડી મૂંઝવણ થાય છે કે બજેટનું શું થશે? પણ જો તે ટ્રાંઝેક્શન ઉપર ઇએમઆઈની સુવિધા મળી જાય તો પેમેંટ કરવામાં કોઈ મૂંઝવણ નથી રહેતી. ઇએમઆઈની સુવિધા મળવાથી મોટા ટ્રાંઝેક્શન પણ આરામથી કરી શકાય છે.

આઈસીઆઈસીઆઈ બેંક ગ્રાહકને ઈંટરનેટ બેંકીગ દ્વારા બસ એક ક્લિકમાં લોન ડીસબર્સલની સર્વિસ આપે છે. ગ્રાહક પોતાના હિસાબે જોઈ અને ચકાસી લે કે ક્રેડીટ કે લોન ઉપર કેટલું વ્યાજ લાગશે. જો વ્યાજના દર યોગ્ય લાગે તો બસ એક ક્લિકમાં તેને પ્રાપ્ત કરી શકાય છે.

(1) જો તમે ICICI Bank ના એપ્રુવ્ડ ગ્રાહક છો તો તમારે કોઈ કાગળની કાર્યવાહી માંથી પસાર થવાની જરૂર નહિ રહે.

(2) ગ્રાહકે તેના માટે EMI@ Internet Banking ની સુવિધા લેવાની હોય છે. ત્યાર પછી તે ધારે તો 5 વર્ષ માટે ઇએમઆઈ ચુકવવાની સર્વિસ લઇ શકે છે.

(3) સુરક્ષિત રીતે ગ્રાહકને લોન પૂરી પાડવામાં આવે છે.

કેવી રીતે લેવી ઇએમઆઈની સુવિધા? ઈંટરનેટ બેંકીગ હેઠળ ઇએમઆઈની સર્વિસ લેવા માટે ગ્રાહકને બે વિકલ્પ મળે છે. એક તો Easy EMIs on Cart Value ની સુવિધા લઇ શકે છે અથવા Cart Value ઉપર પ્રી એપ્રુવ્ડ લોનની સેવા લઇ શકે છે. આ બંને વિકલ્પ ગ્રાહકની જરૂરિયાતના હિસાબે જ પુરા પાડવામાં આવે છે. આવો જાણીએ કે ઈંટરનેટ બેંકિંગથી કોઈ ઇએમઆઈ કેવી રીતે મેળવી શકે છે.

(1) આઈસીઆઈસીઆઈ બેંકની ઈંટરનેટ બેંકિંગ સુવિધામાં જાવ અને પેમેંટ ઓપ્શન ઉપર ક્લિક કરો.

(2) હવે તમારા એકાઉન્ટમાં યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઇન કરો. ધારો તો આ કામ આઈસીઆઈસીઆઈ બેંક ડેબીટ કાર્ડ કે મોબાઈલ ઓટીપીથી પણ કરી શકો છો.

(3) હવે Pay with EMI ઓપ્શનને સિલેક્ટ કરો.

(4) ત્યાર પછી લોનની રકમ અને તેનો સમયગાળો નક્કી કરો.

(5) ICICI Bank માં જે મોબાઈલ નંબર રજીસ્ટર છે, તેની ઉપર એક ઓટીપી આવશે. તમારા પેમેંટને ઓથોરાઈઝ કરવા માટે આ ઓટીપો દાખલ કરો.

(6) તેની સાથે જ તમને લોન મળી જશે અને તેની ઉપર ઇએમઆઈ પણ ફિક્સ થઇ જશે.

(7) હાલમાં આ સુવિધા ઇન્શ્યોરન્સ, ટ્રાવેલ, એજ્યુકેશન અને ઈ-કોમર્સની કંપનીઓ સાથે જોડાયેલો 1,000 થી વધુ મર્ચેંટને ટ્રાંઝેક્શન ઉપર આપવામાં આવી રહી છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.