ખર્બોની માલિક છે નીતા અંબાણી, પણ એમની નાની બહેન કરે છે એવું કામ કે તમને ભરોસો નહિ થાય.

0
2400

ભારતમાં જો સૌથી અમીર માણસની વાત કરવામાં આવે તો એ છે, આપણા દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનું જ નામ આવે. અને એમની પત્ની છે નીતા અંબાણી. એમને પણ દરેક લોકો જાણે જ છે. કારણ કે નીતા અંબાણી પણ હંમેશા મીડિયાના સમાચારનો ભાગ બની રહે છે. અને પોતાના પતિની જેમ જ તે પણ ઘણી વધારે એક્ટિવ રહે છે.

એ વાત દરેક લોકો જાણે છે કે, નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન છે. સાથે જ તે આઇપીએલ ટિમ “મુંબઈ ઇન્ડિયન્સ”ની માલિક પણ છે. અને તે હંમેશા પોતાની ટીમને સપોર્ટ કરતા જોવા મળે છે. આ કારણે તે દેશભરમાં એક ચર્ચિત ચહેરો છે.

સ્વાભાવિક વાત છે કે ખરબોની સંપત્તિની માલિક હોવાના કારણે નીતા અંબાણીની લાઇફસ્ટાઇલ પણ ખુબ આલીશાન હશે. તેમની પાસે સારી સારી ગાડીઓ રહેલી છે. અને એમના પર્સનલ વિમાન પણ એમની અમીરીને ચાર ચાંદ લગાવે છે. આજે નીતા અંબાણી એટલી અમીર છે કે આખા મુંબઈને દત્તક લઇ શકે છે.

તમે બધા એ વાત સારી રીતે જાણો છો કે, નીતા અંબાણી ખુબ જ આલીશાન અને એશો આરામનું જીવન જીવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે એમની એક બહેન પણ છે. તેમની બહેનનું નામ છે મમતા દલાલ. અને તે ઘણું જ સાધારણ જીવન પસાર કરે છે.

દેશની આટલી મોટી વ્યક્તિની બહેન આજે એવું સાધારણ કામ કરે છે કે, તમે વિચારી પણ નહિ શકો. નીતા અંબાણી વિષે તો તમે બધા જાણો જ છો. પરંતુ અમે તમને નીતા અંબાણીની બહેન મમતા દલાલ વિષે કેટલીક જાણવા જેવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમને નહિ ખબર હોય.

મિત્રો રવીન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમાબેન દલાલની બે દીકરીઓ છે. પહેલી નીતા દલાલ અને બીજી મમતા દલાલ. નીતા મુકેશ અંબાણી સાથે લગ્ન કરીને નીતા દલાલથી નીતા અંબાણી બની ગઈ. ત્યાં તેમની બહેન મમતા દલાલ આ દિવસોમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકનું કામ કરે છે. અને તેમની બહેન નીતા અંબાણી પોતે જ આ સ્કૂલને સંભાળે છે. તો એમની બહેન મમતા એ જ સ્કૂલમાં શિક્ષકની ભૂમિકા ભજવે છે.

સાંભળવામાં થોડું વિચિત્ર લાગે. કારણ કે જો આપણા ભાઈ બહેન આટલા મોટા વ્યક્તિ હોય તો સ્વાભાવિક છે કે આપણે પણ કોઈ મોટા હોદ્દા પર જ ફરજ બજાવતા હોઈએ. પણ મમતા દલાલને સાદું જીવન જીવવું પસંદ છે. અને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, ઋતિક રોશન, એશ્વર્યા રાય, આમિર ખાન વગેરેના બાળકો પણ આ જ સ્કૂલમાં ભણે છે.

મમતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવું જણાવ્યું હતું કે, શાહરુખના દિકરાથી લઈને સચિનની દીકરી સુધી દરેકને તે ભણાવી ચુકી છે. પણ એમણે ક્યારેય કોઈ પણ સેલિબ્રિટીના બાળકો અને એક સામાન્ય વ્યક્તિના બાળકોમાં ફરફ કર્યો નથી. મમતા જણાવે છે કે મને નાના બાળકોને ભણાવવું સારું લાગે છે. તેમના અંદર બાળકોને ભણવાની ખુબ જિજ્ઞાસા રહે છે.

હવે દુનિયામાં એક તરફ નીતા અંબાણી હંમેશા મીડિયાની આંખોનો તારો બનીને રહે છે. તો બીજી તરફ એમની જ બહેન મમતા દલાલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે ખુબ સાધારણ જીવન જીવે છે અને એમાં જ ખુશ રહે છે. મમતા દલાલ ક્યારેક ક્યારેક પરિવારના ફકશનમાં જોવા મળે છે. સ્ટેટસમાં આટલું મોટું અંતર હોવા છતાં પણ, બંને બહેનો નીતા અને મમતાની વચ્ચે ખુબ સારા અને મજબુત સંબંધ છે.

એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે, મુકેશ અંબાણી સાથે લગ્ન કરવાના પહેલા નીતા પોતે પણ એક ટીચર હતી. આના પછી જયારે તેમની મુલાકાત મુકેશ સાથે થઇ તો બંને જણાએ લગ્ન કરી લીધા. લગ્નના ચાર પાંચ વર્ષ સુધી નીતા પણ એક ટીચરનું કામ કરતી હતી. થોડા સમય પછી નીતાએ પોતાના પતિના બિઝનેસમાં કામ કરવાનું શરુ કરી લીધું.

જો તમને નીતા અને મમતાની તેમના જીવનનું આ સત્ય જાણીને પસંદ આવ્યું હોય તો તમે તમારા મિત્રો અને સંબંધીઓને આ શેયર જરૂર કરજો.