ખુશખબર, હવે મોબાઈલમાં રિચાર્જ કરાવવાની જરૂર નહિ પડે, સરકાર પોતે આપશે ઘરબેઠા ઇન્ટરનેટની સુવિધા

0
2589

હવે જમાનો આધુનિક થઇ ગયો છે. અને એને આધુનિક કરવામાં ઈન્ટરનેટનો ફાળો મહત્વનો છે. ઈન્ટરનેટનો વ્યાપ વધ્યા પછી આપણે દેશ દુનિયા સાથે જોડાવા લાગ્યા છે. જે લોકોને પહેલા ઈન્ટરનેટ વિષે ખબર ન હતી, એ પણ હવે યુ ટ્યુબ પર વિડીઓ જોઇને નવી નવી વસ્તુઓ શિખવા લાગ્યા છે. ગામડાના લોકો પણ હવે વિડીયો કોલ કરીને શેહેરમાં રહેતા પોતાના સંબંધીઓ સાથે જોડાયેલા રહે છે. આ બધું ઈન્ટરનેટને કારણે જ શક્ય થયું છે. અને આ બાબતે દેશની સરકાર પણ જરૂરી પગલા ભરી રહી છે.

અને દેશની સરકાર પણ ઈચ્છે છે કે દેશના તમામ નાગરિક ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે. એટલા માટે સરકાર સસ્તી ઇન્ટરનેટ સેવા પહોંચાડવા માટે ઉત્સાહિત છે. આ કામ માટે દેશની સરકારે આગળ વધી રહેલ ઇન્ડિયાનેટ યોજના હેઠળ કુલ 20,431 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

જણાવી દઈએ કે, સંદેશાવ્યવહાર મંત્રી રવિ શંકર પ્રસાદ દ્વારા રાજય સભામાં એક પ્રશ્નના લેખિત જવાબ મુજબ, ભારતનેટ પ્રોજેક્ટ્સ હેઠળ ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડને યુનિવર્સલ સર્વિસ ઑબ્લીગિશન ફંડ માટે 20,431 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં 10,286 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 10,145 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

દર મહિને એક વપરાશકર્તા કરે છે 52 જીબી ડેટાનો ઉપયોગ :

જણાવી દઈએ કે, સરકાર ભારતનેટ યોજના હેઠળ ગ્રામ પંચાયતોને જોડવાની ઇચ્છા ધરાવે છે. અને રવિશંકર પ્રસાદનું કહેવું છે કે, દર મહિને એક ઇન્ટરનેટ વપરાશકર્તા લગભગ 52 જીબી ડેટાનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, 4 જુલાઈ 2018 સુધીમાં સમગ્ર દેશમાં આશરે 3,45,779 કિ.મી. ઓપ્ટિકલ ફાઇબર કેબલ પથરાઇ ચુક્યા છે. અને આ ભારતનેટ પ્રોજેક્ટ્સ હેઠળ પ્રથમ તબક્કામાં 10,286 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 10,145 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

એમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ 1,31,392 ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. ઉપરાંત 1,20,562 ગામોમાં ઇન્ટરનેટ સેવા જલ્દી જ શરૂ કરવા માટે અમે તૈયાર છીએ. આ ભારતનેટ યોજનાના બંને તબક્કાનો કુલ ખર્ચ 45 હજાર કરોડ રૂપિયા છે. આ યોજના હેઠળ 2.5 લાખ ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની યોજના છે. તો આ પ્રોજેક્ટ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે સારા સમાચાર લઈને આવ્યો છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.