નૌસેના અધ્યક્ષે બંધ કરી ફૂલોનો ગુલદસ્તો આપવાની પરંપરા, કહ્યું બધાને મળે એક સરખુ જમવાનું.

0
548

આજના સમયમાં કોઈપણ કાર્યકમોમાં ઝાકમઝોળનું પ્રમાણ ઘણું વધતું જાય છે, પરંતુ આજે પણ ઘણા કાર્યક્રમો સાદગી પૂર્વક કરવા માટે કેવા પ્રકારની પ્રશંસનીય કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેના વિષે આજે આપણે જાણીશું.

નૌકાદળના અધ્યક્ષનો હોદ્દો સંભાળ્યા પછી એડમિરલ કરમબીર સિંહે ઘણા પ્રશંસનીય પગલા ભર્યા છે. તેમણે જરૂરી સંસ્કૃતિ ઉપર કાબુ મેળવવા માટે થોડી ઔપચારીક પ્રથા ઓને મર્યાદિત કરવા અને જુદી જુદી કેટેગરી વચ્ચે સમાનતા નક્કી કરવાના હેતુથી જરૂરી આદેશો બહાર પાડ્યા છે. તેમણે કહ્યું છે કે સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેવા વાળા તમામ કેટેગરીના નૌકાદળના કર્મચારી ઓને એક સરખું ભોજન, કટલરી, ક્રોકરી અને પીણા આપવામાં આવે.

તેમણે આવતી વખતે વરિષ્ઠ અધિકારીઓ કે તેમની પત્નીને ફૂલોના ગુલદસ્તા ન આપવામાં આવે. એડમિરલ કરમબીર સિંહે નૌકાદળના પ્રમુખ માટે ઘણી ગાડી ઓની ટુકડીને તૈયાર રાખવાની જોગવાઈને પણ દુર કરી દીધી છે.

તેમણે કહ્યું કે સાથી કર્મચારી ઓને મર્યાદામાં રહીને અને સન્માન પૂર્વક વર્તન કરવું નહિ કે ઉદ્ધત વર્તન કરવા માટે પ્રેરિત કરવામાં આવે. તેમણે મંગળવારે કહ્યું કે એક આધુનિક યુદ્ધ શક્તિ તરીકે એ જરૂરી છે કે સાધન અને સંપત્તિને જરૂરી ઉપયોગની દિશા તરફ સમાવિષ્ટ સામાજિક અને ઔપચારિક પ્રથા ઓનું આત્મસન્માન કરવામાં આવે.

સિંહે ૩૧મે ના રોજ એડમિરલ સુનીલ લાંબાની જગ્યા ઉપર નૌકાદળ અધ્યક્ષની કામગીરી સંભાળી હતી. એડમિરલ સિંહે તાત્કાલિક અસરથી નૌકાદળના અધ્યક્ષના પ્રવાસ પહેલા તૈયાર ગાડી ઓની ટુકડીને દુર કરી દેવામાં આવી છે.

તેમણે વરિષ્ઠ અધિકારી ઓને કહ્યું કે બીજાને બોલાવતા પહેલા ત્રીજા વ્યક્તિનો ઉપયોગ ન કરો. અધિકારીઓ અને તેમની પત્નીને ફૂલોના ગુલદસ્તા ન આપવામાં આવે. તેમને આદેશ કર્યો કે માત્ર સાર્વજનિક કાર્યક્રમો દરમિયાન જ શણગાર કરવામાં આવે.

મહિલાઓ અને બાળકો અધિકારી ઓનો આદર સત્કાર ન કરે. તેમણે કહ્યું છે કે મહિલાઓ ત્યાં સુધી પોતાની સીટ ઉપર બેસી રહેશે જ્યાં સુધી કે ભારતના રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ઓડીટોરીયમ કે કાર્યક્રમના સ્થળ ઉપર આવી ન જાય. ખાવા પીવાનું અને ભોજન સાદું રહેશે અને કોઈપણ પ્રકારના દંભ વગર થશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.