નોકિયાએ ઉતાર્યા 4G કોલિંગ સપોર્ટ કરવા વાળા બે ફીચર ફોન, જીઓનીએ લોન્ચ કર્યો 5.45 ઇંચ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન.

0
96

બજેટ સેક્સનમાં જીઓનીએ લોન્ચ કર્યો સ્માર્ટફોન સાથે નોકિયાએ પણ બે ફીચર 4G ફોન કર્યા લોન્ચ, જાણો બંનેની સ્પેસિફિકેશન. જીઓનીએ પોતાનો લો બજેટ સ્માર્ટફોન જીઓની એફ 8 નીઓ (gionee f8 neo) ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 5499 રૂપિયા છે, અને તેને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે, જેમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળશે. તેમજ નોકિયાએ પોતાના બે ફીચર ફોન્સ લોન્ચ કર્યા છે. ખાસ વાત એ છે કે, બંને 4G VoLTE કોલિંગ અને વાયરલેસ એફએમ રેડિયો સપોર્ટ ઉપલબ્ધ છે. ચાલો એક પછી એક આ બંને કંપનીઓના ફોન વિશે જાણીએ.

જીઓની એફ 8 નીઓમાં 5.45 ઇંચની ડિસ્પ્લે અને 3000 એમએએચની બેટરી મળશે. આ ફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળશે, માઇક્રો એસડી કાર્ડની મદદથી તમે સ્ટોરેજને 256 જીબી સુધી વધારી શકો છો. ઓછા બજેટવાળા આ ફોનમાં સિંગલ રીઅર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે. કેમેરામાં ફેસ અનલોક, સ્લો મોશન, પેનોરોમિક, નાઇટ મોડ, ટાઇમ લેપ્સ, બર્સ્ટ મોડ, ક્યુઆર કોડ, બ્યુટી જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. ફોનમાં 5.45 ઇંચની એલસીડી ડિસ્પ્લે અને 3000 એમએએચની શક્તિશાળી બેટરી છે. આ ફોન ઇ-કોમર્સ સાઇટ ઉદાન પરથી ખરીદી શકાય છે.

નોકિયા 215 4G અને 225 4G ની કિંમત અને ફીચર્સ : ભારતમાં નોકિયા 215 4G ની કિંમત 2949 રૂપિયા છે. તે બ્લેક, કેયન ગ્રીન કલર વિકલ્પમાં ઉપલબ્ધ હશે. નોકિયા 225 4G ની કિંમત 3499 રૂપિયા છે. તે બ્લેક, ક્લાસિક બ્લુ અને મેટાલિક સેન્ડ શેડ કલરમાં મળશે. બંને ફોનમાં ડ્યુઅલ નેનો સિમનો સપોર્ટ ઉપલબ્ધ છે અને બંનેના ઘણા સ્પેશિફિકેશન એક જેવા છે.

ફોનમાં 4G VoLTE કોલિંગ અને ડેડિકેટેડ ફંક્શન બટનો ઉપલબ્ધ છે. એક જ ચાર્જમાં 24 દિવસનો સ્ટેન્ડબાય સમય મળશે. બંને RTOS પર આધારિત સિરીઝ 30+ ઓએસ પર કામ કરે છે અને તેમાં 2.4 ઇંચની ક્યુવીજીએ ડિસ્પ્લે છે. ફોનમાં 128 MB ઓનબોર્ડ સ્ટોરેજ ઉપલબ્ધ છે. સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડથી 32 GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, બ્લૂટૂથ 5.0, એફએમ રેડિયો, માઇક્રો યુએસબી પોર્ટ અને 3.5 એમએમ જેક મળી જાય છે. ફોનમાં પ્રી ઇન્સ્ટોલ એમપી 3 પ્લેયર પણ ઉપલબ્ધ છે. બંનેમાં 1150 એમએએચની રીમુવેબલ બેટરી પણ છે.

તફાવતની વિશે વાત કરીએ તો, નોકિયા 225 4G માં 0.3 મેગાપિક્સલનો કેમેરો મળે છે, જે નોકિયા 215 4G માં ઉપલબ્ધ નથી. બંનેના પરિમાણો 124.7 x 51.0 x 13.7 મીમી છે. 215 4G નું વજન 90.3 ગ્રામ છે જ્યારે 225 4G નું વજન 90.1 ગ્રામ છે. બંને ફોન્સ 23 ઓક્ટોબરથી નોકિયા ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકાશે જ્યારે 6 નવેમ્બરથી ફોન ઓફલાઇન પણ ઉપલબ્ધ થશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.