નીચે ખેતર, ઉપર પાવર પ્લાન્ટ, ખેડૂતો માટે સરકારની નવી સ્કીમ.

0
1409

ખેડૂતો માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડતી રહે છે, આવી જ એક યોજના સરકાર બહાર પાડવા જઈ રહી છે, જેના વિષે જાણીએ વિગતવાર. ખેડૂતો માટે સરકારની આ નવી સ્કીમ આવી છે. જેથી તે તેમની આવક બમણી કરી શકે. અત્યાર સુધી સોલર પાવર પ્લાન્ટ ખેતી ન કરવામાં આવતી હોય ત્યાં ઉભા કરવામાં આવે છે. પરંતુ ખેડૂત ઈચ્છે તો સ્ટીલ્ટ પદ્ધતિથી ખેતર ઉપર ૫૦૦ કિલોવોટથી લઈને ૨ મેગાવોટ સુધીના સોલાર પ્લાન્ટ ઉભા કરી શકે છે. આ પ્લાન્ટ વીજળી વિતરણ કંપની સાથે જોડાયેલું છે અને આ પ્લાન્ટમાં ઉત્પાદન થતી વીજળી ડીસ્કોમ પાસે જતી રહેશે.

એટલા માટે ખેડૂતોનો સોલાર પાવર પ્લાન્ટ વીજળી કંપનીના સબ સ્ટેશનથી પાંચ કી.મી.ના અંતરે હોવો જોઈએ જેથી ટ્રાંસમિશનના વધુ ખર્ચથી બચી શકે. ડીસ્કોમને કોઈપણ પરિસ્થિતિમાં ખેડૂતના સોલાર પ્લાન્ટ માંથી ઉત્પન્ન થયેલી વીજળી ખરીદવાની રહેશે. વીજળી ખરીદવા માટે ખેડૂત અને ડીસ્કોમ વચ્ચે ૨૫ વર્ષ માટે પાવર પરચેજ એગ્રીમેન્ટ કરવામાં આવશે. ખેડૂતોની વીજળી ખરીદવા વાળી ડીસ્કોમને નવી અને નવીનીકરણ ઉર્જા વિભાગ (એમએનઆરઈ) સબસીડી તરીકે ૪૦ પૈસા પ્રતિ યુનિટની ચુકવણી કરશે.

ખેતી વાળી જમીનની ઉપર સ્ટ્રક્ચર ઉભા કરીને ખેડૂત સોલર પાવર પ્લાન્ટ ઉભા કરી શકશે.

એમએનઆરઈના જણાવ્યા મુજબ એવું નથી કે પાવર પ્લાન્ટ કોઈ એકલો ખેડૂત ઉભા કરશે. ઘણા ખેડૂત કે ખેડૂતોની સોસાયટી, પંચાયત, કોર્પોરેટીવ કોઈપણ આ સોલાર પાવર પ્લાન્ટ ઉભા કરી શકે છે. આશરે સોલર પ્લાન્ટ બિનખેતી વાળી જમીન ઉપર ઉભા કરવામાં આવતા હતા, પરંતુ ખેતી વાળી જમીન ઉપર સ્ટ્રક્ચર ઉભા કરીને ખેડૂત સોલર પાવર પ્લાન્ટ ઉભા કરી શકશે.

પરંતુ ખેડૂતે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેની ખેતી પ્રભાવિત નહિ થાય. તેને પણ સરકાર તરફથી પૂરી મદદ મળશે. જે ખેડૂત કે સમૂહમાં આ કામ કરવામાં સક્ષમ નથી, તે સોલર પાવર પ્લાન્ટ ઉભા કરવા માટે ડેવલપર્સની મદદ લઇ શકે છે. ખેડૂત ઈચ્છે તો પોતાની જમીનના લીજ રેંટ પણ ડેવલપર્સને આપી શકે છે. બદલામાં ખેડૂતને ફિક્સ આવક થતી રહેશે. ઉત્પન થયેલી વીજળીના ભાવ નક્કી કરવા માટે ડીસ્કોમ બિલ્ડીંગ પ્રક્રિયાની મદદ લઇ શકે છે. પરંતુ પાવર પરચેજ એગ્રીમેન્ટ (પીપીએ) ૨૫ વર્ષ માટે થશે.

સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના માટે લેટર ઓફ ઈશ્યોરેંસ બહાર કરવાના નવ મહિનાની અંદર પ્લાન્ટને સ્થાપિત કરવાનો રહેશે. આ કામમાં બે મહિનાથી વધુ મોડું થવા ઉપર પીપીએનો સમયગાળો ઓછો કરવામાં આવી શકે છે. વીજળીની ખરીદી કરવા વાળી ડીસ્કોમને એમએનઆરઈ તરફથી પાંચ વર્ષ માટે ૪૦ પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.