શું નહેરુના દાદાનું નામ ગયાસુદ્દીન ગાજી હતું? ક્લિક કરીને જાણો સત્ય હકીકત.

0
5467

જવાહર લાલ નહેરુ એક કોઠા ઉપર પેદા થયા હતા. પોતાને કાશ્મીરી પંડિત ગણાવવા વાળા આ નહેરુ પરિવાર હકીકતમાં મુસલમાનોની સંતાન છે. કોઈ બીજાની સરનેમ જોઈ હોય તો બતાવો? ખરેખરમાં નહેરુના દાદાનું નામ હતું ગ્યાસુદ્દીન ગાજી. જો કે મોગલોના દરબારમાં કોટવાલ હતા. અને તે નહેરુ કાશ્મીરના નહિ, પરંતુ અફઘાનિસ્તાનથી આવ્યા હતા.

આશુ ભાઈનું આસિફ ખાન બનીને ઠગવું કોઈ નવી વાત નથી. ગ્યાસુદિન ગાંધીના વંશજ ૭૦ વર્ષથી નહેરુ ગાંધી બનીને દેશને ઠગી રહ્યા છે.

શું તમે બધી વાતો પહેલા ક્યારેય વાંચી કે સાંભળી છે? વોટસઅપ ઉપર ફોરવર્ડ થઇને આવેલા કોઈ મેસેજમાં? ક્યાય કોઈ વિડીયોમાં? જો હા, તો આ સમાચાર તમારા માટે જ છે. કેમ કે તેમાં તમને નહેરુ ખંડનની માહિતી મળશે. એ કોણ લોકો હતા, ક્યાંથી આવ્યા હતા, કેવી રીતે આગળ વધ્યા, તમામ વાતો.

૧૯૫૭ પહેલા દિલ્હીમાં મુસ્લિમ કોટવાલ હતા ગ્યાસુદ્દીન ગાજી. જે નહેરુના દાદા (સરકારી રેકોર્ડ) હતા. નહેરુના પુસ્તકમાં સમય/હોદ્દો ને નામ ગંગાધર છે.

કાશ્મીરના એક કોલ પરિવાર, જેને મોગલ બાદશાહએ દિલ્હી બોલાવી લીધા :

આ ૧૮ મી સદીની શરુઆતના વર્ષોની વાત છે. હિન્દુસ્તાન ઉપર મોગલોનું રાજ હતું. જેમ કે આજે દિલ્હી દેશનું કેન્દ્ર છે, તેવી જ રીતે તે સમયમાં પણ દિલ્હીનું દરબાર દેશનું સેન્ટર ગણવામાં આવતું હતું. જો કે અમે વાત કરી રહ્યા છીએ, ત્યારે ગાદી ઉપર રાજ હતું બાદશાહ ફ્રરુખસિયરનું. તે બાદશાહ, જેમણે ૧૭૧૭ માં બ્રિટીશ ઈસ્ત ઇન્ડિયા કંપનીને મોગલ સામ્રાજ્યની અંદર રહેવા અને વેપાર કરવાની પરવાનગી આપી હતી. ફ્રરુખસિયર ૧૭૧૩ થી ૧૭૧૯ સુધી બાદશાહ રહ્યા. તે દિવસોમાં કાશ્મીરમાં એક કોલ પરિવાર રહેતો હતો, તેના મુખિયા હતા રાજ નારાયણ કોલ.

૧૭૧૦ માં તેમણે કાશ્મીરના ઈતિહાસ ઉપર એક પુસ્તક લખ્યું. તારીખી કાશ્મીર. આ પુસ્તકની ઘણી પ્રશંસા થઇ. તે પ્રશંસા મોગલ બાદશાહ સુધી પહોચી. તે વર્ષ ૧૭૧૬ ની વાત છે. ત્યારે રાજા ભણેલા ગણેલા લોકોને પોતાના દરબારમાં સ્થાન આપતા હતા. તે બાદશાહ પણ રાજ નારાયણના કામથી ઘણા ખુશ થયા હતા. એટલા માટે તેમણે રાજ નારાયણ કોલને દિલ્હી આવવા અને ત્યાં વસી જવાનું આમંત્રણ આપ્યું.

બાદશાહ માર્યા ગયા, પણ તેમની આપેલી હવેલી સલામત રહી :

રાજાનું આમંત્રણ સ્વીકાર્યુ, ટાળવાની હિંમત કોણ કરે? તો રાજ નારાયણ કાશ્મીર છોડીને દિલ્હી આવી ગયા. ફ્રરુખસિયરએ તેને થોડી જાગીર અને ચાંદની ચોકમાં એક હવેલી આપી દીધી. તેના લગભગ બે વર્ષ પછી જ ફ્રરુખસિયર માર્યો ગયો. જે બાદશાહએ રાજ નારાયણને દિલ્હી બોલાવ્યો, તે પોતે મરી ગયો. બાદશાહ ભલે જતા રહ્યા હોય, પરંતુ રાજ નારાયણને મળેલી હવેલી સલામત હતી.

ચાંદની ચોકની તે હવેલી, જેમાં છુપાયું છે ‘નહેરુ’ નામનું રહસ્ય :

આ હવેલીનો ભાગ ઘણો જાણવા જેવો છે. કેમ કે આ હવેલી સાથે જોડયેલ કોલ પરિવારના નહેરુ પરિવારમાં બદલાઈ જવાનું રહસ્ય. થયું એમ કે આ હવેલી પાસે એક નહેર વહેતી હતી. તમે કદાચ જોયું સાંભળ્યું હશે. ગામમાં લોકો કહે છે. કોઈના ઘર પાસે લીમડાનું ઝાડ હોય, તો લોકો તે ઘરને લીમડા વાળું ઘર કહીને બોલાવવા લાગે છે. ચાંદની ચોકમાં રાજ નારાયણ કોલ જ્યાં રહેતા હતા, તે વિસ્તારમાં બીજા પણ ઘણા કાશ્મીરી રહેતા હતા. નહેરના કનેક્શનને કારણે જ નહેરુ નામ આવ્યું.

એ સમયના ફોટા છે, જયારે જવાહરલાલ કેમ્બ્રિજમાં અભ્યાસ કરી રહ્યા હતા. મોતીલાલ નહેરુ તેને મળવા ત્યાં પહોચ્યા. જવાહરલાલએ જે બાળકને પકડેલો છે, તે તેની નાની બહેન વિજયાલક્ષ્મી પંડિત છે. (ફોટો નહેરુ મેમોરીયલ મ્યુઝીયમ એંડ લાયબ્રેરી)

નહેરુ નામની એક બીજી કહાની ચાલે છે :

આમ તો એમને બાદશાહ ફ્રરુખસિયરએ દિલ્હી બોલાવ્યા, અને નહેર પાસે રહેવાને કારણે નહેરુ કહેવાની વાત ઉપર થોડા વાંધા પણ છે. ઇતિહાસમાં લગભગ એવું હોય છે. કોઈ વાત ઉપર ઈતિહાસકારોમાં અલગ અલગ મંતવ્ય હોવા સામાન્ય વાત છે. એટલે કે સિંધુ ઘાટી સભ્યતા કેવી રીતે ખલાસ થઇ, તેને લઇને કેટલી જ વાતો છે. તે બાબતને વિસ્તારથી જાણવા માટે અમે અશોક કુમાર પાન્ડેય સાથે વાત કરી. અશોક લેખક અને ઈતિહાસકાર છે. હાલમાં જ ‘કાશ્મીરનામા’ નામનું એક પુસ્તક આવ્યું હતું. તેના ઘણા વખાણ પણ થયા. અશોકએ જે જણાવ્યું, તે તેના જ શબ્દો માં અમે તમને એમ જ  જણાવી રહ્યા છીએ.

નહેરુ પરિવારના પારિવારિક નામ ‘કોલ’ થી ‘નહેરુ’ માં બદલવાથી લઇને બી આર નંદા સહીત જવાહરલાલ નહેરુ મોટાભાગના જીવન કારોએ તે દિલ્હીમાં નહેરના કાંઠે વસવાની વાત લખી છે. પોતે નહેરુએ પોતાની આત્મકથામાં ‘નહેરુ’ સરનેમની પાછળ એ કારણ ગણાવ્યું છે. પરંતુ જમ્મુ અને કાશ્મીરના જાણીતા ઈતિહાસકાર, શેખ અબ્દુલ્લાનું જીવન ‘આતિશ-એ-ચિનાર’ ના સંપાદક અને જમ્મુ-કાશ્મીરની કળા, સંસ્કૃતિ અને ભાષા અકાદમીના પૂર્વ સચિવ મોહમ્મદ યુસુફ ટેંગ આ થીયરી સાથે સહમત નથી.

તેમનો પહેલો વાંધો તો એ છે કે મોગલ બાદશાહ ફ્રરુખસિયર ક્યારે કાશ્મીર ગયા જ નથી, એટલા માટે નહેરુનો એ દાવો કે રાજ કોલ ઉપર બાદશાહની નજર પડી અને તેને આમંત્રણ ઉપર રાજ કોલ દિલ્હી આવ્યા. સાચું નથી લાગતું. યુસુફ ટેંગનું એ પણ કહેવું છે કે રાજ કોલની ચર્ચા એ સમયના કશ્મીરી ઈતિહાસકરોને ત્યાં નથી મળતા. તે ગજના પ્રતિષ્ઠિત વિદ્વાન હોય, તેની શક્યતા નથી લાગતી.

તેમનું માનવું છે કે નહેરુ ઉપનામ કાશ્મીરની જ ઉપજ છે. જ્યાં ઉત્તર ભારતમાં ટૂંકાઈથી ઉપનામ બને છે. (સુલતાનપૂરી, લાયનપૂરી, નોમાની, દેહલવી), તે કાશ્મીરમાં ઉ થી (સપ્રુ, કાઠથી કાટકુ, કંજુરથી કુંજરૂ) વગેરે બને છે. કાશ્મીરમાં આમ તો નહેર માટે કુલ કે નદ ઉપયોગ થાય છે, તો નહેરુ ઉપનામનો નહેર સાથે કોઈ સંબંધ જોવા મળતો નથી. ટેંગનું માનવું છે કે આ તો નહેરુ પરિવાર શ્રીનગર એયરપોર્ટની પાસેની નૌર કે પછી ત્રાલ પાસેની નુહ્ર ગામના રહેવાસી હતા. અને કદાચ તેના કારણે જ ‘નહેરુ’ તેનું ઉપનામ બની ગયું.

આમ તો શક્ય તો એ પણ છે કે દિલ્હીની નહેર સાથે જ કાશ્મીરી પરંપરામાં નહેરુ નામ આવ્યું હોય. દિલ્હીના જાણકાર અને ઈતિહાસના વિદ્વાન સોહેલ હાશમીએ અંગત વાતચીતમાં મને જણાવ્યું, કે તે સમયમાં ઢગલાબંધ કાશ્મીરી પંડિત પરિવાર ત્યાં (ચાંદની ચોકના તે વિસ્તારમાં, જ્યાં રાજ કોલ સહ પરિવાર રહેવા આવ્યા હતા) રહેતા હતા. કદાચ તેમાંથી તે એક એ આ પરિવારને નહેરુ નામથી બોલાવવાનું શરુ કર્યુ હોય. આ પરિવાર પહેલા પોતાને ‘કોલ નહેરુ’ લખતા હતા. મોતીલાલ નહેરુએ પોતાના નામથી ‘કોલ ‘ દુર કર્યુ અને બસ નહેરુ સરનેમ જ રાખવા લાગ્યા. તેમના દીકરા જવાહરલાલએ પણ પીતાની જેમ પોતાના નામમાં બસ નહેરુ જ લગાવ્યું. તે સમયથી આ પરિવાર નહેરુથી ઓળખવા લાગ્યા.

નસીબ ક્યાંથી ચમક્યું?

બી આર નંદાનું એક પુસ્તક છે ‘દ નેહરુજ – મોતીલાલ એન્ડ જવાહરલાલ’. નંદા જણાવે છે કે જેમ જેમ મોગલ શાસન ફિક્કું પડી રહ્યું હતું, તેમ તેમ રાજ કોલને મળેલી જાગીર પણ ઘટતી ગઈ. પછી તે બસ થોડા જમીનના ટુકડાની જમીનદારી અધિકાર પુરતી જ રહી ગઈ. આ અધિકારોનો ફાયદો મેળવનારા છેલ્લા વ્યક્તિ હતા મોસા રામ કોલ અને સાહેબ રામ કોલ. આ બન્ને રાજ નારાયણ કોલના પૌત્ર હતા. તે મોસા રામના દીકરા હતા લક્ષ્મી નારાયણ કોલ નહેરુ. લક્ષ્મી નારાયણને મોટો હોદ્દો મળ્યો.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મોગલ દરબારમાં તેને પોતાના વકીલ બનાવ્યા. એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પહેલા વકીલ હતા ત્યાં. ત્યાર પછી જ કોલ નહેરુ પરિવારએ ઘણી પ્રગતી કરી. લક્ષ્મી નારાયણના દીકરા હતા ગંગાધર નહેરુ. ૧૮૫૭ ના ગદરના સમયે તે દિલ્હીના કોટવાલ હતા. તે સમય સુધી કોલ નહેરુ પરિવારને દિલ્હીમાં વસવાની લગભગ દોઢ સદીનો સમય વીતી ગયો હતો. ગંગાધર નહેરુ અને તેની કોતવાલી વિષે એક જાણવા જેવી જાણકારી દિલ્હી પોલીસની વેબસાઈટ ઉપર મળી છે, ત્યાં લખ્યું છે.

૧૯૫૭ ના ગદર ક્ચરવા પછી અંગ્રેજો એ કોતવાલનો હોદ્દો દુર કરી દીધો. જાણવા જેવી વાત એ છે કે ૧૮૫૭ માં ભારતની આઝાદીનો પહેલો સંગ્રામ શરુ થવાના બસ પહેલા ગંગાધર નહેરુને દિલ્હીના કોટવાલ બનાવવામાં આવ્યા હતા. આમ તો તેમના પછી એ હોદ્દો જ દુર કરી દેવામાં આવ્યો. એટલા માટે તે દિલ્હીના છેલ્લા કોતવાલ હતા. ગંગાધર નહેરુ પંડિત મોતીલાલ નહેરુના પિતા અને પંડિત જવાહરલાલ નહેરુના દાદા હતા. ૧૮૫૭ ના ગદર સમયે દિલ્હીમાં ઘણી માર કાપ થઇ. ઘણી નુકશાની થઇ. હજારો લોકોએ જીવ બચાવીને ભાગવું પડ્યું. ભાગવા વાળામાં ગંગાધર નહેરુનો પરિવાર પણ હતો. તે લોકો ભાગીને આગ્રા જતા રહ્યા. ગંગાધર અને તેમની પત્ની ઇન્દ્રાણીના પરિવારને પાંચ બાળકો થયા. બે દીકરીઓ, પટરાણી અને મહારાણી. અને ત્રણ દીકરા બંસીધર, નન્દલાલ અને મોતીલાલ.

પિતા ગુજરી ગયા તો મોટા ભાઈએ ઉછેર કર્યો : મોતીલાલ :

ગંગાધર અને ઇન્દ્રાણીનું સૌથી નાનું સંતાન હતા મોતીલાલ નહેરુ. મોતીલાલના પેદા થવામાં ત્રણ મહિના બાકી હતા, જયારે તેમના પિતા ગંગાધરનું મૃત્યુ થઇ ગયું. તે વર્ષ હતું ૧૮૬૧. પિતાના મૃત્યુ પછી પરિવારને સંભાળ્યું મોટા દીકરા બંસીધરએ. તે આગ્રાની સદર દીવાની કોર્ટમાં જજના સંભળાવેલા નિર્ણયને લખવાનું કામ કરતા હતા. આગળ જતા તે પોતે સબઓર્ડીનેટ જજ બન્યા.

બંસીધરના નાના ભાઈ, એટલે નંદલાલ પહેલા સ્કુલમાં શિક્ષક હતા. તે દિવસે આગ્રા પાસે એક નાની એવી સત્તા હતી, ખેત્રી. અહિયાંના રાજા હતા ફતેહસિંહ. નન્દલાલને તક મળી અને તે રાજા ફતેસિંહના પ્રાઈવેટ સેક્રેટરી બની ગયા. આગળ જતા રાજાએ તેમને પોતાના દિવાન બનાવી લીધા. નંદલાલ રાજાના વફાદાર હતા. રાજાને કોઈ દીકરા ન હતા. તે એક નવ વર્ષના બાળક અજીત સિંહને ખોળે લેવા માંગતા હતા. તેમની ઈચ્છા હતી કે તે બાળક તેમના પછી તેમની ગાદી ઉપર બેસે. રાજાનું મૃત્યુ પછી નંદલાલ અને થોડા બીજા વફાદારોએ ઘણી ચાલાકીથી રાજાની એ ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો. આ માથાકૂટમાં નંદલાલની નોકરી જતી રહી.

પછી આ વકીલોનું પરિવાર બની ગયું :

નોકરી જતી રહ્યા પછી નંદલાલ ખેત્રી માંથી નીકળ્યા અને તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો. દાદા લક્ષ્મી નારાયણ કોલ નહેરુ પછી હવે તેમના બન્ને પૌત્ર બંસીધર અને નંદલાલ વકીલ બની ગયા હતા. નંદલાલ પણ આગ્રા કોર્ટમાં વકીલાત કરવા લાગ્યા. વધ્ય મોતીલાલ. બન્ને મોટા ભાઈઓએ તેને ભણાવવા ગણાવવામાં કોઈ કમી ન રાખી.

છોડી દીધી કેમ કે મોતીલાલ રજાઓમાં મંજલા ભાઈ નંદલાલ સાથે રહેતા હતા, તો તો થોડો અભ્યાસ ખેત્રીમાં થયો. કોલેજનો અભ્યાસ પછી ઇલાહાબાદના મુનીર સેન્ટ્રલ કોલેજમાં પ્રવેશ કરાવ્યો હતો. કોલેજ પછી મોતીલાલએ પણ વકીલાતનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. તેના માટે તેમણે કેમ્બ્રિજ મોકલવામાં આવ્યા. ૧૮૮૩ માં મોતીલાલ કાયદાની ડીગ્રી લઇને ભારત પાછા ફર્યા. મઝલા ભાઈ નંદલાલ સાથે મળીને સાથે વકીલની પ્રેક્ટીસ કરવા લાગ્યા.

અને પછી જન્મ્યા જવાહરલાલ :

મોતીલાલના બે લગ્ન થયા હતા. પહેલા લગ્ન નાના હતા ત્યારે જ થઇ ગયા હતા, પરંતુ તેમની પત્ની બાળકને જન્મ આપતી વખતે ગુજરી ગયા હતા. પછી ૨૫ વર્ષની ઉંમરમાં મોતીલાલના બીજા લગ્ન થયા. પત્નીનું નામ હતું સ્વરૂપ રાણી. લગ્નના સમયે સ્વરૂપની ઉંમર હતી ૧૪ વર્ષ. તે મોતીલાલ અને સ્વરૂપ રાણીના ગૃહસ્થી જીવનમાં ૧૪ નવેમ્બર, ૧૮૮૯ ના રોજ નવા સભ્યની એન્ટ્રી થઇ. બન્નેને એક દીકરો થયો, જેનું નામ રાખવામાં આવ્યું જવાહરલાલ.

ઇલાહાબાદમાં આવીને કેમ વસ્યો પરિવાર?

મોતીલાલ કાનપુરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં વકીલાત કરતા હતા. કામ પણ સારું ચાલી રહ્યું હતું. પરંતુ મોતીલાલ વધુ પ્રગતી કરવા માંગતા હતા. એટલા માટે તે આવી ગયા ઇલાહાબાદ. અહિયાં હાઈકોર્ટ હતી. હાઈકોર્ટ એટલે વધુ તક. વધુ પ્રેક્ટીસ. ભાઈ નંદલાલ પહેલા જ ઇલાહાબાદમાં વકીલાત કરી રહ્યા હતા.

ઇલાહાબાદમાં તકની કમી ન હતી. મોતીલાલની બેરીસ્ટરી ચમકી ગઈ. ઘણી ઝડપથી પ્રગતી કરી તેમણે. મોતીલાલ દીવાની વકીલ હતા. જમીનદારો અને તાલુકેદારોના પણ ઘણા કેસ લડતા હતા. વધુ પૈસા મળતા હતા. શરુઆતમાં એ ઇલાહાબાદમાં ૯ એલ્ગીન રોડ ઉપર રહ્યા, પછી ઈ.સ. ૧૯૦૦ માં તેમણે ૧ ચર્ચ રોડ ઉપર એક મકાન ખરીદ્યું. ઘર શું હતું, મહેલ જ હતો. મોતીલાલ અને સ્વરૂપ રાણીએ પોતાના આ ઘરનું નામ રાખ્યું આનંદ ભવન. પછી આગળ જતા આ ઘર પાસે એક વધુ ઘર બનાવવામાં આવ્યું.

જુના ઘર આનંદ ભવનને સ્વરાજ ભવનનું નામ આપી દેવામાં આવ્યું. નવું ઘર ‘આનંદ ભવન’ કહેવડાવા લાગ્યું. મોતીલાલએ પોતાનું તે સ્વરાજ ભવન દેશને નામે કરી દીધું. એક બીજી વાત જણાવી દઈએ. આ પરિવારમાં મોતીલાલ નહેરુ પહેલાના લોકો પોતાના નામ સાથે ‘કોલ નહેરુ’ લગાવતા હતા. મોતીલાલે ‘કોલ’ દુર કરીને બસ નહેરુ લખવાનું શરુ કર્યુ. તેની શરુ કરેલી એ પરંપરા તેમના દીકરા જવાહરલાલએ પણ ચાલુ રાખી, અને આવી રીતે અમને અને તમને સામાન્ય રીતે બસ નહેરુ જ ખબર રહી ગયું. કોલ વાળા આ ઈતિહાસના પુસ્તકોમાં રહી ગઈ.

ગઈ વખતે ગ્યાસુદ્દીન ગાજીનો બકવાસ સાંભળવી તો

જવાહરલાલ નહેરુ અને તેમના પત્ની કમલા નહેરુની દીકરી ઇન્દિરા અને તેમની આગળ વધેલા અત્યાર સુધીના ખાનદાનને તો તમે જાણો જ છો. તેમના વિષે શી જણાવવું? કોણ ક્યા ધર્મના છે, તે વાત ઉપર એટલા શબ્દનો ઉપયોગ ક્યારે પણ ઉપયોગ ન કરવો જોઈતો હતો. કેમ કે કોઈ પણ ધર્મ કે જાતીના હોય, શું ફરક પડે છે. સમીક્ષા તેમના કામની થવી જોઈએ. પરંતુ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની વિરુદ્ધ ઘણા પ્રકારના ખોટા પ્રચાર કરવામાં આવે છે. તેમાંથી એક ખોટો પ્રચાર ગ્યાસુદ્દીન ગાજી વાળી વાત પણ છે. નહેરુ ખાનદાન મુસ્લિમ ન હતું.

તેમ છતાંપણ તેને મુસ્લિમ સાબિત કરવાના પ્રયાસ થાય છે. તેની પાછળ ષડ્યંત્ર એ છે કે તેને હિંદુ વિરોધી સાબિત કરી શકાય. જયારે ધર્મને બહાને કોઈ ફ્રીડમ ફાઈટરની આબરૂ નીચી પાડવા, તેની ચારિત્ર્યહનન કરવા અને તેને ડીસ્ક્રેડીટ કરવા માટે ખોટો પ્રચાર ઉભો થાય, ત્યારે સ્ટેન્ડ તો લેવું જ જોઈએ. અમે લીધું. તમે પણ લો. ફેક અને હેટ ન્યુઝના ભોગ ન બનો. પ્રોપોગેંડા નહિ. ફેક્ટસ વાંચો. તમે નહેરુની પ્રશંસા કરો કે આલોચના, તે તમારો વિચાર છે. પરંતુ જે પણ કરો, સત્યોના આધાર ઉપર કરો.

નોંધ : આ સ્ટોરી કરવામાં ઘણા પુસ્તકો કામ આવ્યા. થોડા ઘણા તફાવત હોય તો હોય, નહિ તો મોટા ભાગની જગ્યાઓ ઉપર એક જેવી વાર્તા મળી. ક્યાંક વિસ્તારથી, ક્યાંક ટૂંકમાં, નહેરુ મેમોરીયલ મ્યુઝીયમ એંડ લાઈબ્રેરીના રેકોર્ડ્સ માંથી પણ ઘણી મદદ મળી. તેમની પાસે ઢગલાબંધ ઐતિહાસિક અને દુર્લભ ફોટાનો કિંમતી ખજાનો છે. તેમાંથી ઘણા ફોટાનો ઉપયોગ અમે અમારા આ આર્ટીકલમાં કર્યો છે. આ ભારત સરકારની સંસ્થા છે. તેમાં આપવામાં આવેલા ડોક્યુમેન્ટ ઉપર વિશ્વાસ કરવામાં તમને કોઈ વાંધો ન હોવો જોઈએ.