જાણો તિબ્બત પરથી કોઈ પણ પ્લેન કેમ નથી ઉડતું, ઘણા ઓછા લોકોને આની જાણકારી હશે

0
1296

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો એવા ઘણા બધા સવાલ હોય છે જેના જવાબ સામાન્ય લોકોને ખબર નથી હોતા. તેમજ એવા ઘણા તથ્યો હોય છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે તમને એક એવી જ જાણકારી આપવા જઈ રહ્યાં છીએ, જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો આવો જાણીએ કે આજના આ લેખમાં શું ખાસ છે?

શું તમને ખબર છે કે તિબ્બત એક એવી જગ્યા છે જેની ઉપરથી કોઈ પણ પ્લેન ઉડતું નથી. પણ એવું શા માટે થાય છે કે ત્યાંથી કોઈ પણ પ્લેન જઈ નથી શકતું? આવો તમને એના વિષે જણાવીએ કે, તિબ્બત પરથી કોઈ પણ પ્લેન કેમ નથી ઉડતું?

આ સવાલનો જવાબ જાણતા પહેલા તિબ્બત વિષે થોડી જાણકારી મેળવી લઈએ જે તમને આ જવાબ સમજવામાં મદદ કરશે. મિત્રો તિબ્બત એ ચીનનું એક ઓટોનોમસ રિજન છે એટલે કે સ્વાયત(સ્વયંસાશિત) પ્રદેશ છે. તે ચીનના દક્ષિણ પશ્ચિમી ભાગમાં આવેલું છે. અને તે ભારત સાથે પશ્ચિમમાં બોર્ડર શેયર કરે છે. તિબ્બતનાં પથારીયા પ્લેટુ દુનિયામાં સૌથી ઊંચી જગ્યા છે. અને તિબ્બતને roof of the world એટલે કે દુનિયાની છત પણ કહે છે.

તે હિમાલય પર્વત શૃંખલામાં આવે છે. આ પર્વત શૃંખલાની સરેરાશ ઊંચાઈ 6000 મીટર કરતા પણ વધારે છે. આ શૃંખલામાં એવરેસ્ટ, મકાલૂ અને કંચનજંગા જેવા ઘણા 8000 મીટરથી વધારે ઊંચાઈ વાળા પર્વત પણ શામેલ છે. આ જાણકારી તમને એ સમજવામાં મદદ કરશે કે એયરલાઈન કંપનીઓ તિબ્બત પરથી પ્લેન ઉડાવવા માટે તૈયાર કેમ નથી.

જણાવી દઈએ કે, કમર્શિયલ ફ્લાઈટના ઉડવા માટેની વધુમાં વધુ ઊંચાઈ 28 થી 35 હજાર ફૂટ કે 8000 મીટર જ છે. પણ અહીં 8000 મીટર કરતા ઊંચા પહાડ ફ્લાઈટ માટે ઉંધી દીવાલ બનીને ઉભા હોય છે તો પ્લેન ઉડાવવું સરળ નથી રહેતું. તેમજ બીજું કારણ તિબ્બતનું સમુદ્રની સપાટીથી હાઈ એવરેજ એલિવેશન છે.

આપણે બધા જાણીએ છીએ કે વાયુમંડળના ચાર આવરણ છે. અને પૃથ્વીની સૌથી નજીક ટ્રોપોસ્ફિયર છે જે જમીનની સપાટીથી 7 માઈલ ઉપર જાય છે. હિમાલય સરેરાશ 5 માઈલની ઊંચાઈ પર છે. તિબ્બત આપણા વાતાવરણમાં એક એવા બિંદુ પર સ્થિત છે જ્યાં એક આવરણ બીજા આવરણને મળે છે.

મોટાભાગના વિમાન ટ્રોપોસ્ફિયરની ઉપરની સીમા પર ઉડે છે. અને સ્ટ્રેટોસ્ફીયરની નીચેના ભાગમાં ઉડવાની સલાહ ત્યારે જ આપવામાં આવે છે, જયારે તમારી પાસે પૂરતી માત્રામાં ઓક્સિજન સપ્લાય હોય. તો મિત્રો આ બે કારણ છે જેના લીધે તિબ્બત પરથી વિમાન નથી ઉડતા.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ફ્રેક્ટીફિલ્ડના વિડીયો પરથી સંપાદન કરી લેવામાં આવી છે.