તારક મેહતા શો માં થવા જઈ રહી છે નવી સોનુની એન્ટ્રી, નવી સોનુનું નામ તમને ચકિત કરી દેશે, જાણો વધુ વિગત

0
2596

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પરનો સૌથી પ્રિય ફેમેલી કોમેડી શો છે. એના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. અને આ શો ની પોપ્યુલારિટી પણ ઘણી વધારે છે. ઘણા વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. આમ તો આ શો ના બધા પાત્રો લોકોને પ્રિય છે, પણ એમાંથી ચંપક લાલ, જેઠાલાલ, દયાભાભી, બબીતા અને ભીડેને વધારે પસંદ કરવામાં આવતા પાત્રો છે. અને બાળ પાત્રની વાત કરવામાં આવે તો ટપુ અને સોનુને વધારે પસંદ કરવામાં આવે છે.

જો કે ઘણા લાંબા સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ની દયાબેન શો માંથી ગાયબ છે. અને તેમના પાછા આવાવના હાલમાં કોઈ ચાન્સ નથી. એ કારણે શો થોડો ફિક્કો તો લાગે છે, પણ એટલો વધારે ફરક નથી પડ્યો. દયાભાભી સિવાય સોનુ પણ ઘણા સમયથી શો ની બહાર છે. અને હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે કે, શો માં ટૂંકમાં જ નવી એન્ટ્રી થવાની છે. જોકે એ દિશા વાકાણી નહીં હોય પરંતુ ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મરામ ભિડેની દીકરી સોનુની એન્ટ્રી હશે.

અત્યાર સુધી સોનુની ભૂમિકા નિધિ ભાનુશાળી ભજવી રહી હતી. અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં નિધિ ભાનુશાળીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ને અલવિદા કહ્યું હતું. જણાવી દઈએ કે, હાલ મુંબઈની એક કોલેજમાં BAનો અભ્યાસ કરતી નિધિએ ઉચ્ચ અભ્યાસ માટે શો છોડી દીધો હતો. એ પછી શો ના મેકર્સ નવી સોનુની શોધમાં લાગી ગયા હતા.

અને હાલમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર એવા સમાચાર સામે આવ્યા છે કે, શો માં સોનુની ભૂમિકા ભજવવા માટે બે એક્ટ્રેસના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એક એક્ટ્રેસ છે જીનલ જૈન અને બીજી છે પલક સિદ્ધવાની. આ બે માંથી કોઈ એક એક્ટ્રેસ સોનુ ભિડેની ભૂમિકામાં જોવા મળશે એવી સંભાવના છે. ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઘણા ઓડિશન લીધા પછી શો ના મેકર્સે સોનુની ભૂમિકા માટે જીનલ જૈન અને પલક સિદ્ધવાની પર પસંદગી ઉતારી છે.

હવે શો ના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી બંનેમાંથી કોઈ એક એક્ટ્રેસને સોનુ ભિડેના રોલ માટે ફાઈનલ કરશે. પલક સિદ્ધવાની હજુ તો આ ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને માત્ર થોડી જાહેરાતોમાં જ દેખાઈ છે. જ્યારે જીનલ જૈન ‘પવિત્ર રિશ્તા’ અને ‘યે વાદા રહા’ જેવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. છેલ્લે જીનલ ‘પ્યાર કે પાપડ’ માં દેખાઈ હતી. હવે જોઈએ કોણ આ રોલ માટે ફાઇનલ થાય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.