નવી ચેલેન્જ : આ ઉખાણાં/કોયડાઓ ઉકેલવા દરેક માટે સરળ નથી, હિંમત છે તો શોધીને જણાવો જવાબ.

0
5043

મિત્રો, એ વાતમાં કોઈ શંકા નથી કે આજના સમયમાં ઘણા બધા બાળકો ગોખીને પાસ થાય છે, કારણ કે હવે કોઈ પોતાના મગજનો વધારે ઉપયોગ કરતા નથી. દરેક શોર્ટકટની મદદથી જ આગળ આવવા માંગે છે. પરંતુ, જો તમે પોતાને બુદ્ધિશાળી સમજી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમારી માટે એવી અજીબો ગરીબ કોયડાઓ લઈને આવ્યા છીએ, જેનો જવાબ શોધી શકવું દરેકના વશની વાત નથી.

અને જો તમને એવું લાગે છે, કે તમે ખુબ બુદ્ધિશાળી અને ઈંટેલિજેંટ છો, તો તમે આમારો ચેલેન્જનો સ્વીકાર કરો. મિત્રો, આજે અમે તમને કેટલાક સવાલ પૂછવાના છીએ, જેના જવાબ જો તમે ફક્ત 10 સેકેન્ડની અંદર આપી શકો, તો તમારા કરતા વધારે બુદ્ધિશાળી કોઈ નથી. પરંતુ જો તમે આ સવાલનો જવાબ આપી શક્યા નહિ, તો તમે જાતે સમજી લો કે તમે કેટલા પાણીમાં છો.

આ બધા ઉખાણાના જવાબ માટે તમારે ફક્ત થોડું મગજ લગાવવાની જરૂર છે. કારણ કે તમને આ ઉખાણાંનો જવાબ સારી રીતે ખબર છે. પણ તમે આ ઉખાણાંનો જવાબ શોધતા શોધતા પરેશાન થઇ શકો છો. પરંતુ જો 10 સેકેન્ડમાં તમે જવાબ આપી દીધો તો “મોસ્ટ જીનિયસ” નું શીર્ષક અમારા તરફથી તમારા નામ. તો ચાલો રાહ કોની જોવો છો? શરુ કરીએ આજનો ચેલેન્જ.

ઉખાણો 1 :

એ કઈ વસ્તુ છે, જે તમારા ઊંઘવાથી નીચે પડી જાય છે, અને ઉઠો એટલે પાછી ઉપર આવી જાય છે?

દોડાવો તમારું મગજ. મગજ પર થોડો ભાર આપીને વિચારો આનો જવાબ. કેમ વિચારમાં પડી ગયા ને તમે? જવાબ શોધવા માટે નીચે નહિ જોવો. આટલી બધી ઉતાવળ કેમ છે? થાકી ગયા હોય તો કોઈ વાત નહિ, એમે તમને જણાવીશું આનો જવાબ.

આ છે જવાબ :

મિત્રો આનો જવાબ છે આંખની પાંપણ.

ઉખાણો 2 :

આ થોડો મુશ્કેલ છે. જણાવો કે એવી કઈ વસ્તુ છે. જે પુરુષ છુપાવીને રાખે છે અને સ્ત્રી દેખાડીને ચાલે છે.

પહેલો ઉખાણાંનો જવાબ આપવામાં જો સફળ થઇ ગયા હોય, તો આ બીજાનો જવાબ પણ આપવો જ પડશે. જવાબ શોધો, જવાબ તમારી પાસે જ છે પણ તમે બોલી શકતા નથી. નથી મળતો જવાબ? તો જાણી લો.

આ છે જવાબ : મિત્રો આનો જવાબ છે પર્સ.

ઉખાણો 3 :

3 અક્ષરનું મારુ નામ.

પહેલો કપાય તો રામ રામ

બીજો કપાય તો ફળનું નામ,

ત્રીજો કપાય તો કાપવાનું કામ,

તો ચાલો જણાવો શું છે મારુ નામ?

શું થયું પાછા ચક્કરમાં પડી ગયા કે શું? હમણાં હશો નહિ સીધે સીધો એનો જવાબ આપો.

આ છે આનો જવાબ :

આનો જવાબ ખુબ સરળ છે, હા, આ કોઈ વસ્તુનું નામ નથી પણ “આરામ” છે.

ઉખાણો 4 :

સ્ત્રીનું એવું તે કયું અંગ છે, જેને આપણે ખાઈએ છીએ?

વિચારો વિચારતાં જ રહો તમે ખુબ નજીક પહોંચી ગયા છો.

આનો જવાબ છે : Lady Finger, જેને ગુજરાતીમાં ભીંડા કહીએ છીએ.

મિત્રો, આ હતા આજના અમારા ચેલેંજિંગ ઉખાણાં. તો હવે તમે સમજી જ ગયા હશો કે, કોણ કેટલા પાણીમાં છે.