નોકરી છોડવા પર અથવા કાઢી મુકવા પર બે દિવસમાં મળી જશે બાકી રહેલો પગાર, જાણો વિગત.

0
611

સરકાર મજુરોને પોતાના હક્ક મળી રહે તેના માટે એક યોજના ઉપર વિચારણા કરી રહી છે, જેના અમલથી મજુરોને મળતી મજુરી યોગ્ય પ્રમાણમાં મળશે.

નવી દિલ્હી : હવે નોકરી છોડવા કે નીકરીમાંથી દુર કરવા કે પછી કંપની બંધ થવાની સ્થિતિમાં મળતી રકમ બે દિવસની અંદર કર્મચારીઓને બાકી નીકળતા પગારની ચુકવણી કરવી ફરજીયાત રહેશે. બાંધેલી મજુરીના બીલમાં આ જોગવાઈ કરવામાં આવે છે. મંગળવારે આ બીલને લોકસભામાં રજુ કરવામાં આવ્યું. આ બીલને કેબિનેટની મંજુરી પહેલા જ મળી ગઈ છે.

બીલમાં કહેવામાં આવે છે કે જો કોઈ કર્મચારી રાજીનામું આપે છે કે પછી તેને છુટા કરવામાં આવે છે કે પછી કોઈ કારણથી તે નીકરી છોડી દે છે કે પછી કંપની બંધ થઇ જાય છે, તો તે કર્મચારીને બે વર્કિંગ દિવસની અંદર બાકી નીકળતા પગારની ચુકવણી કરવાની રહેશે.

તમામ સેક્ટરોના મજૂરોને મળશે બાંધેલી મજુરી :-

બીલ મુજબ હાલમાં માત્ર નક્કી કરવામાં આવેલા વિસ્તારના કર્મચારીઓને જ બાંધેલી મજુરીની ચુકવણી કરવામાં આવશે. પરંતુ આ બીલને કાયદો બનાવ્યા પછી તમામ સેક્ટરના મજૂરોને બાંધેલી મજુરી મળશે. કેન્દ્ર સરકાર બાંધેલી મજુરી માટે એક ફ્લોર વેજ બનાવશે અને તેનાથી ઓછી મજુરી કોઈ મજુરને નહિ આપી શકાય.

રાજ્ય સરકાર પોતાની ભૌગોલીક સ્થિતિ અને બીજી પરિસ્થિતઓને ધ્યાનમાં રાખીને બાંધેલી મજુરી અપનાવી શકે છે. પરંતુ તે મજુરી ફ્લોર વેજથી ઓછું નહિ હોય. જો કોઈ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી મજુરી કેન્દ્રની બાંધેલી રકમથી વધુ હોય, તો તે સ્થિતિમાં રાજ્ય પોતાની ઓછામાં ઓછી મજુરીને ઓછી નથી કરી શકતા.

મજુરી નક્કી કરનારી કમિટીમાં હશે મજુરોના પ્રતિનિધિ પણ

ફ્લોર વેજ ફિક્સ કરતા પહેલા કેન્દ્ર સરકાર સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડની સલાહ લેશે. આ બોર્ડમાં રાજ્યોના પ્રતિનિધિ પણ હશે. બીલની જોગવાઈ મુજબ રાજ્યો દ્વારા નિર્ધારિત મજુરી નક્કી કરતા પહેલા રાજ્ય સરકારે એક કમિટી બનાવવાની રહેશે અને આ કમિટીમાં મજૂરોના સૂચનો પણ સામેલ હશે. કમિટીની ભલામણના આધારે જ રાજ્યમાં નિર્ધારિત મજુરી નક્કી કરી શકાશે.

પહેલી વખત દોષિત જણાશે તો ૫૦ હજારનો દંડ

બીલમાં જોગવાઈ મુજબ દર પાંચ વર્ષની અંદર રાજ્યોએ બાંધેલી મજુરી રીવાઈઝ કરવું ફરજીયાત રહેશે. જોગવાઈ મુજબ આ બાંધેલી મજુરી સંહિતા લાગુ થયા પછી તેનો અમલ ન કરવા ઉપર તેની સુનાવણી ઓછામાં ઓછા મેટ્રોપોલીટન કક્ષાના અધિકારી સમક્ષ થશે. બાંધેલી મજુરી ન આપવા વાળાને પહેલી વખત દોષિત જણાશે, તો ૫૦,૦૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે. પાંચ વર્ષની અંદર બીજી વખત દોશી સાબિત થાય, તો એક લાખ રૂપિયાનો દંડ અને ત્રણ મહિના જેલ થઇ શકે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.