ક્યારેય નથી લાગતો IPO, તમારી પણ છે આ જ ફરિયાદ? જાણો અલોટમેન્ટની પ્રક્રિયા.

0
260

IPO માટે અરજી કરો છો પણ ક્યારેય મળતો નથી, તો જાણો ફાળવણીની પ્રોસેસ જેથી IPO મળવાની શક્યતા વધારી શકાય.

હંમેશા લોકોની ફરિયાદ હોય છે કે આઈપીઓ (IPO) માટે અરજી કરીએ છીએ, પણ ક્યારે પણ લાગતો નથી. લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, ખરેખર તેમને આઈપીઓનું અલોટમેન્ટ કેમ નથી મળતું. તેઓ જાણવા માંગે છે કે કઈ પ્રક્રિયા હેઠળ આઈપીઓનું અલોટમેન્ટ થાય છે, જેથી જાણી શકાય કે તેને જો IPO નથી મળ્યો, તો કેમ નથી મળ્યો? અને જેને મળ્યો તો ક્યા નિયમ હેઠળ મળ્યો.

ખાસ કરીને રોકાણકાર આઈપીઓ અલોટમેન્ટના નિયમને ઝીણવટભરી રીતે સમજવા માંગે છે. કેમ કે સારી કંપનીના આઈપીઓ હંમેશા ઓવરસબ્સક્રાઇબ હોય છે, એટલે આઈપીઓમાં રહેલા શેરથી કેટલાય ગણી વધુ રોકાણકારોની અરજી મળી જાય છે.

સેબી (SEBI) ના નિયમ મુજબ એક આઈપીઓમાં એક રીટેલ રોકાણકાર વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની બોલી લગાવી શકે છે. તેના માટે ઓછામાં ઓછી બોલી હોવી જરૂરી છે. તેનો અર્થ છે કે જો કોઈ આઈપીઓમાં એક લોટ 15 શેરોનો છે, તો તમારે ઓછામાં ઓછા 15 શેરો માટે બોલી લગાવવાની રહેશે.

જો જેટલા આઈપીઓ છે એટલી જ અરજી મળે છે, કે પછી તેનાથી ઓછી અરજી મળે છે તો એવી સ્થિતિમાં દરેક રોકાણકારને આઈપીઓમાં શેરનો એક લોટ અલોટમેન્ટ જરૂર મળી જાય છે. પણ આઈપીઓ ઓવરસબ્સક્રાઇબ થવા ઉપર સ્થિતિ થોડી અઘરી બની જાય છે.

કેમ કે ઓવરસબ્સક્રાઈબમાં અલોટમેન્ટ માટે ઉપલબ્ધ શેરો કરતા વધારે સંખ્યામાં રોકાણકારોની અરજી હોય છે. જે રીટેલ રોકાણકારોને શેર અલોટ કરી શકાય છે. તેમની સંખ્યા, અલોટમેન્ટ માટે ઉપલબ્ધ ઇકવીટી શેરોની સખ્યાથી વિભાજીત કરી કાઢવામાં આવે છે. એટલે રોકાણકારોને પ્રમાણસર આધાર ઉપર જ શેરોની ફાળવણી કરવામાં આવે છે.

જે રીટેલ રોકાણકારને આઈપીઓમાં અલોટમેન્ટ મળે છે, તેને ઓછામાં ઓછો એક લોટ જરૂર મળે છે. એટલે ઓછા લોટની બોલી લગાવવી, વધુ સબ્સક્રીપ્શનની સ્થિતિમાં રોકાણકારો માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. એટલે આઈપીઓ અલોટમેન્ટ થવાની ઓછી આશા રહે છે. એટલા માટે સારી કંપનીઓના આઈપીઓમાં વધુમાં વધુ લોટમાં અરજી કરવાથી શેર અલોટ થવાની આશા વધી જાય છે.

તે ઉપરાંત શેર ફાળવણી માટે લકી ડ્રો નો ઉપયોગ પણ કરવામાં આવે છે. એટલા માટે ઘણા રોકાણકારો તેમના કુટુંબીજનોના નામથી પણ બોલી લગાવે છે, જેથી કોઈના નામે નીકળી જાય. એ કારણથી તે કુટુંબના એક વ્યક્તિની સરખામણીમાં શેરની ફાળવણીની સંભાવના વધી જાય છે.

ઓવરસબ્સક્રીપ્શનની સ્થિતિમાં કંઈક આ રીતે શેરની ફાળવણી થાય છે. ઉદાહરણ માટે જો M કંપનીના આઈપીઓમાં ત્રણ ગણું ઓવરસબ્સક્રાઇબ થઇ ગયુ છે. એટલે કંપનીના સ્ટોક માટે નિયોજિત મુદ્દાના રૂપમાં ત્રણ ગણી માંગ હતી. એવા કેસમાં આઈપીઓ ફાળવણી માટે કમ્પ્યુટર આધારિત ડ્રોના માધ્યમથી ફાળવણી કરવામાં આવે છે.

શું હોય છે આઈપીઓ?

જયારે કોઈ કંપની પહેલી વખત પોતાના શેર પબ્લિકને ઓફર કરે છે તો તેને આઈપીઓ કહે છે. આઈપીઓ દ્વારા કંપની ફંડ એકઠો કરે છે અને તે ફંડને કંપનીના વિકાસમાં ખર્ચ કરે છે. બદલામાં આઈપીઓ ખરીદવા વાળા લોકોને કંપનીમાં ભાગીદારી મળી જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.