શું પૂરી થઈ જશે ‘તારક મેહતા…’ માંથી દિશા વાકાણીની સફર? શરુ થઈ નવી દયાબેનની શોધ

0
585

છેલ્લા ૧૦ વર્ષથી સબ ટીવી ઉપર ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ તમને મનોરંજન આપતી આવી રહી છે. શો ના દરેક પાત્રનું પોતાનું વિશેષ મહત્વ છે અને દરેકને દર્શક પસંદ કરે છે પરંતુ સૌથી વધુ જેઠાલાલ અને દયાબેનને પસંદ કરવામાં આવે છે. તે પરણિત જોડી એવી છે જે ફની અને રોમાન્ટિક બંને છે, તેને દરેક પસંદ કરે છે પરંતુ શું બંધ થઇ જશે ‘તારક મેહતા…’ માંથી દિશા વકાનીનું આવવાનું? છેલ્લા બે વર્ષથી દયાબેનનું પાત્ર નિભાવી રહેલી દિશા વાકાણી કદાચ હવે પાછી નહિ આવી શકે.

શું બંધ થઇ જશે ‘તારક મેહતા..’ માંથી દિશા વાકાણી નું આવવાનું?

ટીવી પોપ્યુલર શો તારક મેહતા કા ઉલટા ચશ્માંમાં દિશા વાકાણી દયાબેનનું પાત્ર નિભાવે છે. થોડા દિવસો પહેલા શો માં દિશા વાકાણીને દયાબેનના રૂપમાં દેખાડવામાં આવ્યા હતા તો તે સમાચાર આવ્યા કે તે ટૂંક સમયમાં પાછી આવવાની છે. પરંતુ પોતાની શરતો ઉપર આવવા માંગે છે પરંતુ તેના પતિ મયુર પંડ્યા નથી ઇચ્છતા કે તે શો માં પાછી આવે. તેમ છતાં પણ દિશાએ એક એપિસોડ દરમિયાન શો માં થોડા સમય માટે એન્ટ્રી લીધી અને શોના ટીઆરપી ફરી એક વખત નંબર-૧ ઉપર આવી ગઈ હતી.

પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે દિશાની શરતોને લીધે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી રાજી નથી અને તે ઈચ્છે છે કે દિશા શો માં પહેલાની જેમ કામ કરે પરંતુ દિશા માત્ર થોડા કલાકો જ શુટિંગ કરવા માંગે છે. જેથી તે પોતાની બે વર્ષની દીકરીની સંભાળ રાખી શકે, કોઈ વાતને લઈને શો મેકર્સ અને દિશા વાકાણી વચ્ચે કોકડું ગૂંચવાયેલું છે.

શો ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી દિશાને શો માં લાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે શરતો મુજબ જ આવશે અને તે તેનો છેલ્લો નિર્ણય છે. હવે આસિત મોદી ફરી એક વખત બીજી દયાબેનની શોધ કરી રહ્યા છે. જો શો મેકર્સ દિશા વાકાણી ને રિપ્લેસ કરે છે તો તે ઘણું મોટું પગલું હશે કેમ કે દિશાએ પોતાના પાત્રથી માત્ર દર્શકોને ઈમ્પ્રેસ કર્યા ન હતા પરંતુ દરેકને પોતાના દીવાના બનાવી લીધા હતા.

આમ તો તારક મેહતા.. માં પહેલાથી તપ્પુ, હાથી ભાઈ, સોઢી ભાઈ, ભીડે, તારક મેહતા, માધવી ભાભી, બબીતાજી જેવા ઘણા કલાકાર છે જે દર્શકોને આકર્ષે છે. પરંતુ દયાબેન જેવું પાત્ર ઘણું વિશેષ હતું જેને કોઈ પણ નિભાવી નથી શકતા. હવે જોવાનું એ છે કે દયાબેન એટલે દિશા વાકાણી શો માં પાછા ફરે છે કે કોઈ બીજી હિરોઈન તેમને ટક્કર આપી શકે છે. તે તો આવનારો સમય જ બતાવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.