નેહા કક્કરે પતિના જન્મ દિવસ પર કર્યું આવું કામ, આ ખાસ રીતે કરી જન્મદિવસની ઉજવણી.

0
258

પતિ રોહનપ્રિતના જન્મ દિવસ પર નેહા કક્કરે કર્યું કંઈક આવું કે વાયરલ થયા ફોટા. ખુબ ઓછા સમયમાં તેની એક મોટી ઓળખ ઉભી કરી ચુકેલી બોલીવુડની પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કડ હાલના દિવસોમાં તેના જીવનના સૌથી ઉત્તમ દિવસો જીવી રહી છે. હાલમાં જ તેણે તેના સપનાના રાજકુમાર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા, અને હાલમાં તેણે તેના પતિનો જન્મ દિવસ મનાવ્યો છે. રોહનપ્રીતના જન્મ દિવસનો વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

1 ડીસેમ્બરના રોજ રોહનપ્રીતનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસ રોહનપ્રીતે તેની પત્ની નેહા કક્કડ સાથે મનાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે અડધી રાત્રે રોહનપ્રીતે તેના જન્મ દિવસની કેક કાપી છે અને તેની ઝલક સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળે છે.

નેહાએ પતિને કરી કિસ : રોહનપ્રીત સિંહના જન્મ દિવસના પ્રસંગને વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રોહનપ્રીત સિંહ તેના કુટુંબ સાથે તેના જન્મ દિવસનો ઉત્સવ મનાવી રહ્યો છે, તે દરમિયાન નેહા કક્કડ પણ પતિ પાસે જ ઉભી છે. રોહનપ્રીત સિંહના કેક કાપતી વખતે નેહા પણ તેનો હાથ પકડી રાખે છે.

કેક ઉપર રોહુ લખ્યું છે. રોહનપ્રીત સિંહ સામે ત્રણ કેક રાખવામાં આવી છે અને તે એક પછી એક એમ ત્રણે કેક કાપી દે છે. નેહા કક્કડ તે દરમિયાન ખુશીથી તેના પતિને કિસ કરતા જોવા મળે છે.

ગીતના શુટિંગ દરમિયાન નજીક આવ્યા હતા નેહા રોહનપ્રીત સિંહ : નેહા અને રોહનપ્રીત સિંહના લગ્ન દરમિયાન એક મ્યુઝીક વિડીયો ‘નેહુ દા વ્યાહ’ ઘણો જોરદાર રીતે વાયરલ થયો હતો. તેને નેહા અને રોહનપ્રીત સિંહના લગ્ન સાથે જ જોડીને જોવામાં આવી રહ્યો હતો. કહેવામાં આવે છે કે આ ગીતના શુટિંગ દરમિયાન જ નેહા અને રોહનપ્રીત સિંહની પહેલી મુલાકાત થઇ હતી અને બંને તે દરમિયાન એક બીજાની નજીક પણ આવ્યા હતા.

24 ઓક્ટોમ્બરના રોજ થયા લગ્ન : નેહા- રોહનપ્રીત સિંહ બંનેને એક બીજા સાથે પ્રેમ થવા લાગ્યો હતો. નેહાને જોતા જ રોહનપ્રીત સિંહને તેની સાથે પ્રેમ થઇ ગયો હતી, અને નેહા પણ રોહનપ્રીત સિંહથી ઘણી પ્રભાવિત થઇ ગઈ હતી. ગીતનું જયારે પૂરું શુટિંગ થઇ ગયું હતું તો બંને કલાકારોએ કાયમ માટે એક બીજાના થવાનો નિર્ણય કર્યો, આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.

સોશિયલ મીડિયા ઉપર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નના ઘણા ફોટા અને વિડીયો જોરદાર રીતે વાયરલ થયા હતા. લગ્ન પછી બંને કલાકારો હનીમુન માટે દુબઈ ગયા હતા. બંનેએ અહિયાં ઘણા દિવસો સાથે પસાર કર્યા અને દિવાળી જેવા મોટો તહેવાર પણ નેહા-રોહનપ્રીત સિંહે દુબઈમાં જ મનાવ્યો હતો.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઈંડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.