આ અઠવાડિયે આવકની નવી તકો ઉભી થશે, બેરોજગાર લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.

0
330

મેષ : મેષ રાશીના લોકો માટે આ અઠવાડિયું કારકિર્દી-વેપારની નવી તક પ્રાપ્ત થશે. જો તમે કોઈ પહેલાથી કોઈ સોદો કરી રાખ્યો છે, તો તેના શુભ પરિણામ આ અઠવાડિયે સામે આવી શકે છે. લોકોને મળવાથી લાભ થશે. આવકની નવી તકો ઉભી થશે. બેરોજગાર લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. તે દરમિયાન જમીન મકાનની ખરીદી-વેચાણના યોગ ઉભા થશે.

જો જમીન સંપત્તિ સાથે સંબંધિત કોઈ કેસમાં ફસાયેલા છો, તો તે પ્રયત્ન કરવાથી ઉકેલાઈ જશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં વિદેશ સાથે જોડાયેલા કોઈ કાર્ય કરવા વાળાને સારો લાભ થશે. જોબ વાળી મહિલાઓ માટે સમય અનુકુળ છે. યુવાનોનો મોટાભાગનો સમય મોજ મસ્તીમાં પસાર થશે. આ અઠવાડિયે પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. સંભવ છે કે તમારા પ્રેમ સંબંધ લગ્નમાં પરિવર્તિત થઇ જાય. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

વૃષભ : વૃષભ રાશીના લોકોએ આ અઠવાડિયે એક વાતની ગાંઠ બાંધી લેવીઓ જોઈએ કે તમે તમારા મિત્ર બદલી શકો છો, પણ પાડોશી નહિ. તેથી તમારી આસપાસ રહેતા લોકો સાથે ખોટી માથાકૂટ ન કરશો અને નાની મોટી વાતોને ધ્યાન બહાર કરો. રોજગારમાં મળતી ઉત્તમ તકોને કોઈ પણ સ્થિતિમાં હાથમાંથી જવા ન દેશો નહિ તો પાછળથી પછતાવું પડશે.

વર્તમાનમાં કરવામાં આવેલા કઠીન શરમનું ભવિષ્યમાં સુખદ પરિણામ મળશે. તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો. કોર્ટ કચેરીની બાબતને બહારથી ઉકેલી લેવી યોગ્ય રહેશે. કોઈ મોટી મુશ્કેલીના ઉકેલ માટે પિતાની મદદ તડકામાં છાયા જેવું કામ કરશે. ગૃહિણી મહિલાઓનો ધર્મ આધ્યાત્મ પ્રત્યે રૂચી વધશે. કુટુંબ સાથે તીર્થ સ્થાનનો પ્રવાસ સંભવ છે.

મિથુન : મિથુન રાશીના લોકોએ આ અઠવાડિયે તેમનો ઈગો છોડીને તકનો લાભ ઉઠાવવો લાભદાયક સાબિત થઇ શકે છે. તે વખતે જો એક ડગલું પાછળ કરીને બે ડગલા આગળ જવાની સંભાવના હોય તો તે પાછળ કરવામાં જરાપણ સંકોચ ન કરો. સાથે જ એ વાતને પણ સમજો કે જીવનમાં દરેક વખતે પોતાનું ધાર્યું નથી થતું. તમને તમારી ઈચ્છા મુજબ જીવન જીવવા માટે ભવિષ્યમાં ઘણી તકો મળશે.

આ સમય શોધ સાથે જોડાયેલા કાર્ય કરવા વાળા માટે સારો છે. થોડો પરિશ્રમ તમારી મોટી સફળતાનું કારણ બનશે. કોઈ પણ મોટી યોજનામાં ધન રોકાણ કરતા પહેલા શુભચિંતકોની સલાહ જરૂર લેવી, નહિ તો તમારું ધન ક્યાંક ફસાઈ શકે છે. લવ પાર્ટનર સાથે ઉભી થયેલી ગેરસમજણને ચર્ચાના માધ્યમથી દુર કરવાના પ્રયત્ન કરો.

કર્ક રાશી : આ અઠવાડિયે કર્ક રાશીના લોકોએ એ વાત સારી રીતે સમજવી પડશે કે દરેક સમય તમારી ઈચ્છા મુજબ કાર્ય નથી થતા. ક્યારે ક્યારે બીજાની ઈચ્છા મુજબ ચાલવામાં પણ તમારુ ભલું છુપાયેલું હોય છે. કાર્યક્ષેત્ર હોય કે પછી કુટુંબ નાની મોટી વાતોને ધ્યાનમાં ન લો. તમારા સાથી કર્મચારીઓ સાથે સરળતાથી વર્તન કરો. વેપારમાં લેવડ દેવડ સંબંધી થોડી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

કોઈ મોટી યોજનામાં ધન રોકાણ કરતા પહેલા ખુબ વિચાર કરી લો. કામમાં આળસ અને બેદરકારીથી દુર રહો. આ અઠવાડિયે તમારે સમજવું જોઈએ કે પ્રેમ ચાંદ જેવો હોય છે, જ્યારે તે વધતો નથી તો ઘટવા લાગે છે. તે વખતે તમારા જીવનસાથી હોય કે પછી તમારા પ્રેમી તેની ભાવનાઓને સમજો અને તેને પુરતો સમય આપો, નહિ તો વાત બગડી શકે છે.

સિંહ : આ અઠવાડિયે સિંહ રાશીના લોકોએ તેમના કાર્યોને સમયસર પુરા કરવા માટે પોતાના સિનિયર્સ અને જુનિયર્સ બંનેના સહકારની જરૂર પડશે. જેની પાસેથી પ્રેમપૂર્વક કામ કઢાવવું જ તમારો છેલ્લો ઉપાય રહેશે. આ અઠવાડિયે તમારા કાર્યસ્થળ ઉપર તમારી યોગ્યતા સાબિત કરવાની ઘણી તકો મળશે. કાર્યક્ષેત્રમાં બઢતી સાથે નવી જવાબદારીઓ પણ મળી શકે છે. મિત્ર કે કોઈ સગા સંબંધીની મદદથી જમીન સંપત્તિ સાથે જોડાયેલા કેસનો ઉકેલ નીકળશે. અઠવાડિયાની મધ્યમાં જુદા જુદા મિત્રો સાથે મુલાકાત થશે.

સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળશે. પરીક્ષા-સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. અઠવાડિયાના અંતમાં કોઈ સ્વજનના આવવાથી ઘરમાં આનંદનું વાતારવણ રહેશે. મહિલાઓનો મોટા ભાગનો સમય ધાર્મિક ક્રિયાઓમાં પસાર થશે. પ્રેમ સંબંધ મજબુત બનશે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

કન્યા : કન્યા રાશી માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થવાનું છે. અઠવાડિયાની શરુઆતમાં કોઈ સાથે કોઈ વાયદો ન કરો, જે તમે પૂરો ન કરી શકો કે પછી તમને પુરા કરવામાં શરમનો અનુભવ થાય, તેનાથી ન માત્ર સંબંધોમાં કડવાશ આવી શકે છે, પણ તમારે અપમાનિત પણ થવું પડે છે. અઠવાડિયાની મધ્યમાં કોઈ વડીલની મદદથી સંપત્તિ સાથે જોડાયેલા વિવાદોને ઉકેલવામાં સફળતા મળશે.

સંતાન પક્ષ સાથે જોડાયેલી કોઈ વાત તમારી ચિંતાનું મોટું કારણ બની શકે છે. કોઈ પણ પ્રકારના નશાથી દુર રહો અને વાહન ધીમે ચલાવો. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે લકી સાબિત થશે. જો તમે કોઈ સામે પ્રેમ વ્યક્ત કરવા માંગતા હતા તો તમારી વાત નક્કી થઇ જશે. અને પહેલાથી પ્રેમ સાથે જોડાયેલા લોકો વચ્ચે સારી મિત્રતા જળવાઈ રહેશે. દાંપત્ય જીવનમાં જીવનસાથીનો પુરતો સહકાર મળશે.

તુલા : તુલા રાશીના લોકો માટે આ અઠવાડિયું નવી તકો લઈને આવી રહ્યું છે. આ અઠવાડિયે જમીન-મકાન સાથે સંબંધિત બાબતોમાં મોટી સફળતા મળશે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલી બબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય શરુ કરી શકો છો. જેના દ્વારા ભવિષ્યમાં મોટા લાભના યોગ ઉભા થશે. જથ્થાબંધ વેપારીને વેપારમાં ઈચ્છા મુજબ લાભ થશે.

રાજકારણ સાથે જોડાયેલા લોકોને મોટા હોદ્દાની પ્રાપ્તિ થશે. લોકો તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયની પ્રસંશા કરશે. કોઈ મહિલા મિત્રની મદદથી તમારા અટકેલા કામ સમયસર પુરા થઇ જશે. પ્રેમ સંબંધોમાં ઉભી થયેલી ગેરસમજણ પણ દુર થશે. કુટુંબ સાથે આનંદમય સમય પસાર કરવાની તક મળશે. મોજ-મસ્તી માટે નાના અંતરનો પ્રવાસ પણ સંભવ છે. આરોગ્ય સંબંધી તકલીફોને જરાપણ ધ્યાન બહાર ન કરો અને તમારી દિનચર્યા સુધારો.

વૃશ્ચિક : તમારી ઉપર કોઈ પણ પ્રકારના દોષ નથી લગતા. તે વાત તમારે સારી રીતે સમજવી જોઈએ. અંગત જીવન હોય કે પછી તમારું કાર્યક્ષેત્ર કોઈ પણ વ્યક્તિ સાથે માથાકૂટ કરતા પહેલા તમારે એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કેમ કે તેનાથી તમારી પ્રગતી પ્રભાવિત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપો અને છુપા દુશ્મનોથી સાવચેત રહો.

અઠવાડિયાની મધ્યમાં કોઈ વડીલ વ્યક્તિની મદદ તમારા માટે તડકામાં ઠંડા છાંયાનું કારણ બનશે. રોજગારીની દિશામાં પ્રયત્ન કરવાથી સફળતાના યોગ ઉભા થશે. વેપારમાં આગળ વધવા માટે જોડી વધુ મહેનત કરવાની જરૂર રહેશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં લવ પાર્ટનર સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થઇ શકે છે, જે સમયસર દુર કરી લેવી સારી રહેશે. જીવનસાથીના આરોગ્યને લઈને મન થોડું ચિંતિત રહેશે.

ધનુ : ધનુ રાશીના લોકો માટે આ અઠવાડિયું અત્યંત શુભ સાબિત થવા જઈ રહ્યું છે. અઠવાડિયાની શરુઆતમાં જ સત્તા પક્ષ પાસેથી લાભના યોગ ઉભા થશે. કારકિર્દી-વેપારમાં ઈચ્છા મુજબ સફળતા મળશે. આવકની નવી તકો ઉભી થશે. સાથે સાથે સુખ સુવિધાઓ ઉપર ધન ખર્ચ પણ વધુ થશે. અઠવાડિયાના અંત સુધી વાહન સુખની પ્રાપ્તિના યોગ ઉભા થશે. જમીન-મકાન ખરીદ-વેચાણના પણ યોગ ઉભા થશે.

આ દિશામાં રોકાણ કરતા પહેલા કોઈ વડીલ વ્યક્તિની સલાહ જરૂર લેવી અને જરૂરી કાગળો સારી રીતે વાચી સમજી લો. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં નજીકના ફાયદામાં દુરના નુકશાનથી બચવું પડશે. તે દરમિયાન લાગણીઓમાં વહેવાને બદલે વિવેકથી નિર્ણય લેવાની જરૂર રહેશે. યુવાનોનો મોટાભાગનો સમય મિત્રો સાથે મોજ મસ્તી કરવામાં પસાર થશે. લવ પાર્ટનર સાથે ઉત્તમ સમય પસાર કરવાની તક મળશે. દાંપત્ય જીવન આનંદમય રહેશે.

મકર : ગયા અઠવાડિયાની સરખામણીમાં મકર રાશીના લોકો માટે આ શુભ સાબિત થશે. અઠવાડિયાની શરુઆતમાં જ કોઈ પોતાના વ્યક્તિની મદદથી મનને સંતોષ મળશે. કાર્યક્ષેત્રમાં કામમાં વધારો હોવા છતાં પણ તમે તમારું કામ સમયસર સારી રીતે પૂરું કરવામાં સફળ રહેશો. સિનિયર્સ તમારા કામની પ્રસંશા કરશે. કોઈ મહિલા મિત્રની મદદથી લાંબા સમયથી અટકેલા કાર્ય પુરા થશે.

રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે એક હોદા માટે ઘણા દાવેદાર ઉભા થશે. આ અઠવાડિયાના અંત સુધી સફળતા તમને જરૂર મળશે. પ્રેમ સંબંધોમાં આ અઠવાડિયે ખાટી મીઠી તકરાર ચાલતી રહેશે. જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળના પ્રવાસના યોગ ઉભા થશે. અઠવાડિયાની મધ્યમાં કોઈ પ્રિય સભ્યના ઘરમાં આવવાથી આનંદનું વાતાવરણ ઉભી થશે.

કુંભ : કુંભ રાશીના લોકોએ આ અઠવાડિયે ભાગ્યના વિશ્વાસે બેસવાને બદલે આગળ વધીને પડકારોનો સામનો કરવો પડશે. કોઈ પણ સમસ્યાને હલ કરતી વખતે તે વાત હંમેશા યાદ રાખો કે પ્રયત્ન કરવા વાળાની ક્યારે પણ હાર થતી નથી. મનથી પ્રયત્ન કરવાથી તમને સફળતા જરૂર મળશે. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ સક્રિય થઇ શકે છે. તેથી વધુ સાવચેત રહો.

રોજગારીની દિશામાં પ્રયત્ન કરી રહેલા લોકોને થોડો સમય વધુ રાહ જોવી પડશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં ઘરનું રીપેરીંગ વગેરેમાં ખિસ્સા માંથી વધુ ધન ખર્ચ થઇ જવાના કારણે મન થોડું ઉદાસ રહેશે. કોર્ટ કચેરીમાં ચાલી રહેલા કેસ લાંબા ખેંચાઈ શકે છે, તેથી તેને બહારથી ઉકેલી લેવા યોગ્ય રહેશે. કોઈ પણ સારી રીતે વાચીને પછી જ હસ્તાક્ષર કરો.

મીન : ઉતાવળનું કામ શૈતાનનું હોય છે. એ વાતને મીન રાશી વાળાએ આ અઠવાડિયે સારી રીતે યાદ રાખવું પડશે. કાર્યાલય હોય કે પછી કુટુંબ તમારે વાતાવરણ જોઈને જ કોઈ પગલું ભરવાની જરૂર છે. જો તમે નોકરીમાં ફેરફાર લાવવાનું વિચારી રહ્યા છો, તો ઘણું સમજી વિચારીને જ નિર્ણય લો અને આ અઠવાડિયે કોઈના કામમાં દખલગીરી ન કરશો.

અઠવાડિયાની મધ્યમાં સમજદારી સાથે કોઈ યોજનામાં ધન રોકાણ કરવાથી ઈચ્છા મુજબ લાભની પ્રાપ્તિ થઇ શકે છે. એમ કરતા પહેલા કોઈ શુભચિંતકની સલાહ લેવાનું ન ભૂલશો. જો કોઈ કાર્ય કરવાથી આવકની નવી તકો ઉભી થવાની સમભાવના જોવા મળે તો તેમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન કરો. પરીક્ષા-સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા લોકોને આ અઠવાડિયે શુભ સમાચાર મળી શકે છે.