આ વ્યક્તિ આપી રહ્યો છે ફ્રી માં ન્યુઝીલેન્ડ ફરવાની તક, ઉઠાવો ફાયદો અને જઈને આરામથી ચીલ કરો

0
651

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તેને જીવનમાં એકવાર વિદેશ ફરવાની તક જરૂર મળે. જો તમે પણ ફરવાના શોખીન છો, તો તમારું આ સપનું એકદમ ફ્રી માં પૂરું થઈ શકે છે. કારણ કે, જર્મનીના પ્રખ્યાત બિઝનેસમેન કાર્લ રિપનને એવા જ લોકોની શોધ છે, જે વિદેશ ફરવાનું સપનું જુએ છે.

રિપને પોતાની એકલતા દૂર કરવા માટે 10 એવા લોકોની શોધ છે, જે ન્યુઝીલેન્ડમાં આવીને એમની એકલતા દૂર કરી શકે. બસ તમારે રિપનના સારા મિત્ર બનીને એની સાથે ઘણી બધી મસ્તી કરવાની છે. એમના ફાર્મહાઉસ પર તમને દુનિયાભરની તમામ સુવિધાઓ ફ્રી માં મળશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, રિપેનનું ફાર્મહાઉસ 220 હેકટરમાં ફેલાયેલું છે. જેનું નામ એમણે Awakino Estate રાખ્યું છે. જેને એમણે વર્ષ 2000 ખરીદ્યું હતું. ફાર્મહાઉસમાં તમારા માટે દુનિયાભરની દરેક સુવિધા હાજર છે.

હવે તમારા મનમાં સવાલની ઘંટી તો જરૂર વાગી રહી હશે કે, ભલું આટલો અમીર માણસ આવી શાનદાર ઓફર કેમ આપી રહ્યો છે? તો તમને જાણીને આશ્ચર્ય થશે કે, રિપનને પોતાના આ ફાર્મહાઉસમાં મિત્રોનો કમી ખુબ દુઃખી કરે છે, એટલે એમણે લોકોને આ શાનદાર ઓફર આપી છે.

રિપને એના માટે એક લોકલ ન્યુઝ પેપરમાં જાહેરાત પણ આપી છે. વિજ્ઞાપનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, 18 થી 70 વર્ષના કોઈ પણ વ્યક્તિ મારા ફાર્મહાઉસ પર રજા પસાર કરવા આવી શકે છે.

Awakino Estate પાસે આવેલી અવેકિનો નદીમાં તમે સ્વિમિંગ, ફિશિંગ, કાયાકિંગ, બર્ડ વૉચિંગની સાથે સાથે નદી કિનારે મોર્નીગ વોક અને ઈવનિંગ વોક પણ કરી શકો છો. જો તમને વાઈલ્ડ લાઈફનો શોખ છે, તો તમને અહીં ઘણી પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળી શકે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.