નવા નિયમ : ટેક્સ અને બેન્કિંગના નિયમોમાં થયા આ પરિવર્તન, બેંક સેવાઓ થઈ મોંઘી.

0
147

1 ઓગસ્ટથી બદલાઈ ગયા આ નિયમો, જાણો કઈ બેંકે કેટલો ચાર્જ વધાર્યો, અને ટેક્સ બાકી હોય તો કેટલો દંડ થશે?

મહામારી વચ્ચે 1 ઓગસ્ટથી થયેલા ટેક્સ અને બેન્કિંગના નિયમોના પરિવર્તનની તમારા ખીસા પર સીધી અસર થઈ શકે છે. આરબીઆઇ અને કેંદ્ર સરકારના આર્થિક વૃદ્ધિના લક્ષ્યને જોઈને ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં વૃદ્ધિની સંભાવના નથી દેખાઈ રહી. મોંઘવારીના દરમાં વૃદ્ધિ પણ મુશ્કેલી વધારી શકે છે.

જોકે એ રાહત થઈ છે કે હવે અઠવાડિયાના સાતેય દિવસ પગાર, પેંશન અને બિલની ચુકવણી થશે. બેંકોની નેશનલ ઓટોમેટેડ ક્લીયરીંગ હાઉસ સેવા રોજ કાર્યરત રહેશે. વીજળી, રાંધણ ગેસ, ટેલિફોન, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડની ચુકવણી પણ સાતેય દિવસ થઈ શકશે.

ટેક્સ બાકી હોવા પર દંડ :

આયકર વિભાગના નવા નિયમો અનુસાર, 2020-21 માટે એક લાખ રૂપિયા અથવા વધારે સેલ્ફ અસેસમેંટ બાકી હોવા પર કરદાતાઓએ દંડ ચૂકવવો પડશે. આયકર અધિનિયમ 1961 ની કલમ 234 A અંતર્ગત પ્રતિ મહિને એક ટકા દંડ આપવો પડશે. વરિષ્ઠ નાગરિકો પર આ નિયમ લાગુ નહિ પડે.

બેંકની સેવાઓ થઈ મોંઘી : આઈસીઆઈસીઆઈની હોમ બ્રાન્ચમાંથી દર મહિને એક લાખથી વધારે અને એક દિવસમાં 25 હજારથી વધારે લેવડદેવડ પર 5 રૂપિયા પ્રતિ 1000 રૂપિયા અથવા ઓછામાં ઓછા 150 રૂપિયા દંડ ભરવો પડશે. ગ્રાહકે 25 થી વધારે પ્રતિ 10 ચેક પર 20 રૂપિયા વધારે આપવા પડશે.

ત્રણ નાણાકીય વ્યવહાર મફત : મુંબઈ, નવી દિલ્લી સહીત 6 મેટ્રો શહેરોમાં એક મહિનામાં ત્રણ નાણાકીય વ્યવહાર અને બિન-નાણાકીય વ્યવહાર મફત. તેનાથી વધારે દરેક નાણાકીય વ્યવહાર માટે 20 રૂપિયા ચૂકવવા પડશે. બિન-નાનકીય વ્યવહાર પર 8.50 રૂપિયા ચૂકવવા પડશે. બીજી બેંકોના એટીએમમાંથી રકમ ઉપાડવા પર 15 ની જગ્યાએ 17 રૂપિયા આપવા પડશે. તેમજ બિન-નાણાકીય વ્યવહાર પર 5 થી 6 રૂપિયા વધારવામાં આવ્યા છે.

એસબીઆઈ હોન લોન પર પ્રોસેસિંગ ફી નથી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી હોમ લોન લેવા પર 31 ઓગસ્ટ સુધી પ્રોસેસિંગ ફી નહિ આપવી પડે. બેન્કે આ રાહત મોન્સૂન ધમાકા ઓફર અંતર્ગત આપી છે. બેંક લોનના લગભગ 0.40 % ફી ના રૂપમાં લે છે.

ફોર્મ 15 સીએ / 15 સીબી ભરવાની તારીખ લંબાવાઈ : મહામારીને જોતા આયકર વિભાગે રાહત આપતા ફોર્મ 15 સીએ / 15 સીબી ભરવાની અંતિમ તારીખ વધારીને 15 ઓગસ્ટ 2021 કરી દીધી છે. વિદેશમાં પૈસા મોકલવા વાળા કરદાતાઓ માટે બંને ફોર્મ ભરવા જરૂરી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.