હવેથી લાગુ થઈ ગયા છે દરેક કારોમાં આ 5 સેફટી ફીચર્સ, તેના વગર કાર ચલાવવી થશે મુશ્કેલ.

0
937

મિત્રો, વાહનોની સંખ્યા વધ્યા પછી દેશમાં રોડ અકસ્માતના ઘણા બધા બનાવો બની રહ્યા છે. એના ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયત્ન રૂપે રોડ પરિવહન રાજમાર્ગ મંત્રાલયે નવા આદેશ હુકમો બહાર પાડ્યા છે. અને નવા નિયમો મુજબ હવે કારમાં 5 પ્રકારના ખાસ સેફટી ફીચર્સ લગાવવા ફરજીયાત થશે. જણાવી દઈએ કે આ સેફટી નોર્મ્સના નામ ‘AIS-145 સેફટી નોર્મ્સ’ રાખવામાં આવ્યા છે.

ગાડીમાં ફીચર્સ વધશે એટલે પહેલાની સરખામણીમાં કિંમતમાં વધારો થઇ શકે છે. અને કાર કંપનીઓના જણાવ્યા અનુસાર નવા નિયમો લાગુ થવાથી ગાડીઓની કિંમતમાં ૩૦ હજાર રૂપિયા સુધીનો વધારો થઇ જશે. તો આવો તમને એ ફીચર્સ વિષે જણાવીએ. અને જો તમે એક નવી કાર ખરીદવા જઈ રહ્યા છો, તો આ ફીચર ઉપર પણ એક નજર નાખી લો.

1. સ્પીડ એલર્ટ સીસ્ટમ :

હંમેશા એવું જોવા મળે છે કે, લોકો હાઈ સ્પીડમાં ગાડી ચલાવે છે, એના કારણે ઘણી વખત અકસ્માત થતા હોય છે. આ અકસ્માતને અટકાવવા માટે સરકારે ૧ જુલાઈ ૨૦૧૯ થી કારમાં ઓડીબલ સ્પીડ એલર્ટ સીસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સિસ્ટમને કારણે જેવી તમારી કાર ૮૦ km/h ની સ્પીડ પાર કરશે, તો કારમાં લાગેલા ડિવાઈસમાં એલર્ટ વોઈસ વાગવા લાગશે અને તમને સ્પીડ વધવાની જાણ કરશે. જેથી ડ્રાઈવર સ્પીડ ઓછી કરીને સુરક્ષિત રીતે કાર ચલાવી શકે.

2. સીટ બેલ્ટ રીમાઈંડર :

આમ તો સીટ બેલ્ટ રમાઈંડર જેવા ફીચર મોંઘી કારોમાં જોવા મળતા હોય છે, પણ હવે ૧ જુલાઈથી આ ફીચર તમામ કારોમાં પણ ફરજીયાત થઇ ગયા છે. મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો સીટ બેલ્ટ લગાવ્યા વગર જ કાર ચલાવે છે. જો અકસ્માત સમયે ભારે પડી શકે છે. દરેક કાર ચાલક અને મોટા વાહન ચાલક માટે સીટ બેલ્ટ સેફટી ઘણી જરૂરી છે. અને સીટ બેલ્ટ રીમાઈંડરની મદદથી ડ્રાઈવ કરતી વખતે તમે સીટ બેલ્ટ નહિ લગાવો, તો તમને બીપનો અવાજ સંભાળવા મળશે. આ ઘણું ઉપયોગી ફીચર છે.

3. એંટી લોક બ્રેકીંગ સીસ્ટમ (ABS) :

મિત્રો, ABS એટલે કે એંટી લોક બ્રેકિંગ સીસ્ટમ વિષે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. આ ABS ફીચરની મદદથી અચાનક બ્રેક લગાવવાથી ગાડી સ્લીપ નથી થતી, અને અસરકારક બ્રેકીંગ મળે છે. સાથે જ ડ્રાઈવરનું સ્ટેયરીંગ ઉપર કંટ્રોલ પણ જળવાઈ રહેશે. નવા સેફટી નિયમો મુજબ હવે આ ફીચર તમામ કારોમાં બેસીસ મોડલમાં પણ આવવા લાગ્યા છે.

4. રીવર્સ પાર્કિંગ એલર્ટ સીસ્ટમ :

કારનું આ ફીચર એક બેઝિક ફીચર છે, પરંતુ ઘણું કામનું છે. હંમેશા ગાડી પાર્ક કરતા સમયે પણ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. તેવા સમયે બચાવ માટે રીવર્સ પાર્કિંગ એલર્ટ સીસ્ટમ ઘણી અસરકારક સાબિત થાય છે. કેમેરા અને સેન્સરની મદદથી પાછળની ગાડીઓ, વસ્તુઓ અને વ્યક્તિઓ વિષે ખબર પડે છે, આથી કોઈને નુકશાન પહોંચાડ્યા વગર ગાડી પાર્ક થઇ શકે છે.

5. એયરબેગ :

એયરબેગની વાત કરીએ તો કારમાં એયરબેગ પહેલા પણ આવતી જ હતી, પણ માત્ર ટોપ મોડલ્સમાં જ. પણ નવા નિયમો મુજબ હવેથી ઓછામાં ઓછું ડ્રાઈવર માટે એયરબર્ગ લગાવવું ફરજીયાત થયું છે. નવી ગાડી લેતા સમયે ધ્યાન રાખશો કે બેઝિક મોડલમાં માત્ર ડ્રાઈવર સાઈડ જ એયરબર્ગ મળે છે. થોડા પૈસા વધુ ખર્ચ કરીને તમને ડ્રાઈવરની બાજુની બેગ્સની પણ સુવિધા મળશે. તો એવી સુવિધા લેવા પ્રયત્ન કરવો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.