નવા પ્રયોગો માટે ઓળખાય છે સંધ્યા ટીચર, દંગ કરી દેશે રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરાયેલી શિક્ષિકની આ વાત.

0
519

શિક્ષિકા સંધ્યા પ્રધાનની પસંદગી રાષ્ટ્રીય એવોર્ડ માટે કરવામાં આવ્યો છે. સંધ્યાએ આ સિદ્ધી એમ જ નથી પ્રાપ્ત કરી લીધી. તેમણે સરકારી સ્કૂલોને આદર્શ બનાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલી શિક્ષિકા સંધ્યા પ્રધાન નવા પ્રયોગો અને સ્વચ્છતા માટે ઓળખવામાં આવે છે. ઝારખંડના સરાયકેલા-ખરસાંવા જીલ્લાના આદિત્યપુરના ઓડીયા મધ્ય વિદ્યાલયને રાષ્ટ્રીય વિદ્યાલય સ્વચ્છતા એવોર્ડ મળવા સાથે જ શિક્ષિકા સંધ્યા પ્રધાનની ઓળખાણ થઇ. તેમણે વિદ્યાલયમાં નવા નવા પ્રયોગ કરી બાળકોની સંખ્યા વધારી. સાથે જ સ્કુલ છોડવા વાળા બાળકોને સ્કુલમાં પાછા લાવ્યા. શિક્ષણ જગતમાં તેમની ઓળખાણ નવા પ્રયોગો અને સ્વચ્છતાને કારણે છે.

સ્કુલના તૂટેલા ફૂટેલા બે રૂમ અને ૧૧૦ વિદ્યાર્થી સાથે પશ્ચિમ સિંહભુમની ગોઈલકેરાની રહેવાસી સંધ્યા પ્રધાને ઓડિયા મધ્ય વિદ્યાલયમાં વર્ષ ૨૦૦૯માં પ્રભારી આચાર્ય તરીકે યોગદાન આપ્યું. આવતા સાથે તેમણે વિદ્યાલયના વિકાસ ઉપર વધુ ધ્યાન આપ્યું અને તે કાર્યમાં દિવસ રાત લાગી ગઈ.

સમાજના સભ્યો અને બીજા ગામલોકો સાથે બેઠક કરી. વિભાગીય કાર્યાલયના ધક્કા રોજ લગાવ્યા. વર્ષ ૨૦૧૦ આવતા આવતા ત્યાં ૨૦ રૂમ બની ગયા. વિદ્યાલય સંભાળતા વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૦ હતી, વિદ્યાથીનીઓ ૨૧ ટકા હતી. પરંતુ હવે આ વિદ્યાલયમાં ૭૮૦ વિદ્યાર્થીઓ છે. તેમાં ૬૩ ટકા વિદ્યાર્થીનીઓ છે.

સ્કૂલને સ્વચ્છતા માટે પાંચ સ્ટાર રેટિંગ

સ્કુલનું શેક્ષણિક કાર્ય સુધારવા સાથે સાથે શિક્ષિકા સંધ્યાએ વિદ્યાલયને રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ઓળખ અપાવી. રાષ્ટ્રીય વિદ્યાલય સ્વચ્છતા એવોર્ડમાં આ સ્કુલને પાંચ સ્ટાર રેટિંગ સાથે વર્ષ ૨૦૧૮માં એક લાખ રૂપિયા પ્રાપ્ત થઇ ચુક્યા છે. વર્ષ ૨૦૧૭માં યુનિસેફ દ્વારા દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્વચ્છતા એવોર્ડમાં આ વિદ્યાલયને રાષ્ટ્રીય સ્તર ઉપર બીજો એવોર્ડ મળ્યો.

એવોર્ડ પ્રાપ્ત કરવા વાળું આ વિદ્યાલય ઝારખંડનું એકમાત્ર વિદ્યાલય હતું. આ સ્કુલની બાળકીઓ નવોદય વિદ્યાલય અને રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ એવોર્ડ માટે ઘણી વખત પસંદ થઇ ચુકી છે. સંધ્યા પ્રધાન જણાવે છે કે પ્રમોશન પછી તેની બદલી અપગ્રેડેડ હાઈસ્કુલ ન્યુ કોલોની આદિત્યપુરમાં થઇ ગઈ છે.

સંધ્યાના પતિ મીથીલા સ્કુલનથી થયા છે નિવૃત્ત

રાષ્ટીય શિક્ષક એવોર્ડ માટે પસંદ થયેલા સંધ્યા પ્રધાનના લગ્ન ૧૯૮૬માં ગોઈલકેરાના રહેવાસી પ્રદીપ કુમાર પ્રધાન સાથે થયા હતા. તે મીથીલા હાઈસ્કુલ સોનારીથી વર્ષ ૨૦૧૬માં મુખ્ય આચાર્યના હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા હતા. સંધ્યાના પતિ હાલમાં પશ્ચિમ સિંહભુમની સોનુઆમાં ગુરુકુળ આવાસીય વિદ્યાલય ચલાવે છે.

કો-ઓપરેટીવ કોલેજ માંથી બીએડ કરી રહ્યો છે દીકરો

સંધ્યાનો બીજો દીકરો તનમય રાજ પ્રધાન કો-ઓપરેટીવ કોલેજ માંથી બીએડ કરી રહ્યો છે. તે ભવિષ્યમાં પોતાની માતાની જેમ શિક્ષક બનવા માગે છે. મોટો દીકરો ચિન્મય દિલ્હીમાં એંટી પોલ્યુશન મટીરીયલ્સની એક કંપનીમાં એમડી છે.

૧૯૮૮માં શિક્ષિકાના હોદ્દા ઉપર થઇ હતી નિયુક્ત

સંધ્યા પ્રધાનની નિયુક્તિ ૧૯૮૮માં શિક્ષિકા તરીકે થઇ હતી. તે સમયથી વર્ષ ૨૦૦૯ સુધી તે જીલ્લા અને રાજ્ય કક્ષાએ રિસોર્સ પર્સન તરીકે કામ કરતી રહી. ઘણી કાર્યશાળામાં રિસોર્સ પર્સન તરીકે શિક્ષકોને તાલીમ આપવાનું કાર્ય કર્યું. વર્ષ ૨૦૦૯માં આદિત્યપુરના ઓડીયા મધ્ય વિદ્યાલયમાં યોગદાન આપ્યું.

કટકની રહેવાસી છે સંધ્યા

સંધ્યા પ્રધાન મૂળ ઓડીશાના કટકની રહેવાસી છે. તેનો શરુઆતનું શિક્ષણ કટકના ઝૂનઝૂનવાલા વિદ્યાપીઠથી થયું હતું. ઉચ્ચ શિક્ષણ બાંકી કોલેજ કટક થી લીધું.

વિદ્યાલયમાં ઉપલબ્ધ છે તમામ સુખ સુવિધા

આદિત્યપુર ઓડીયા મધ્ય વિદ્યાલયમાં આજે તે તમામ સુખ-સુવિધા છે, જે કે સ્કુલમાં હોવી જોઈએ. સ્કુલ સંપૂર્ણ રીતે અપડેટ છે. કમ્પ્યુટરથી લઈને ખાવા માટે ડાયનીંગ હોલ સુધી બનેલું છે. કિચન ગાર્ડનથી લઈને રનીંગ વોટર ફેસેલીટી સુધી ઉપલબ્ધ છે. ડાંસ માટે અલગથી વર્ગો થાય છે. લાયબ્રેરી રૂમ પણ અલગથી છે. વિદ્યાલયનું પરિણામ ૧૦૦ ટકા છે અને ઝીરો ટકા ડ્રોપઆઉટ છે.

આ કાર્ય માટે મળશે રાષ્ટીય શિક્ષક એવોર્ડ

ઓડીયા ભાષામાં અભ્યાસ

આધારભૂત સંરચનાનો વિકાસ

રાષ્ટ્રીય સ્તર ઉપર વિદ્યાલયનું નામ

કન્યા શિક્ષણને પ્રોત્સાહન

શિક્ષિકાને મળ્યા આ એવોર્ડ

વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૯માં જીલ્લા કક્ષાએ સર્વશ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ

સર્વશ્રેષ્ઠ સ્કુલ પ્રબંધનનો એવોર્ડ બે વખત

ત્રણ વખત ડો. જેજે ઈરાની એવોર્ડ સ્કૂલને અપાવવામાં સફળ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.