જો વીજળી કપાઈ, તો દેશભરના ગ્રાહકોને મળશે વળતર, આવી રહી છે સરકારની નવી ટૈરીફ નીતિ

0
1500

નવી ટૈરીફ નીતિ અનુસાર આગલા ત્રણ વર્ષમાં દેશના ઘર ઘરમાં વીજળી કનેકશન અને ગ્રાહકના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાનો રસ્તો પણ સાફ થશે.

સામાન્ય બજેટમાં કંઇક મહત્વના સુધારાની ઘોષણા કર્યા બાદ સરકારની નજર વિજળી ક્ષેત્રમાં સુધારાને આગળ વધારવાની છે. આમાં સૌથી પહેલા નવી ટૈરિફ નીતિની કેબિનેટ નોંધ બધા સંબંધિત મંત્રાલયોમાં મોકલી દેવામાં આવી છે, જેના પર આગલા એક પખવાડિયાની અંદર નિર્ણય લેવાની આશા છે. નવી ટૈરીફ નીતિથી દેશભરમાં ગ્રાહકોને ચોવીસ કલાક વિજળી પુરવઠો સુનિશ્ચિત થશે.

વિજળીનો પુરવઠો બંધ થતાં ગ્રાહકને થતા નુકશાનની ચુકવણી કરવાની વ્યવસ્થા પણ તેમાં થશે. આ સિવાય વિજળીની ચોરી ના રોકી શકનાર કંપનીઓ પર દંડની વ્યવસ્થા પણ તેમાં છે. દરેક ગામ અને દરેક ઘરને વિજળીથી જોડ્યા બાદ નવી ટૈરીફ નીતિને વીજળી ક્ષેત્રમાં સૌથી મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે.

વિજળી મંત્રાલયના મોટા અધિકારી મુજબ નવી શુલ્ક નીતિ દેશમાં વિજળી સબસીડી આપવાની વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેશે. આમાં એ સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ છે કે, જેને પણ વિજળી સબસીડી આપવામાં આવે તે ગ્રાહકને સીધા અને માત્ર એના બેન્કના ખાતામાં જમા કરવાની ડીબીટી યોજના મુજબ આપવામાં આવશે. આ માટે રાજ્યોએ એક વર્ષની અંદર વિજળી સિંચાઈ કરવાવાળા ખેડૂતોનો રેકોર્ડ અને બેન્ક અકાઉન્ટનું વિવરણ તૈયાર કરવું પડશે, જેથી આગળના વિતેલ વર્ષની વિજળીની સબસીડી સીધી તેમના ખાતામાં જ જાય.

નવી ટૈરીફ નીતિ મુજબ આગળના ત્રણ વર્ષમાં દરેક ઘરમાં વીજ કનેકશન, ગ્રાહકના ઘરમાં સ્માર્ટ મીટર લાગવવાની વ્યવસ્થા પણ સરળ થશે. આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સ્તરે પ્રયત્ન કરશે. સામાન્ય ગ્રાહકોને એકદમ સામાન્ય શરતો પર સ્માર્ટ મીટર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે વીજ વિતરણ કંપનીઓએ કોઈ પણ કિંમત પર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન (ટી એન્ડ ડી) હાનિ ઘટાડી ૧૫% પર લાવવી પડશે. આવામાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોને ઘણા પ્રયત્નો કરવા પડશે કેમ કે આ બંને રાજ્યોમાં ટી એન્ડ ડી થી થવા વાળા નુકશાનનું સ્તર ઘણું વધારે છે.

જે રાજ્યોમાં વીજ હાનિ ૧૫% થી વધારે છે, ત્યાંની વિતરણ કંપનીઓએ ભારે નુકશાન ભોગવવું પડી શકે છે. કેમ કે એક નવા કાયદામાં તેમના માટે વીજળીના ખર્ચમાં એટલી જ વીજળીને જોડવાની અનુમતિ રહેશે જેટલી આપૂર્તિ કરવામાં આવી છે.

હજુ ટી એન્ડ ડીથી થનાર નુકસાનને પણ વીજની પુરી કિંમત નક્કી કરવામાં જોડવામાં આવે છે. આનો અર્થ એમ થયો કે જે લોકો વીજ ચોરી કરે છે એમનો ભાર એ ગ્રાહકો પર પડે છે જે વિજળી બિલ ભરે છે. નવો નિયમ વીજ વિતરણ કંપનીઓ પર જ દંડ લગાવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.