આઈપીએસ ઓફિસર છે હિરોઈન જેવી દેખાતી આ સુંદરી, પહેલા ડોક્ટર બની પછી દેશની સેવામાં જોડાઈ ગઈ.

0
76

નવજોત સિમીની સફળતાની સ્ટોરી : કામ ઉપરાંત લુક્સ માટે પણ થાય છે ચર્ચા, ડોકટરી છોડી બની આઈપીએસ.

નવજોત સિમી (IPS Navjot Simi) બિહાર કેડરની વર્ષ 2017 બેચની આઈપીએસ અધિકારી છે. અને તે પોતાના કામ ઉપરાંત લુક્સ માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. યુપીએસસી પરીક્ષામાં સિમીએ બીજા પ્રયત્નમાં સફળતા મેળવી અને તે આઈપીએસ બની ગઈ. હાલમાં એસ્પીરેંટ નામની એક વેબસીરીઝ આવી હતી, જેમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા ત્રણ મિત્રોની સ્ટોરી દર્શાવવામાં આવી છે. એવામાં આજે અમે તમને એવી જ વ્યક્તિની સ્ટોરી જણાવી રહ્યા છીએ, જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી યુપીએસસી પાસ કરી.

પંજાબની રહેવાસી છે સિમી :

નવજોત સિમી પંજાબની રહેવાસી છે અને તેમનો જન્મ પંજાબના ગુરદાસપુરમાં 21 ડીસેમ્બર 1987 ના રોજ થયો હતો. તેમનો શરુઆતનો અભ્યાસ પંજાબના પાંખોવાલની પંજાબ મોડલ પબ્લિક સ્કુલમાં થયો.

સિમી પહેલા ડોક્ટર બની :

યુપીએસસી પાઠશાળાના રીપોર્ટ મુજબ, આઈપીએસ અધિકારી બનતા પહેલા નવજોત સિમી ડોક્ટર બની, જુલાઈ 2010 માં સિમીએ લુધિયાણાની બાબા જસવંત સિંહ ડેંટલ કોલેજ, હોસ્પિટલ અને અનુસંધાન સંસ્થામાંથી બેચલર ઓફ ડેંટલ સર્જરીની ડીગ્રી પ્રાપ્ત કરી અને ડોક્ટર બની ગઈ.

પહેલા પ્રયત્નમાં મળી નિષ્ફ્ળતા :

નવજોત સિમીનું બાળપણથી જ આઈપીએસ અધિકારી બનવાનું સપનું હતું, અને ડોક્ટર બન્યા પછી પણ તે પોતાના સપનાને ભૂલી ન શકી. યુપીએસસીની પરીક્ષા માટે સિમીએ દિલ્હી આવીને તૈયારી શરુ કરી દીધી અને 2016 માં પહેલી વખતમાં સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી, પણ ઈન્ટરવ્યુંથી આગળ ન વધી શકી.

બીજા પ્રયત્નમાં મળી સફળતા :

પહેલા પ્રયત્નમાં નિષ્ફળ જવા છતાં પણ નવજોત સિમીએ હાર ન માની અને 2017 માં 735 રેંક મેળવીને આઈપીએસ અધિકારી બની ગઈ.

બિહારમાં ફરજ બજાવે છે સિમી :

યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી નવજોત સિમીને બિહાર કેડર મળ્યું અને તે હાલ પટનામાં એસપીના હોદ્દા ઉપર ફરજ બજાવે છે.

કોઈ મોડલથી ઓછો નથી લુક :

નવજોત સિમીનો લુક કોઈ મોડલથી ઓછો નથી અને કામ ઉપરાંત પોતાના લુક્સ માટે પણ તે ઘણી ચર્ચામાં રહે છે. સિમી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને પોતાના ફોટા શેર કરતી રહે છે. ઈંસ્ટાગ્રામ ઉપર સિમીના 7.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

વેલેંટાઈન ડે ઉપર ઓફીસમાં કર્યા હતા લગ્ન :

નવજોત સિમીએ 14 ફેબુઆરી 2020 ના રોજ વેલેંટાઈન ડે વખતે આઈએએસ અધિકારી તુષાર સિંગલા સાથે લગ્ન કર્યા હતા. તુષાર સિંગલા પશ્ચિમ બંગાળ કેડરના વર્ષ 2015 બેચના આઈએએસ છે અને હાવડામાં ફરજ બજાવે છે. વેલેંટાઈન ડે પર નવજોત સિમી પટનાથી હાવડા આવી અને તુષાર સિંગલાની ઓફીસમાં જ નજીકના લોકોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી તુષાર અને સિમીએ જણાવ્યુ હતું કે, કામના કારણે જ તેમને લગ્ન માટે સમય મળી શકતો ન હતો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.