નવી કાર અને બાઈકનું રજિસ્ટ્રેશન સરકાર કરવા જઈ રહી છે મોંઘુ, 10 ગણો થઈ શકે છે વધારો.

0
670

જો તમે કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મોડું ન કરો, કેમ કે બની શકે છે કે પસંદગીની કાર મોંઘી થઇ જાય. કાર કંપનીઓ તો ગાડીઓની કિંમતમાં વધારો કરી રહી નથી, પરંતુ શક્યતા છે કે સરકારના નિયમો તેને મોંઘી કરી દેશે. સરકાર ટૂંક સમયમાં જ કારના રજીસ્ટ્રેશન ચાર્જમાં વધારો કરવા ઉપર વિચાર કરી રહી છે.

૧૦ ટકા સુધીનો વધારો :-

સમાચાર અહેવાલ મુજબ સરકાર ગાડીઓના રજીસ્ટ્રેશન ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો કરવાની યોજના ઉપર વિચાર કરી રહી છે. સરકારના થીંક ટેંક નીતિ આયોગે સરકારને ભલામણ કરી છે કે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગાડીઓના રજીસ્ટ્રેશન ચાર્જમાં વધારો કરવામાં આવે.

ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવાની ભલામણ :-

નીતિ આયોગે ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી રજૂઆત સરકારને રજુ કરી છે. પરંતુ તેમાં સૌથી મહત્વની ભલામણ ગાડીઓના રજીસ્રેાડશનમાં વધારો છે. અને સરકારે પણ નીતિ આયોગની થોડી ભલામણો ઉપર ગંભીરતાપૂર્વક કામ કરવાનું શરુ કરી દીધું છે.

કારનું રજીસ્ટ્રેશન ૬૦૦ રૂપિયાથી ૬૦૦૦ રૂપિયા :-

નીતિ આયોગે જે ભલામણો સરકારને સોંપી છે, તે મુજબ ટુ-વ્હીલરના રજીસ્ટ્રેશન ફી ૬૦ રૂપિયાથી ૬૦૦ રૂપિયા કરવાની ભલામણ છે. અને કારોની રજીસ્ટ્રેશન ફીને ૧૦ ગણી વધુ ૬૦૦ રૂપિયાથી વધારીને ૬૦૦૦ રૂપિયા કરી દેવામાં આવશે. આયોગનો તર્ક છે કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે, તેનું વેચાણ વધારવા માટે ઈંસેટીવ અને પ્રમોસંસ ઉપર પણ ધ્યાન આપવું પડશે.

પેટ્રોલ અને ડીઝલ ઉપર ચાલતા વાહનો ઉપર વધારાનો ટેક્સ :-

તે પહેલા ગયા વર્ષે ડીસેમ્બરમાં નીતિ આયોગે સરકારને ભલામણ કરી હતી કે ફેમ-૨ યોજનાને પ્રોત્સાહિત કરવા માટે પેટ્રોલ અને ડીઝલ વાળા વાહનો ઉપર વધારાનો ટેક્સ લગાવવામાં આવે. સરકારે કહ્યું હતું કે કારો ઉપર ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપિયા અને બે પૈડા વાળા વાહનો ઉપર ૩૦૦ રૂપિયા વધારાનો ટેક્સ લગાવવામાં આવશે.

ઓટો ઇન્ડસ્ટ્રી કરી રહી છે વિરોધ :-

તે નીતિ આયોગની ઘણી ભલામણોનો વિરોધ પણ શરુ થઇ ગયો છે. પોતે ઓટો ઇન્ડસ્ટ્રી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવાની પદ્ધતિથી જ નારાજ છે. ઓટો સેક્ટરનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનોને લઈને સરકાર ઉતાવળ કરી રહી છે. ખરેખર સરકાર વર્ષ ૨૦૨૩ સુધીમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલવા વાળા ત્રણ પૈડા વાળા વાહનો અને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૫૦ સીસીથી નીચેના બે પૈડા વાળા વાહનો ઉપર પ્રતિબંધ લગાવવાની યોજતા તૈયાર કરી રહી છે. ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે સરકારે ઉતાવળ વાળા નિર્ણયથી કંપોનેંટ અને તેના પાર્ટ્સ બનાવવા વાળાને અસર થશે, જે આ સેક્ટરનો મહત્વનો ભાગ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.