અકાળ મૃત્યુથી બચવા માટે જ નહિ પણ આ 6 સમસ્યાઓને પણ દૂર કરે છે મહામૃત્યુંજય મંત્ર, જાણો વધુ વિગત

0
937

સૃષ્ટિના રચયિતા બ્રહ્મા છે, તો એના પાલનહાર ભગવાન વિષ્ણુ અને એનું સંતુલન બનાવી રાખવા માટે સંહાર કરવા વાળા ભગવાન શિવ. મહાકાલ ભલે પ્રાણ લેતા હોય, પણ સાચા મનથી એમની પ્રાથના કરવા વાળાના પ્રાણ ભગવાન શિવ છોડી પણ દે છે. એના માટે ભગવાન શિવનો ખાસ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર.

તે ભગવાન શિવને પ્રસન્ન કરવા વાળો સૌથી ખાસ મંત્ર માનવામાં આવ્યો છે. મહાદેવ એનાથી ન ફક્ત અકાળ મૃત્યુથી બચાવે છે, પણ એનાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ અને રોગ ખતમ થઇ જાય છે. આવો તમને જણાવીએ કે મહામૃત્યુંજય મંત્રથી તમારી કઈ કઈ પરેશાનીઓ સમાપ્ત થઇ જાય છે.

શું છે મંત્ર :

ऊं हौं जूं स: ऊं भूर्भूव: स्व: ऊं त्र्यम्बकम यजामहे सुगंधि पुष्टिवर्धनम उर्वारुकमिव बन्धनान मृत्युमुर्क्षीय मामृतात ऊं स्व: स: जूं हौं ऊं

દોષ થાય છે દૂર :

આપણે આ સંસારમાં જે પણ રોગ, દુઃખ સમસ્યા ભોગવીએ છીએ, તે અલગથી નથી આવતી પણ આપણા દોષનું જ એક રૂપ હોય છે. ભગવાન શિવ ઘણા દયાળુ છે, અને તે વ્યક્તિની દરેક નાનીમાં નાની અને મોટામાં મોટી ભૂલને માફ કરી દે છે, પણ જો વ્યક્તિ સાચી શ્રદ્ધાથી એમની પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે તો. એવામાં સૌથી કારગર છે મહામૃત્યુંજય મંત્રનો પાથ કરવો, જે માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, રોગ, ખરાબ સપના, ગર્ભનાશ, સંતાન બાધા જેવા દોષને દૂર કરી દે છે.

શુભ ફળ :

મહામૃત્યુંજય મંત્રને અકાળ મૃત્યુનો ઉપાય જણાવવામાં આવ્યો છે. જો તમને હંમેશા અકાળ મૃત્યુનો ભય સતાવી રહ્યો છે, તો મહામૃત્યુંજય મંત્રનો પાથ કરવો સારું રહે છે. એનો જાપ ભગવાન શિવને ઘણો પ્રિય છે. જે પણ વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે, ભગવાન શિવ એના પર પોતાની કૃપા વરસાવે છે, અને એમને લાબું આયુષ્ય મળે છે.

આરોગ્ય :

જીવનના સૌથી મોટા સુખમાંથી એક છે નિરોગી રહેવું. જે વ્યક્તિ પાસે ધન સંપત્તિ ન હોય અને એ નિરોગી રહે તો એ ઘણો સમૃદ્ધ છે. અને ઘણી બધી સંપત્તિ હોવા છતાં પણ હંમેશા બીમાર રહેવા વાળો વ્યક્તિ અસહાય છે. જો તમે હંમેશા બીમાર રહો છો અથવા હંમેશા તમારા પરિવારમાં બીમારીઓ જ ઘેરાયેલી રહે છે, તો એના માટે મહામૃત્યુંજયનો જાપ કરવો સારું રહે છે.

સંપત્તિની પ્રાપ્તિ :

દરેક વ્યક્તિને ધન મેળવવાની ઈચ્છા હોય છે, જેથી તે ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરી શકે. એના માટે મહામૃત્યુંજય મંત્રનો પાથ કરવો જોઈએ. આ મંત્રનો પાથ કરવાથી પણ તમને ધન સંપત્તિ મળે છે અને ધન ધાન્યની કમી નથી થતી.

સંતાન પ્રાપ્તિ :

મહાદેવ ફક્ત જીવન આપતા નથી પણ જીવનની પ્રાપ્તિ પણ કરાવે છે. જો તમારા લગ્નને ઘણો સમય થઇ ગયો છે અને પછી પણ તમને સંતાન પ્રાપ્તિ નથી થઇ રહી, તો તમે મહામૃત્યુંજય મંત્રનો પાથ કરો. એનાથી તમને સંતાન સુખ મળશે. મહામૃત્યુંજય મંત્રનો પાથ કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા બની રહે છે.

સમ્માન :

ફક્ત પૈસા કમાઈ લેવા મોટી વાત નથી હોતી, પણ પૈસાની સાથે સાથે યશ અને સમ્માન કમાવવું પણ મોટી વાત હોય છે. તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશો તો તમને યશ કીર્તિ, લાભ અને સમ્માન પણ મળશે. મહાદેવ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા વાળા લોકોની દરેક મનોકામના પૂર્ણ કરે છે, અને સમાજમાં એમની પ્રતિષ્ઠા વધારે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.