નિર્જળા એકાદશી વર્ષની બીજી એકાદશી કરતા વધુ મહત્વ ધરાવે છે, આ વ્રતમાં પાણી પણ નથી પીવાતું.

0
1460

હિંદુ ધર્મમાં વ્રત-ઉપવાસનું ઘણું મહત્વ હોય છે. અને એમાં એકાદશીનું ખાસ મહત્વ હોય છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, અને એ બધામાં નિર્જળા એકાદશીનું મહત્વ સૌથી વધારે હોય છે. આ વખતે 13 જૂનના રોજ સૌથી મોટી નિર્જળા એકાદશી છે. અને પંચાંગમાં આ એકાદશીનું સૌથી વધારે મહત્વ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ એકાદશીને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. આ એકાદશી માટે એવી માન્યતા છે કે મહાભારત કાળમાં પાંડવ પુત્ર ભીમે આ વ્રત કર્યુ હતું, એટલા માટે આને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં માનતા લોકો આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરે છે. આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે. એવામાં જો તમે પણ આ દિવસે વ્રત કરવાના છો, તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. અને એ વાતો નીચે મુજબ છે.

નિર્જળા એકાદશીના રોજ ધ્યાનમાં રાખવાની જરૂરી વાતો :

1. જણાવી દઈએ કે આ પવિત્ર વ્રત કરનાર વ્યક્તિએ આની તૈયારી એક દિવસ પહેલા જ કરી લેવી જોઈએ. એટલે કે તમારે દશમના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ.

2. તેમજ દરેક ભક્તે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. અને આ દિવસે સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

3. આ દિવસે સ્નાન કરતા સમયે પવિત્ર નદીઓના નામનો જાપ કરવો. કારણ કે, એવું કરવાથી ઘરમાં જ ગંગા સ્નાનનું પુણ્ય મળી જાય છે.

4. ભક્તોએ સ્નાન પછી ભગવાન વિષ્ણુ સામે પોતાના વ્રતનો સંકલ્પ કરવો. અને ભગવાન સામે કહેવું કે, હું વ્રત કરવા ઈચ્છુ છું, તો અને આ વ્રત પૂરું કરવાની શક્તિ આપો.

5. નિર્જળા એકાદશીના ખાસ અવસર પર ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પીળા ફળ અને પીળા પકવાનનો ભોગ લગાવવો. એમની સામે દીવો કરી આરતી કરવી. તેમજ ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવો. અને એમની વિધિવત પૂજા કરવી.

6. એકાદશીના દિવસે પાણીનું દાન કરવું સારું ગણાય છે. તો પાણીની પરબ હોય ત્યાં માટલાનું દાન કરવું. શક્ય હોય તો ગૌશાળામાં ધનનું દાન કરવું.

7. અને આ એકાદશીની સાંજે તુલસીની વિશેષ પૂજા કરવી. અને સાંજે તુલસી પાસે દીવો કરવો અને એમની પરિક્રમા કરવી.

8. તેમજ આગળના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું. પૂજા-પાઠ કરવો. અને ત્યાર પછી જ પોતે ભોજન લેવું.

9. એ તો તમે જાણો છો કે, નિર્જળા એકાદશી કરનાર મોટાભાગના લોકો પાણી પણ પીતા નથી. તમે આ વ્રત કરવાના હોવ અને જો તમારા માટે પાણી વગર રહેવું શક્ય ન હોય, તો તમે ફળોનો રસ લેવો, પાણી, દૂધ, ફળાહારનું સેવન કરવું. પોતાની શક્તિ મુજબ વ્રત કરવું.

10. તમારે એકાદશીના દિવસે ધાર્મિક આચરણ જ કરવું. આ દિવસે ક્રોધ બિલકુલ ન કરવો. ધરમાં પણ શાંતિનું વાતાવરણ રાખવું. માતા-પિતાના આશીર્વાદ લેવા અને જીવનસાથીનું સન્માન કરવું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.