નવજાત બાળક નું આધાર કાર્ડ બનાવવાની સુવિધા પણ આપે છે UIDAL, આ વાતોનું રાખો ધ્યાન

0
1023

આજકાલ સરકાર લોકોની સુવિધા માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડતી રહે છે, જેથી લોકો તેનો લાભ મેળવી શકે. સરકાર વ્યક્તિની ઓળખ માટે આધાર કાર્ડ ઉપર ઘણો ભાર મૂકી રહી છે, અને તે જરૂરી પણ છે જેથી વ્યક્તિની સાચી ઓળખ થઇ શકે અને કોઈ વ્યક્તિ કોઈ બીજાના નામે કોઈ લાભ ન લઇ શકે. આધાર કાર્ડ હોવાથી જે તે વ્યક્તિને જ તેને મળતા લાભ મળી શકે છે. એ પહેલા તો કોઈપણના નામે ખોટા અંગુઠા લઈને તેના નામ ઉપર બીજા લોકો તે લાભ લઇ લેતા હતા. આ કારણે તમે કોઈપણ જગ્યાએ જાવ ત્યાં તમે તમારી સાચી ઓળખ રજુ કરી શકો છો.

આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ માત્ર એક દસ્તાવેજ જ નથી પણ ઓળખાણ પત્ર છે. કોઈપણ નાણાકીય લેવડ દેવડ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર ઘણું જરૂરી છે. આધારમાં માત્ર તમારી જાણકારી જ નથી હોતી, પરંતુ તેમાં વ્યક્તિની બાયોમેટ્રિક જાણકારી પણ હોય છે.

આધાર કાર્ડ બહાર પાડનારી સંસ્થા ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધાન્યતા (UIDAI) તમને નવજાત બાળકનું આધાર બનાવવાની સુવિધા પણ આપે છે. જો તમે પણ તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવા માંગો છો, તો અહિયાં જાણો કે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. જો તમારું બાળક પાંચ વર્ષથી નાનું છે, તો તમને જણાવી દઈએ કે આ પ્રકારની બાબતમાં બાળકનું બાયોમેટ્રિક જોડી શકાતું નથી.

બાળકનો આધાર નંબર લેતા પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે, તેના માતા પિતા પાસે આધાર નંબર હોય. બાળક જયારે પાંચ વર્ષનો થઇ જાય છે, ત્યારે તેનું બાયોમેટ્રિક નોંધવામાં આવશે અને બાળક જયારે ૧૫ વર્ષનું થઇ જશે તો ફરી બાયોમેટ્રિક ડેટા નોંધાવવા પડશે. બાયોમેટ્રિક સાથે જ બાળકનો ફોટો પણ લેવામાં આવશે.

જો તમારું બાળક પાંચથી ૧૫ વર્ષ વચ્ચેની ઉંમરનું છે, તો આધાર નંબર ચાલુ કરાવવાની પ્રક્રિયા મોટા વ્યક્તિ જેવી જ છે. ઘણી હોસ્પિટલોમાં હવે પોતાને ત્યાં જન્મેલા બાળકોના આધારની નોંધ કરાવવાની સુવિધા શરુ કરી દીધી છે. આ હોસ્પિટલોએ બાળકોના જન્મનું સર્ટીફીકેટ સાથે આધારની નોંધણી સ્લીપ પણ માતા પિતાને આપવાનું શરુ કરી દીધું છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.