૧ જાન્યુઆરીથી વાહનો ઉપર લાગુ થઈ ગયા નવા નિયમ, સારી રીતે સમજી લો નહિ તો હંમેશા માટે ગાડી થઈ જશે જપ્ત

0
9954

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો નવું વર્ષ શરુ થઈ ગયું છે. નવા વર્ષમાં લોકો ઘણી નવી નવી અપેક્ષાઓ રાખે છે. જેમાંથી થોડી અપેક્ષાઓ એમના ન હોવા છતાં પણ એમની સામે આવી જાય છે. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સરકારે વાહનોને લઈને એક એવો નિયમ અમલમાં લાવી દીધો છે. જેના વિષે આપણા દેશના બધા વાહન ચાલકે જાણવું ઘણું જરૂરી છે. તેવામાં જો તમે વાહન ચલાવો છો તો તમે આ સમાચારને છેલ્લે સુધી વાંચો.

મિત્રો તમે બધા સારી રીતે જાણો છો કે આપણા દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને કેટલી ખરાબ સ્થિતિ છે. આપણે ત્યાં એમની હાલત ઘણી દયનીય છે. માટે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે એક નવો નિર્ણય અમલમાં મૂકી દીધો છે. જેથી દરેક વાહન ચાલકે આ નિર્ણયનો અમલ કરવો ઘણો જરૂરી છે. અને જો આ નિયમનું કોઈપણ ઉલંઘન કરશે તો તેમની ગાડી ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે. આ નિયમનું ઉલંઘન કરવાથી ગાડી જપ્ત કરવામાં આવશે અને દંડ પણ થશે.

તો આ નિયમ મુજબ ખાસ કરીને સરકાર દ્વારા ઓટો રીક્ષા અને ઈ-રીક્ષા સિવાયના તમામ સાર્વજનિક વાહનો ઉપર પૈનીક બટન અને જીપીએસ સીસ્ટમ લગાવવું ફરજીયાત થઇ ગયું છે. આ વાહનોને ૩૧ ડીસેમ્બર પહેલા પોતાના વાહનો ઉપર પૈનીક બટન અને જીપીએસ સીસ્ટમ લગાવવી ફરજીયાત હતું. તેનું ઉલંઘન કરવા વાળા પર સખત કાર્યવાહી થશે. ૧ જાન્યુઆરીથી નવો નિયમ અમલમાં આવ્યો છે અને આ નિયમ ઉલંઘન કરવા ઉપર દંડ પણ કરવામાં આવશે.

આ નિયમ અંતર્ગત રાજસ્થાન રોડવેઝની 10 લક્ઝરી અને એટલી જ સામાન્ય બસોમાં વર્ષની શરૂઆત પહેલા જ પૈનિક બટન, સીસી ટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિયમ લાગ્યું કર્યો છે. તેમજ આખા દેશની તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટના રૂપમાં ઉપયોગમાં લેવાતી બસોમાં પણ આ પ્રકારના ઉપકરણ લગાવવા ફરજીયાત છે. 23 સીટ કરતા ઓછી સીટો વાળી બસમાં સીસી ટીવી લગાવવા પર છૂટ છે, પણ પૈનિક બટન અને જીપીએસ લગાવવું જરૂરી છે.

કઈ રીતે કરશે કામ?

ભયનો અનુભવ થવા પર મહિલાઓએ પૈનિક બટન દબાવવું પડશે.

SMS દ્વારા બસનો નંબર અને લોકેશન નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે.

લોકેશન પર મદદ માટે તરત ટીમ પહોંચી જશે અને આગળ કાર્યવાહી કરશે.

શું ફાયદો થશે?

બસમાં છેડછાડ કરવા વાળા તરત પકડાય જશે.

બસ ભટકી જવા પર GPS થી લોકેશન મળી જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.