આ લોકોએ ભૂલથી પણ નહિ કરવો કાચા લસણનો ઉપયોગ, નહી તો એ બની શકે છે તમારા માટે જીવલેણ.

0
1379

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. સામાન્ય રીતે આપણે લસણનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છીએ. કારણ કે તેના ઉપયોગથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાઈ જાય છે. અને આગળ અમે એ પણ જણાવ્યું છે કે, લસણની એક કળી આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. એટલે કે તે માત્ર આપણા ખાવાનો સ્વાદ જ નથી વધારતું, પણ આપણા આરોગ્યનું પણ ધ્યાન રાખે છે. જો તમે તેની એક કળી લસણનું સેવન ખાલી પેટ કરો છો, તો તે આપણા શરીર માટે કોઈ અમૃત કરતા ઓછું નથી.

મિત્રો જો આપણે આયુર્વેદની વાત કરીએ તો એમાં લસણ માટે એવું કહેવામાં આવ્યું છે કે, તેના સેવનથી તમે યુવાન બની રહેશો. અને સાથે જ તે ઘણી બીમારીઓ જેવી કે હરસ, કબજિયાત, કાનનો દુ:ખાવો, બ્લડપ્રેશર, ભૂખ વધારવી વગેરેના ઉપચાર માટે ઉપયોગી છે.

આમ તો લસણ એક મહત્વના કુદરતી એન્ટીબાયોટીક જેવું કામ કરે છે. પણ એના સેવનમાં થોડી તકેદારી રાખવાની જરૂર છે. અમુક લોકોએ કાચા લસણના સેવનથી બચવું જોઈએ. અને એ લોકો કોણ છે? એના વિષે આજે અમે તમને જણાવીશું. પણ એ પહેલા તેના ફાયદા જાણી લો.

લસણના ૮ મોટા ફાયદા :

(૧) દાંતના દુ:ખાવાથી છુટકારો અપાવે :

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમને દાંતમાં દુ:ખાવો રહે છે, તો લસણની એક કળી તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. એના એન્ટીબેક્ટેરીયલ અને દર્દનિવારણ ગુણ દાંતના દુ:ખાવા માંથી રાહત અપાવે છે. તે માટે તેની લસણની એક કળી વાટીને દાંતના દુ:ખાવા વાળી જગ્યા ઉપર લગાવી દો.

(૨) હાઈ બ્લડ પ્રેશરને કરે કન્ટ્રોલ :

લસણનું સેવન કરવાથી ન માત્ર બ્લડ સર્ક્યુલેશન નિયમિત રહે છે, પણ તે હ્રદય સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે.

(૩) પેટ સાથે જોડાયેલ તકલીફો કરે દુર :

મિત્રો, લસણ પેટ સાથે જોડાયેલ તકલીફો માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. સાથે જ તેનું સેવન કરવાથી તે તમારા પેટમાં રહેલા ઝેરી પદાર્થને પણ સાફ કરી દે છે.

(4) નસોમાં થઇ રહેલ ઝણઝણાહટને ઓછું કરે :

જણાવી દઈએ કે, એક શોધમાં એ વાત સામે આવી છે કે, ખાલી પેટ લસણનું સેવન કરવાથી નસોમાં થતી ઝણઝણાહટની સમસ્યા દૂર થઇ જાય છે.

(5) કોલેસ્ટ્રોલને કરે કંટ્રોલ :

મિત્રો, જો તમે ખાલી પેટ લસણનો ઉપયોગ કરશો, તો એ કોલેસ્ટ્રોલનું સ્તર નિયત્રંણમાં કરવામાં પણ મદદ કરશે.

(6) ભૂખ વધારવામાં ઉપયોગી :

તેમજ જો તમને ભૂખ ઓછી લાગવાની સમસ્યા હોય, તો લસણનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. એ તમારા પાચનતંત્રને સારું કરે છે, જેનાથી તમારી ભૂખ પણ વધારી શકાય છે. ક્યારેક ક્યારેક તમારા પેટમાં એસિડ બનવા લાગે છે, પરંતુ આનું સેવન કરવાથી આ પેટમાં એસિડ બનાવથી રોકે છે, જેનાથી તમને તણાવથી પણ મુક્તિ મળી જાય છે.

(7) શ્વસન તંત્રને પણ મજબૂત કરે :

જાણકારી માટે જણાવી દઈએ કે, લસણ તમારા શ્વસન તંત્ર માટે પણ ઘણું ફાયદાકારક છે. આનું સેવન કરવાથી અસ્થમા, નિમોનિયા, શરદી, બ્રોંકાઈટીસ, જૂની શરદી, ફેફડાઓમાં જમાવ અને કફ વગેરેથીની છુટકારો મળે છે, અને બચાવ પણ કરે છે.

(8) હૃદયને સ્વસ્થ રાખે છે :

ધમની ક્યારેક ક્યારેક પોતાનું લચીલાપણું ખોરવી નાખે છે, ત્યારે લસણ તેને લચીલું બનાવવામાં ખુબ મદદ કરે છે. અને તે ફ્રી ઓક્સિજન રેડિકલ્સથી હૃદયની રક્ષા કરવામાં પણ મદદ કરે છે. તે સલ્ફર યોગિક રક્ત-કોશિકાઓને બંધ થવાથી બચાવે છે.

કાચા લસણનું સેવન કયા લોકોએ નહિ કરવું જોઈએ :

જેવું કે અમે આગળ જણાવ્યું કે, અમુક લોકોએ કાચા લસણનું સેવન કરવું જોઈએ નહિ. તો એમની યાદી નીચે મુજબ છે.

(1) લો-બ્લડ પ્રેશર વાળા લોકો :

જણાવી દઈએ કે, લસણનું સેવન કરવાથી આપણા શરીરની નસો ફેલાઈ જાય છે. જેના કારણે આપણું બ્લડ પ્રેશર હજુ ઓછું થઇ જાય છે. એટલા માટે લો બ્લડ પ્રેશર વાળા લોકોએ આનું સેવન કરવાનું નથી.

(2) એનિમિયાના રોગીઓ :

મિત્રો, જે લોકોને લોહીની કમીની સમસ્યા હોય છે, તેમણે પણ કાચા લસણનું સેવન કરવાનું નથી. કારણ કે લસણ આપણા શરીરના ફૈટ અને લોહીને બાળવાનું કામ કરે છે. જેનાથી આપણા શરીરમાં લોહીની કમી થવા લાગે છે. એટલા માટે એનિમિયાના રોગીઓ આનું સેવન કરવાનું છે.

(3) લીવર સંબંધિત બીમારીઓને વધારે છે લસણ :

જાણકારી માટે જણાવી દઈએ કે, જે લોકોને લીવરથી સંબંધિત રોગ હોય છે, તેમણે લસણની કાચી કળીઓનું સેવન કરવાનું નથી. જો તમે કોઈ વાનગીમાં પણ લસણ નાખો છો, તો તેની માત્રા જેટલી થઇ શકે તેટલી ઓછી રાખવાની છે.

(4) બ્લીડીંગની સમસ્યા વધે છે :

સાથે સાથે એ પણ જાણી લો કે, વધારે લસણનું સેવન કરવાથી શરીરમાં બ્લીડીંગની સમસ્યા વધી જાય છે. જેના કારણે આપણા શરીરમાં ખુબ નુકશાન થઇ શકે છે. એટલા માટે તમારે લસણનું સેવન ઓછું કરવું જોઈએ.

(5) પેટ સંબંધિત રોગને વધારે છે :

જણાવી દઈએ કે, લસણનું સેવન કરવાથી મોં ની બળતરા વધી શકે છે. તેમજ ઓડકાર, ઉલ્ટી, ગૈસ, ડાયરિયા, અને કબજિયાત જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

(૬) વિટામીન B12 ની ઉણપ :

જો તમારા શરીરમાં વિટામીન B12 ની ઉણપ છે, તો તમે આજે જ લસણ ડુંગરી બંદ કરી દો. એવું એટલા માટે કારણ કે લસણ ડુંગરીથી વિટામીન B12 બનાવતા કોષો નાશ પામે છે.