નવો કાયદો : હવે તમારી ગાડીની હેડલાઇટ 24 કલાક ચાલુ રાખવી પડશે, જાણો કેમ, એની પાછળનું કારણ કયું છે

0
1773

આપણે ત્યાં નવા નવા કાયદા આવતા રહે છે. જો તમને યાદ હોય તો છેલ્લા કેટલાક સમયથી એક એવી જાહેરાત કરીને ભારતમાં ટુ-વ્હીલર વાહન વેચવાની વાત કરી રહ્યા હતા, જેમાં AHO એટલે કે ઓટો હેડલાઇટ ઓન લાગેલું હોય. એવામાં કેન્દ્ર સરકાર દિલ્હીની જનતા માટે એક નવો નિયમ લઈને આવી છે.

દિલ્લીના રસ્તા પર હવે દિવસમાં પણ ચાલશે હેડલાઇટ :

સરકારના નવા નિયમો અનુસાર હમણાં દિલ્લીના રસ્તા પર ટુ-વ્હીલરની હેડલાઇટ દિવસમાં પણ ચાલુ રહેશે. આનો અર્થ એ થયો કે વાહનમાં એએચઓ લગાવવામાં આવેલા હોવાના કારણે દિવસમાં પણ વાહનોની હેડલાઇટ ચાલુ રહેશે. અને જ્યાં સુધી વાહનને બંધ કરવામાં ન આવે, ત્યાં સુધી તે ચાલુ જ રહેશે. તેમજ તેમાં હેડલાઇટ ચાલુ-બંધ કરવાનું કોઈ બટન નથી હોતું.

આ છે સરકારનો નવો નિયમ :

જાણકારી અનુસાર ભારતમાં દરેક નવા વાહનોમાં AHO લગાવીને વેચવામાં આવશે, અને તેના કારણે દિલ્લી જેવા શહેરોમાં પણ વાહનોની હેડલાઇટ દિવસમાં પણ ચાલુ રહેશે. હવે AHO જે નવા જે વાહનો વેચાઈ રહ્યા છે તેમાં પહેલાથી જ આવે છે. અને આને રાખવાનું મુખ્ય કારણ ટુ-વ્હીલરના કારણે થતી દુર્ઘટનાને રોકવાનું છે.

હવે હમણાં આ નહિ રાખવું પડે :

મિત્રો પહેલા આપણે રસ્તા પર કોઈ વાહન જતું હોય અને તેની લાઈટ ચાલુ રહી ગઈ હોય ત્યારે આપણે તે વાહન ચાલકને લાઈટ બંધ કરવાનો ઇસારો કરતા હતા. પણ હમણાં આપણે તેવું કરવાનું રહશે નહિ. કારણ કે નવી બાઇકમાં લાઈટ ચાલુ બંધ કરવાનો વિકલ્પ નથી અને જૂની બાઈકમાં પણ સરકારે નિર્દેશ અનુસાર દિવસમાં લાઈટ ચાલુ રાખવી  પડશે એટલે તમારે કોઈ વાહનની લાઈટ ચાલુ હોય તો તેને બંધ કરવાનો ઈશારો કરવાની જરૂર નથી.

હેડલાઇટ ચાલુ રાખવાથી વાહનને નહિ થાય નુકશાન :

દેશના ઘણા લોકો સરકાના આ નિયમનું પાલન ન કરીને, તે પોતાની નવી બાઈક કે વાહનને સર્વિસ સેન્ટર લઈ જઈને પોતાના વાહન માંથી આ સિસ્ટમ કાઢવાનો પ્રયત્ન કરે છે. પણ જણાવી દઈએ કે આ સીસ્ટમ નાખવાથી તમારા વાહનને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.

આ નિયમ લાવવાનું કારણ વાહનોના થતા અકસ્માતના છે :

મિત્રો ભારતમાં દર વર્ષે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. અને તેમાં સૌથી વધારે અકસ્માત ટુ-વ્હીલરના કારણે થતા જોવા મળે છે.

રોડ અકસ્માતમાં થશે ઘટાડો :

મળેલી જાણકારી અનુસાર જે પણ દેશોએ આ નિયમ અપનાવ્યો છે, ત્યાં ટુ-વ્હીલરના થતા અકસ્માત બીજા દેશો કરતા ઓછા જોવા મળે છે. વાહનની હેડલાઇટના સતત ચાલુ રહેવાને કારણે સામેથી આવતા બીજા વાહન ચલાવનારને ખબર પડી જાય છે કે વિરુદ્ધ દિશા માંથી વાહન આવે છે, અને સામેથી આવતા વાહનથી તેઓ સાવધાન થઇ જાય છે. હેડલાઇટ ચાલુ રહેવાના કારણે સામે કે પાછળ આવનારા વાહન સાવચેત થઇ જાય છે અને તે બીજા વાહન કરતા અમુક અંતર રાખીને વાહન ચલાવે છે. આના કારણે અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિયમ લોકો માટે ખુબ ફાયદાકારક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.