અહીં તળાવમાં નાખવામાં આવ્યા છે 96 લાખ બોલ, તમારી પાસે મગજ હોય તો જ સમજી શકશો આનું કારણ

0
1026

ઈન્ટરનેટ પર શોધખોળ કરતી વખતે ઘણી વાર રસપ્રદ વસ્તુ વિષે જોવા અને જાણવા મળે છે. હમણાં જ અમે અમેરિકાના કેલિફોર્નિયામાં લોસએન્જેલસ શહેરમાં ૯ કરોડ ૬૦ લાખ કાળા દડાથી ઢંકાયેલા એક તળાવનો ફોટો જોયો. હવે પ્રશ્ન એ છે કે છેવટે આની પાછળનું કારણ શું છે?

જણાવી દઈએ કે, વિશાળ માત્રામાં આ દડાને કોઈ વર્લ્ડ રેકોર્ડ બનાવવાના ઈરાદાથી નાખવામાં આવ્યા નથી. ખરેખર કેલિફોર્નિયા, અમેરિકાના સૌથી ગરમ વિસ્તારમાંથી એક છે. અને અહીંયા પાણીની અછતની સમસ્યા છે. ૧૨૫ એકરમાં ફેલાયેલ આ જળાશયમાં ૩ અરબ ગેલનથી વધુ પાણી સમાય છે.

ગરમીના લીધે પાણીને બાષ્પીભવન થતું બચાવવા રીફલેક્ટિવ કોટિંગ વાળા આ કાળા દડાને જળાશય પર ફેલાવવામાં આવ્યા છે, જેથી આ દડા સૂર્યના પ્રકાશનો સંપર્ક પાણી સાથે નહિ થવા દે. આવી રીતે ત્યાંના વૈજ્ઞાનિકો એ બાષ્પીભવનને ૯૦% સુધી રોકી પ્રતિવર્ષ ૩૦ કરોડ ગેલન પાણી બચાવવામાં સફળતા મેળવી છે.

જોકે વાત માત્ર પાણી બચાવવા સુધી સીમિત નથી :

પાણીમાં હંમેશા બ્રોમાઇડ નામનું કેમિકલ જોવા મળે છે, જે સામાન્ય રીતે નુકશાનકારક નથી. પણ જો પાણીમાં ક્લોરિન પણ હોય તો ક્લોરિન અને બ્રોમાઇડ સૂર્યના પ્રકાશમાં એકબીજા સાથે પ્રક્રિયા કરી બ્રોમેટ નામનું કેમિકલ બની જાય છે જે કેન્સર કરે છે.

આ તળાવમાં બ્રોમેટની માત્રના કારણે લોસ એન્જલસના અધિકારી ઘણા સમયથી ખૂબ જ પરેશાન હતા. બ્રોમાઇડ એટલું નાનું હોય છે કે, તેને પાણીમાંથી છૂટું કરવું અઘરું છે. ક્લોરીનનો ઉપયોગ નહિ કરીએ તો પાણી સ્વચ્છ કેવી રીતે થશે? એટલે પાણીને સુરક્ષિત રાખવા એક જ રીતે બચતી હતી કે, તેને સૂર્યના સંપર્કથી દુર રાખવામાં આવે અને તેનું પરિણામ કરોડો દડાના રૂપમાં બધાની સામે છે.

સારું છે આવી રીતે આ માણસો દર વર્ષે કરોડો ડોલર બચાવી રહ્યા છે. ૩૦ કરોડ ગેલન પાણીની બચત પણ કરી લીધી, આવી યુક્તિને બીજા જળાશય પર અજમાવાની તેમની તૈયારી પણ છે. પણ આપણે ભૂલી ગયા કે લાખો પક્ષીઓ પણ આ જળાશયમાંથી પાણી પીને પોતાની તરસ છીપાવે છે, જે હવે ક્યાંય બીજે ઉડી જવા તૈયારી કરતા હશે.

અમે ખુશ છીએ કે પાણી હવે સ્વસ્છ અને રોગમુક્ત થઈ જશે, પણ આપણે ભૂલી ગયા કે આ પાણીમાં સેવાળ જેવી વનસ્પતિઓ પણ ઉગતી હતી જે દડા આવવાથી પુરી રીતે સમાપ્ત થઈ ગઈ છે (આને પણ અધિકારીઓએ પોતાની ઉપલબ્ધિ પર પ્રચારીત કર્યા છે.)

અમે અહીંયા ઉચિત અને અનુચિતનો વિચાર નથી કરી રહ્યા :

પોતાની પ્રજાતિ માટે ઉત્તમ સ્વાસ્થ્યની વ્યવસ્થા કરવાનું આપણું કર્તવ્ય છે. પણ અમે ક્યારેક ક્યારેક વિચારીએ છીએ કે, શું એવો દિવસ આવશે જયારે આપણા એશઆરામ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની કિંમત કોઈ બીજાએ પોતાનું જીવન આપી ચૂકવવી જ પડે?

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.