નવેમ્બરનું ચંદ્ર ગ્રહણ કેટલા વાગ્યાથી શરુ થશે, કેટલા કલાક સુધી રહેશે? જાણો સંપૂર્ણ માહિતી.

0
344

જાણો વર્ષના છેલ્લા ચંદ્ર ગ્રહણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો, તેના શરુ થવાનો સમય અને અંત વગેરેની દરેક માહિતી. વર્ષ 2020 નું છેલ્લું ચંદ્રગ્રહણ 30 નવેમ્બરે કારતક મહિનાની પૂનમના દિવસે છે. આમ તો આ વર્ષે 6 ગ્રહણ થવાના હતા પણ આ ત્રીજું હશે. કહેવામાં આવે છે કે આ ગ્રહણને લોકો નરી આંખે જોઈ શકશે. તમને જણાવી દઈએ કે, 30 નવેમ્બરેના રોજ બપોરે 1:04 વાગ્યે આ ગ્રહણ શરૂ થશે અને 5:22 સુધી રહેશે.

આવો જાણીએ તેની સાથે જોડાયેલી ખાસ વાતો : 30 નવેમ્બરે થવા જઈ રહેલું આ ચંદ્રગ્રહણ એશિયાના અમુક દેશોમાં જોઈ શકાશે. આ ચંદ્રગ્રહણ અમેરિકામાં દેખાશે, સાથે જ ઓસ્ટ્રેલિયા સહીત પ્રશાંત મહાસાગરમાં દેખાશે.

જ્યોતિષીઓનું માનીએ તો આ વખતે ચંદ્રગ્રહણમાં સૂતક કાળ માન્ય નહીં હોય. તેનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે, આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે. આમ તો ચંદ્રગ્રહણમાં સૂતક કાળ 9 કલાક પહેલા જ લાગી જાય છે, સાથે જ ગ્રહણ સમાપ્ત થતા જ સૂતક કાળ ખતમ થઈ જાય છે. આવો હવે જાણીએ આપણે આ દરમિયાન શું સાવચેતીઓ રાખવી પડશે. યાદ રહે આ વાતો વિજ્ઞાન અનુસાર નહિ પણ આપણા ધાર્મિક રીતિરીવાજો અનુસાર છે.

પહેલી વાત એ કે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને ભૂલથી પણ અડવું નહિ. તે અશુભ માનવામાં આવે છે.

ઘરના મંદિરોના દ્વારા બંધ કરી દો, જેથી ભગવાન પર ગ્રહણની અસર નહિ થાય.

ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન ઘરની બહાર નહીં નીકળવું જોઈએ.

ગ્રહણના સમયે ભૂલથી પણ નખ અને વાળ ન કાપો, તે અશુભ માનવામાં આવે છે.

તેમજ આ સમય દરમિયાન ન તો કાંઈ ખાવું અને ન તો કાંઈ બનાવવું.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.