ક્રાતિકારી : અંગ્રેજોના જમાનાથી ચાલતી પરંપરાઓ તોડી દીધી આ મહિલા ફાઇનાન્સ મિનિસ્ટરે, જાણો કઈ

0
1480

ઇન્દિરા ગાંધી પછી નિર્મલા સિતારામન બીજી એવી મહિલા છે, જે દેશનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે. અને આ બજેટની ખાસ વાત એ છે કે, આ વખતનું બજેટ આખા દેશમાં રજૂ થતા બજેટથી ઘણી બાબતોમાં અલગ છે.

સૌથી મોટી વાત એ છે કે, આ વખતે આ બજેટનું નામ બદલી દીધું છે. હવે આનું નવું નામ ખાતા વહી છે. આ સિવાય બીજો એક ફેરફાર પણ છે, અને એ ફેરફાર એવો છે કે, પારંપરિક રીતે બજેટ રજૂ કરવા માટે બધા દસ્તાવેજ એક ચામડાના બેગમાં રાખવામાં આવતા હતા. પણ હવે તેની જગ્યા લાલ કાપડાએ લઈ લીધી છે. નિર્મલા સિતારામન વહી-ખાતું રજૂ કરવા જઈ રહી છે, અને તે કોઈ બેગમાં નહીં પણ એક લાલ રંગના કપડામાં બાંધેલું હશે, જેના પર અશોક સ્તંભના સિંહવાળા ભાગનો સિક્કો બનેલો છે.

ચામડાના બેગમાં કેમ રજૂ કરવામાં આવતું હતું બજેટ?

બજેટ ફ્રાન્સિસ શબ્દ ‘બોગેટી’ થી બનેલો છે. આનો અર્થ ચામડાનો થેલો એમ થાય છે. પહેલી વખત ૧૮૬૦ માં બ્રિટનમાં ‘ચાંસલર ઓફ ધી એક્સયચેકર ચીફ’ વિલિયમ એવટ ગ્લૈડસ્ટન દેશના હિસાબ કિતાબના દસ્તાવેજ એક ચામડાના બેગમાં લઈને આવ્યા હતા. તેમજ બ્રિટનની મહારાણીએ બજેટ રજૂ કરવા માટે આ ચામડાનું સૂટકેસ જાતે જ ગ્લૈડસ્ટનને આપ્યું હતું. એ પછી બજેટ ચામડાના બેગમાં રજૂ થવા લાગ્યું. જયારે ભારત આઝાદ થયું ત્યારે પણ આ પરંપરા ચાલુ રહી. દુર્ભાગ્યવશ ત્યારથી શરુ થયેલી પરંપરા ને આઝાદ થયા પછી પણ ચાલુ રખાઈ હતી.

અંગ્રેજો પાસેથી ભારતમાં આ પરંપરા આવી છે. સંસદમાં બજેટવાળા દિવસે પણ બ્રીફકેસ લઈને આવવું અંગ્રેજોની પરંપરા છે. બજેટના દિવસે નાણામંત્રી ચામડાની એક બેગ અથવા બ્રીફકેસ લઈને સંસદ આવે છે. જેમાં દેશ ની ખાતાવહી મુકાયેલી હોય છે. પણ નિર્મલા સીતારમણે એ કામ કરી બતાવ્યું જે કોઈ પુરુષ નાણાં મંત્રી નથી કરી શક્યા. લાલ રંગના મખમલ ના કપડામાં ખાતાવહી રજૂ કરવાની ભારતીય પરંપરા આગળ વધારી પશ્ચિમી ગુલામી ની માનસીકતા તોડવાનું શુભ કાર્ય કર્યું છે.

બીજી એક માન્યતા છે.

ઇંગ્લેન્ડના તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર સર રોબોર્ટ વાલપોલને ૧૭૩૩ માં દેશનો હિસાબ કિતાબ રજુ કરવાનો હતો. તે એના માટે તમામ કાગળોને ચામડાના બેગમાં લઈને આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે, જયારે ફ્રાંસના સંસદમાં હજાર લોકોએ એમને પૂછ્યું કે એ બેગમાં શું છે? ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે બજેટ છે. ત્યારથી દેશમાં હિસાબ કિતાબ માટે કાગળને બજેટ કહેવામાં આવે છે, અને ત્યારથી બેગ પણ પ્રણાલીમાં આવી ગયું.

શું હોય છે ખાતા વહી?

કોઈ પણ દુકાનમાં જાવ તો ત્યાં તમને એક લાલ કપડાં વાળી ડાયરી મળશે. આ ડાયરીમાં દુકાનદાર પોતાના ખરીદ વેચાણનો હિસાબ કિતાબ રાખે છે, સામાનની એન્ટ્રી રહે છે. જો કોઈ પાસેથી પૈસા લીધા હોય તો તે પણ લખવામાં આવે છે, અને જો કોઈને ઉધાર પૈસા આપ્યા હોય તો એ પણ લખવામાં આવે છે. આને જ તેઓ ખાતા વહી કહે છે. ખાતા વહી કોઈ કારોબારનો દસ્તાવેજ હોય છે, જેમાં નિશ્ચિત સમય પર લીધેલા અને આપેલા પૈસાનો હિસાબ કિતાબ રાખવામાં આવે છે. કોઈ ખાસ વ્યક્તિ કે કોઈ ખાસ કંપની પાસેથી કરેલી લેવડ દેવડને એ કંપની કે એ વ્યક્તિનું ખાતું કહેવામાં આવે છે.

કેમ બદલ્યું નામ અને બેગના બદલે લાલ કપડું કેમ આવી ગયું?

ભારતના મુખ્ય નાણાંમંત્રીના સલાહકાર છે કે. સુબ્રમણ્યમ. એમણે જણાવ્યું કે લાલ રંગ શુકન એટલે કે શુભનું પ્રતીક છે. આથી નાણાં મંત્રીની બજેટની ફાઇલ લાલ રંગની છે. આ પશ્ચિમી વિચારોની ગુલામીમાંથી બહાર નીકળવાનું પ્રતીક છે. અને સૌથી ખાસ વાત એ છે, કે આ બજેટ નહીં પણ ખાતા વહી છે.

આ માહિતી લલ્લન ટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.