હાલનું કોંક્રીટ તો 25 વર્ષ જ ટકે છે, જયારે નેચરલ કોંક્રીટ 200 વર્ષ સુધી ટકે છે. જાણો બળદથી બને છે કુદરતી કોંક્રીટ.

0
1701

મિત્રો આપણે બધા જ કોંક્રીટના ઘરમાં રહીએ છે. અને જો આપણે નવું ઘર બનાવીએ તો એ 25 વર્ષ સુધી સારું રહે છે, પછી એમાં રિપેરિંગ કરાવવું પડે છે. પણ ગામડાના જુના મકાનો, કિલ્લાઓ, મંદિરો વગેરે આજના કોંક્રીટથી નથી બનેલા હોતા, અને તે 200 વર્ષ સુધી અડીખમ રહે છે. જણાવી દઈએ કે આ બધી વસ્તુઓમાં કુદરતી કોંક્રીટ વાપરવામાં આવતું હતું.

અને આજના આ લેખમાં અમે તમને એ જ કુદરતી કોંક્રીટ વિષે જણાવીશું, જે બળદની મદદથી બને છે. આજે અમે તમને જણાવીશું કે, કુદરતી કોન્ક્રીટ કેવી રીતે બને છે, અને તેનો ઉપયોગ વૈદિક કાળમાં કેવી રીતે થતો હતો તે વિષે પણ જણાવીશું. અમે તમને જણાવીશું કે, કેવી રીતે બળદ દ્વારા ચલાવવા વાળી ચક્કીથી વૈદિક પ્રથાઓથી કોન્ક્રીટ બનાવવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ચક્કીમાં બળદ દ્વારા એક પથ્થરને ગોળ ગોળ ચક્કરમાં ફેરવીને, એમાં રેતી ચૂનો અને ઘણી જડી બુટીઓ મિક્ષ કરીને એક મજબૂત કુદરતી કોંક્રીટ બનાવાય છે. આ રીતે બનાવેલ વૈદીક કોંક્રીટ કુદરતી હોય છે, અને તેનું આયુષ્ય 200 વર્ષ જણાવવામાં આવ્યું છે.

આ રીતે બનેલા કોંક્રીટની ઘણી મોટી બિલ્ડીંગો બેલ ગામમાં છે, જે 200 વર્ષ જૂની છે અને આજ સુધી મજબૂત રીતે ઉભી છે. અને આ ફેકટરીમાં બનાવેલ કોન્ક્રીટ હોય છે, તેનું આયુષ્ય ફક્ત 25 થી 30 વર્ષ જણાવવામાં આવે છે. આ કુદરતી કોંક્રીટ વાતાવરણ માટે પણ સારૂ છે, અને તે પ્રદુષણ ફેલાવતું નથી. તેમજ આ કોંક્રીટ ઓછા ખર્ચમાં બને છે, અને વધારે વર્ષ સુધી ટકાઉ રહે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આમાં વપરાતી સામગ્રીઓમાં 75 બુટી રેતી, 25 બુટી ચૂનો, 5 બુટી બેલનું ફળ, 10 કિલો ગોળ, 5 કિલો હરદાનો સમાવેશ થાય છે. આમાં 5 કિલો કાચા કેળા પણ વપરાય છે, અને આ કેળા પ્લાસ્ટર બનાવવામાં કામ આવે છે. આ બધી સામગ્રીને ચક્કીમાં મિક્ષ કરી નાખવામાં આવે છે. આને સવારના સમયે 4 કલાક સુધી બળદની મદદથી ફેરવવામાં આવે છે. અને સાંજે ફરી 2 કલાક સુધી સતત ફેરવીને આને એક સાથે મિક્સ કરી દેવામાં આવે છે.

આને બનાવ્યા પછી આને એક મોટા ખાડામાં રાખવામાં આવે છે. જેમાંથી કામ આગળ વધે છે, તે રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આને સુકાવા દેવાનું નથી હોતું, એટલે આની પર દિવસમાં 4-5 વાર પાણી મારતા રહેવું પડે છે.

આ બધા ઘરોના ફોટા જે તમે જોઈ રહ્યા છો, એ આ જ કોન્ક્રીટથી બનેલા ઘર છે. જે સંપૂર્ણ રીતે કુદરતી છે, અને એની વીધી પુરાતન કાળોમાં જણાવેલી છે. અને આ વસ્તુ ઓછા ખર્ચમાં વધારે વર્ષ સુધી ટકે છે. આ કુદરતી કોન્ક્રીટથી બનેલ ઘર જુઓ આ કેટલા સારા દેખાય છે. આનું ફર્શ પણ છાણથી લેપવામાં આવ્યું છે. આમાંથી કેટલાક ઘરો જે હમણાં બનાવ્યા છે જે 10 વર્ષથી પણ જુના છે.

ફોટો ૧ :

ફોટો ૨ :

ફોટો ૩ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.