પોસ્ટ ઓફિસને લઈને સરકારનો મોટો નિર્ણય, હવે તમને લોન પણ મળશે, જાણો વધુ વિગત

0
813

પોસ્ટ ઓફીસ એક એવી સંસ્થા છે જે આજના ડીજીટલ યુગમાં આપણે જે પણ સુવિધાઓનો લાભ આપણે આજે લઇ રહ્યા છીએ, તે તમામ સુવિધાનો પાયો માનવામાં આવતો હતો. જેમ કે આજના સમયમાં મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા જે કોઈ કામગીરી આજે કરી રહ્યા છીએ, તે પહેલાના સમયમાં જયારે ઉપલબ્ધ ન હતી ત્યારે તે કામગીરી પોસ્ટ ઓફીસ દ્વારા જ પૂરી પાડવામાં આવતી હતી. જેમ કે ઘરે ઘરે ટપાલ, ટેલીગ્રામ જેવી સુવિધાઓ દ્વારા સમાચારો પહોંચાડવા વગેરે.

છેલ્લા પાંચ વર્ષોમાં કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસોમાં ફેરફાર માટે ઘણા નિર્ણયો લીધા છે. એટલે કે સુકન્યા સમૃદ્ધી યોજના (SSY) જેવી યોજનાઓને પોસ્ટ ઓફિસો સાથે જોડવામાં આવી. એવી રીતે પોસ્ટ ઓફિસોમાં બેંકિંગ સુવિધાઓ આપવાની શરૂ કરવામાં આવી. હવે સરકારે એક બીજો મોટો નિર્ણય લીધો છે. આવો તેના વિષે જાણીએ.

ખાસ કરીને સરકારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB) ને નાની બચત બેંકમાં ફેરવી નાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી ગ્રાહકોને પોસ્ટ ઓફીસમાંથી લોન મળી શકશે. આ પહેલી વખત છે જયારે પોસ્ટ ઓફીસમાં આવા પ્રકારની સુવિધા શરુ કરવામાં આવી છે.

હાલમાં IPPB માં સેવિગ્સ એકાઉન્ટ ઉપરાંત કરંટ એકાઉન્ટ ખોલવાની સુવિધા મળે છે. તે ઉપરાંત ગ્રુપ ટર્મ ઇન્શ્યોરન્સ, બીલ પેમેન્ટસ અને રીચાર્જ, રેમીટેંસેજ એન્ડ ફંડ ટ્રાન્સફર, ડોરસ્ટેપ બેંકિંગ, DoP પ્રોડક્ટ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર પણ કરી શકાય છે.

અહિયાં જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક ભારત સરકારના સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગ હેઠળ શરુ કરવામાં આવી હતી. તેના ૧૦૦ ટકા સત્તા ભારત સરકાર પાસે છે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનું છે. આ કામમાં પોસ્ટમેન બેંકરનું કામ કરે છે.

વિભાગ પાસે ૩ લાખથી વધુ પોસ્ટમેન અને પોસ્ટ સેવક છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક પોસ્ટ ઓફિસોમાં પહેલાથી જ ચાલી રહેલા કરોડો પોસ્ટ બચત ખાતાને તેની સાથે જોડી શકાય છે.

તેના વિષે વધુ માહિતી માટે https://ippbonline. com/hi/web/ippb લીંક કરી વિઝીટ કરી લઇ શકાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.