આજનો સમય ઝડપી થઈ ગયો છે. લોકો પોતાની સુવિધા માટે પોતાનું વાહન ખરીદવાનું વધારે પસંદ કરવાં લાગ્યા છે. આથી રોડ ઉપર તમને ઘણા વાહનો દોડતા જોવા મળે છે. અને વાહનો આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે. એવામાં વાત જયરે કોઈ અંગત વાહનની આવે છે, તો બે વસ્તુ સૌથી વધુ ખરીદીને ઘરે લાવવામાં આવે છે. પહેલી છે બે પૈડા વાળા વાહન (બાઈક, સ્કુટી, સાયકલ) અને બીજી વસ્તુ ચાર પૈડા વાળા વાહન(કાર). સામાન્ય રીતે આ બન્ને વસ્તુ ખરીદવા અને વેચવાનો ક્રમ દરેક ઘરમાં કાંઈક એકાદ વર્ષમાં ચાલતા જ રહે છે.
મિત્રો જયારે પણ કોઈના પણ ઘરમાં નવું વાહન લાવવામાં આવે છે, તો આખા ઘરમાં આનંદનું વાતાવરણ બની જાય છે. ઘરના દરેક સભ્ય આ નવા વાહન ઉપર બેસીને એને ચલાવવાનો આનંદ ઉઠાવવા માંગે છે. પરંતુ ઘણી વખત ઘરમાં લાવવામાં આવેલુ વાહન મુશ્કેલીનું કારણ પણ બની જાય છે. જેમ કે તમે બધા જાણો છો ભારતમાં દરરોજ ઘણા બધા રોડ અકસ્માત થાય છે. તેમાં ઘણી વખત લોકોના જીવ પણ જતા રહે છે. તેવામાં ઘણી વખત વાહન અકસ્માત થવામાં નસીબનો પણ મોટો હાથ હોય છે. જો તમારું નસીબ જ ખરાબ હોય તો અકસ્માત થવામાં વાર નથી લાગતી. અને ઘણી વખત સારા નસીબને કારણે અકસ્માત થવા છતાંપણ જીવ બચી જાય છે.
તો એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડા એવા ઉપાય અને વાતો જણાવવાના છીએ, જે તમારે કોઈ પણ નવું વાહન ખરીદતી વખતે જરૂર અજમાવવા જોઈએ. અને આ ઉપાયોથી નવા વાહનોને કારણે તમને કોઈપણ જાતના નુકશાન થવાની શક્યતા ના બરાબર થઈ જાય છે. તો આવો જાણીએ ક્યા છે તે ઉપાય.
૧. સૌથી પહેલા તો જયારે પણ તમે કોઈ નવું વાહન ખરીદીને લાવો તો હંમેશા મુહુર્તનું ધ્યાન રાખો. તમે એમ જ કોઈપણ સમયે ઘરમાં વાહન ખરીદીને ન લઈ આવો. અને ખાસ કરીને શનિવારના દિવસે તો કોઈપણ વાહનની ખરીદી ન કરો તો સારો. તમે નવું વાહન ખરીદવા માટે યોગ્ય મુહુર્ત કોઈ સારા પંડિતને પૂછી શકો છો. સારા મુહુર્તમાં ખરીદવામાં આવેલી કોઈપણ વસ્તુ સારા ડાયરેકશનમાં આવે છે.
૨. બીજું એ કે તમારા ઘરમાં વાહન લાવ્યા પછી તેની પૂજા પાઠ કરવાનું ભૂલશો નહિ. એના માટે તમે તેની ઉપર ફૂલોની માળા ચડાવો, અને સાથીયાનું નિશાન બનાવો. તેમજ વાહન સામે એક નારીયેલ પણ ફોડો અને આરતી પણ ઉતારો. ત્યાર પછી ભગવાનનું નામ લઈને જ તે વાહનનો ઉપયોગ કરવાનું શરુ કરો.
૩. તમારે નવા લીધેલા વાહનમાં ભગવાનની કોઈ મૂર્તિ કે ફોટો જરૂર લગાવવો જોઈએ. જો તમે કાર ખરીદી છે તો તેમાં મૂર્તિ રાખી શકાય છે અને બાઈક કે સ્કુટી ખરીદવા ઉપર તેમાં ભગવાનનો ફોટો કે સ્ટીકર ચોટાડી શકાય છે.
મિત્રો જયારે તમારા વાહન ઉપર ભગવાનનો હાથ રહેશે, તો અકસ્માત થવાનું આપોઆપ જ અટકી જશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે કારમાં મૂર્તિ રાખી રહ્યા છો તો રોજ ભગવાનની પૂજા કરવી અને બે હાથ જોડવાનું જરૂર ચાલુ રાખો.
૪. અંતમાં એક વાત જણાવી દઈએ, કે જયારે પણ તમે નવું વાહન પહેલી વખત શો રૂમ માંથી ચલાવીને ઘરે લાવવાના હોવ, ત્યાં તેના પૈડા નીચે એક નારીયેલ મૂકો અને પછી તમારી જ ગાડી આગળ વધારો. આ એક શુભ શુકન હોય છે જે તમારું રક્ષણ કરે છે.
આ તમામ ઉપાય તમારા ખરાબ નસીબથી થનારા અકસ્માતથી જ બચાવી શકે છે. પરંતુ જો તમે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા કે બેદરકારીથી ગાડી ચલાવો છો તો પછી આ ઉપાય પણ કોઈ કામના નહિ રહે.