નવી મારુતિ સ્વીફ્ટ થઈ લોન્ચ, બ્લેક થીમને કારણે મળે છે શાનદાર લુક

0
112

મારુતિએ લોન્ચ કર્યું સ્વીફ્ટનું નવું વર્ઝન, જાણો તેના ફીચર્સ અને કિંમત. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની બેસ્ટ સેલિંગ હેચબેક સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન વર્ઝન લોન્ચ કરી દીધું છે. કંપનીએ કહ્યું છે કે, સ્વિફ્ટના સ્પેશિયલ એડિશનને ‘બ્લેક થીમ’ સાથે રજૂ કરવામાં આવ્યું છે.

જો કે, મારુતિ સુઝુકીની નવી સ્વીફ્ટ માટે ગ્રાહકોએ રેગ્યુલર મોડેલ કરતાં 24,999 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. હાલમાં બજારમાં સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.19 લાખથી 8.02 લાખ રૂપિયાની વચ્ચે છે.

બ્લેક કલરનો ઉપયોગ કરીને કંપનીએ તેને એક અલગ લુક આપવાનો પ્રયાસ કર્યો છે. ‘બ્લેક થીમ’ વાળી આ નવી સ્વિફ્ટમાં ગ્લોસી બ્લેક બોડી કિટ, સ્પોલર, બોડી સાઇડ મોલ્ડિંગ, ડોર વિઝર અને ફોગ લેમ્પ જેવી એક્સેસરીઝ મળશે.

કંપનીએ આ કારમાં કોઈ મિકેલનીકલ ફેરફાર કર્યા નથી. આ એડિશનમાં કંપનીએ કેટલાક કોસ્મેટિક ફેરફારો કર્યા છે. સ્ટાન્ડર્ડ વેરિયન્ટની સરખામણીમાં લિમિટેડ એડિશન મોડેલ વધારે બોલ્ડ અને ડાયનેમિક લુક સાથે આવે છે.

મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, લોન્ચ પછી સ્વિફ્ટનું પ્રદર્શન સારું રહ્યું છે. તેની પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં મજબૂત પકડ છે. સ્વીફ્ટની ત્રણ જનરેશનમાં તેના ફીચર્સ, દેખાવ અને ટેક્નોલોજીમાં ઘણા ફેરફાર થયા છે. લોન્ચ થયા પછી સ્વિફ્ટના 23 લાખથી વધુ મોડલ્સનું વેચાણ થી ચૂક્યું છે.

તેમજ મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ઓફર લઈને આવી છે. આ અંતર્ગત સરકારી કર્મચારીઓને તહેવારોની સીઝનમાં વિવિધ કારના મોડેલોની ખરીદી પર 11,000 રૂપિયા સુધીનો લાભ મળશે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણે તાજેતરમાં જ રજાની મુસાફરીમાં રાહત (એલટીસી) ના બદલામાં સરકારી કર્મચારીઓને રોકડ વાઉચર આપવાની જાહેરાત કરી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.