નટુ કાકાને શરૂઆતમાં ફક્ત 3 રૂપિયા મળતા હતા, લોકો પાસેથી ઉધાર માંગીને જીવતા હતા, હવે આવી છે હાલત.

0
184

350 થી પણ વધારે ટીવી સિરિયલ્સ કરી ચુક્યા છે નટુ કાકા, 24 કલાક કામ કરવા પર મળતા ફક્ત 3 રૂપિયા.

વાયરસને કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે, પણ તેની સૌથી વધુ અસર ભારતમાં થઇ છે. ભારતમાં કો-રો-નાની બીજી લહેરે જોરદાર અસર કરી છે. આ બીજી લહેરની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. તેની સાથે જ અહીં ઘણી ફિલ્મોના કામ બંધ છે. એટલું જ નહિ તેની સૌથી વધારે અસર તો દરરોજ આવતા શો પર પડી છે. મુંબઈમાં લાગેલા કડક લોકડાઉનને કારણે બધા શો બંધ થઇ ગયા છે.

એવામાં ઘણા કલાકારોએ ઘરે બેસવું પડ્યું છે. તેમાંથી એક છે તારક મેહતા કા ઉલટા ચશ્મા શો માં જોવા મળતા નટુ કાકા. તેમનું સાચું નામ ઘનશ્યામ નાયક છે. આ શો માં બધા ક્લાકારો વિશેષ છે. પણ નટુ કાકાને દરેક લોકો પસંદ કરે છે. શો માં તેમના પાત્રની જગ્યા કોઈ નથી લઇ શકતું. 2008 માં શરૂ થયેલો આ શો નાના પડદા પરનો સૌથી લાંબા સમય સુધી ચાલવા વાળો શો છે.

એવામાં નટુ કાકા સાથે જોડાયેલી ઘણી જાણકારી સામે આવી છે. નટુ કાકાનું પાત્ર ભજવી રહેલા અભિનેતા ઘનશ્યામ નાયકે પોતાના જીવનમાં ઘણી જ ગરીબી જોઈ છે. તેમની પાસે એટલા પણ પૈસા ન હતા કે તે બાળકોની સ્કુલની ફી કે મકાન ભાડું આપી શકે. તેમ છતાં પણ ઘનશ્યામ નાયકે અભિનયની દુનિયામાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું. ઘનશ્યામ નાયક હમણાંથી નહિ પણ 55 વર્ષથી પણ વધુ સમયથી આ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી રહ્યા છે.

ઘનશ્યામ નાયકે 350 થી વધુ ટીવી સીરીયલોમાં કામ કર્યું છે. તેમાં હિન્દી ઉપરાંત બીજી ભાષાઓ પણ સામેલ છે. તેમણે પોતાના ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, એક સમય હતો જયારે 3 રૂપિયા માટે તેમણે 24 કલાક કામ કરવું પડતું હતું. તેમને જણાવ્યું કે, મારે અભિનેતા જ બનવું હતું. પણ ઇન્ડસ્ટ્રીમાં વધુ પૈસા મળતા ન હતા. ઘણી વખત એવો સમય પણ આવ્યો કે, મારે પડીશીઓ અને મિત્રો પાસેથી પૈસા લાવીને ભાડું અને બાળકોની ફી ભરવી પડતી હતી.

ત્યાર પછી તેમના જીવનમાં આવ્યો તારક મેહતા કા ઉલટા ચશ્મા શો. આ શો એ ન માત્ર તેમને ફેમસ કર્યા પણ તેમને ઘણા બધા પૈસા ક્માવાની તક પણ આપી. ધીમે ધીમે તેમને સારી એવી ફી પણ મળવા લાગી. જેના કારણે તે હવે મુંબઈમાં 2 ફ્લેટના માલિક છે. તેમના ત્રણ બાળકો છે બે દીકરી અને એક દીકરો. 76 વર્ષના ઘનશ્યામ મૂળ ગુજરાતના છે અને તેમણે અત્યાર સુધી 31 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1960 આવેલી સત્યેન બોસની ફિલ્મ માસુમ માં બાળ કલાકાર તરીકે કામ કરવાનુ શરુ કર્યું હતું.

ઘનશ્યામ નાયક હમ દિલ દે ચુકે સનમ, તેરે નામ, ચોરી ચોરી, ખાકી, બેટા, આંખે, તિરંગા, લાડલા, ક્રાંતિવીર, આંદોલન, ચાહત, ઘાતક, ઈશ્ક જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તે આશરે 7 વર્ષની ઉંમરથી જ અભિનય કરી રહ્યા છે. તે 2008 થી તારક મહેતા સાથે જોડાયેલા છે અને તેમની એ સફર હજુ સુધી ચાલુ છે. હાલ કોરોનાને કારણે તેમની વધતી ઉંમરને કારણે તેમને બ્રેક આપવામાં આવ્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.