2 શહેર 2 હત્યા : ખૂની ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો નેશનલ બોડી બિલ્ડર

0
454

હરિયાણાના રેવાડીમાં એક છોકરીની હત્યા થઈ. એના તરત પછી રાજસ્થાનમાં એક કેબ ડ્રાઈવરનું મર્ડર થયું. આ બને હત્યાનો મામલો દિલ્લી સાથે જોડાયેલો હતો. તમે ચક્તિ થઈ જશો કે બે અલગ શહેર, બે અલગ લોકોની હત્યાનું દિલ્લી સાથે શું સંબંધ? મરવા વાળા વચ્ચે શું સંબંધ? પણ જયારે પોલીસે આ ખૂની ષડયંત્રનો ખુલાસો કર્યો ત્યો દરેક લોકો ચકિત રહી ગયા. ડબલ મર્ડરનું ષડયંત્ર નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા વાળા એક રાષ્ટ્રીય સ્તરના બોડી બિલ્ડર અને ફિટનેસ એક્સપર્ટ હેમંત લાંબાએ રચ્યું હતું. જેની પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી લીધી.

રેવાડીમાં મળ્યું હતું છોકરીનું શબ :

વાત ગયા શુક્રવાર એટલે કે 7 ડિસેમ્બરની છે. જયારે રાજધાની દિલ્લીના રોહિણી વિસ્તારમાં રહેવા વાળી એક યુવતીની લાશ હરિયાણાના રેવાડીમાંથી મળી હતી. એના શરીર ગોળીઓ મારવામાં આવી હતી. છોકરીની ઓળખ થયા પછી પોલીસે તેના પરિવારના સભ્યોને બોલાવ્યા, તો ખબર પડી કે તે મૂળરૂપથી હનુમાનગઢ, રાજસ્થાનની રહેવા વાળી હતી. પણ થોડા સમયથી દિલ્લીના રોહિણીમાં પોતાના પિતા સાથે એક સંબંધીના ઘરે રહેતી હતી.

ડોક્ટરોના બોર્ડે કર્યું પોસ્ટમોર્ટમ :

રેવાડી પોલીસના ડીએસપી જમાલ ખાને જાણકારી આપી હતી કે, છોકરીના શબનું પોસ્ટમોર્ટમ ડોક્ટરોના એક બોર્ડ પાસે કરવામાં આવ્યું છે. જેમાં રેપની પુષ્ટિ નથી થઈ. એનો રિપોર્ટ મધુવન પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા સામે હત્યાનો કેસ દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અને એ લોકોને કસ્ટડીમાં લેવાની તૈયારી પણ હતી, જેના પર યુવતીના પિતાએ શંકા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નીકળ્યો હત્યાનો આરોપી :

હરિયાળાના એડીજીપી ડો. આરસી મિશ્રાએ જાણકારી આપતા જણાવ્યું કે, આ મામલામાં નવો ખુલાસો થયો છે. મૃતક છોકરીનો એક બોયફ્રેન્ડ હેમંત લાંબા છે, જે આંતરાષ્ટ્રીય સ્તરનો બોડી બિલ્ડર અને ફ્ટનેસ એક્સપર્ટ છે. સાઉથ વેસ્ટ દિલ્લી નિવાસી હેમંત લાંબા નેશનલ એવોર્ડી પણ છે. તે 7 ડિસેમ્બરની સવારે યુવતીને રોહિણી દિલ્લીથી એક ભાડાની કેબમાં લઈને નીકળ્યો હતો. આ કેબ યુવતીના મોબાઈલ નંબર પરથી જયપુર માટે બુક કરાવવામાં આવી હતી અને આ કેમ ઓલા કંપનીની કેબ હતી.

પ્રેમથી મર્ડર સુધી :

આ કેબનો માલિક અને ચાલક ડાબડી દિલ્લીનો રહેવાસી દેવેંદ્ર હતો. દેવેન્દ્રએ પોતાની ઘણી ગાડીઓ ઓલા કંપનીમાં લગાવી હતી. ધારૂહેડા સુધી ન જાણે શું વાત થઈ કે યુવતી અને હેમંત વચ્ચે તકરાર થવા લાગી, અને આ પ્રેમ મર્ડર સુધી પહોંચ્યો. હેમંતે ધારૂહેડાના નંદરામપૂર બાસ રોડ સ્થિત રામનગર પાસે યુવતીની ચાર ગોળીઓ મારી હત્યા કરી દીધી અને શબને ત્યાં જ ફેંકી ચાલક દેવેન્દ્ર સાથે ત્યાંથી નીકળી ગયો.

કેબ ચાલકનું મર્ડર :

કેબ ચાલક દેવેન્દ્રએ હેમંતને છોકરીનું મર્ડર કરતા જોયો હતો. તે ગભરાયેલો હતો. પણ હેમંતે બંદૂકની અણીએ તેને નિયંત્રણમાં લઇ લીધો અને જયપુર જવા કહ્યું. હેમંતને સારી રીતે ખબર હતી કે યુવતીના મર્ડરનું રહસ્ય દેવેન્દ્ર ખોલી શકે છે, એટલે તેને ડ્રાઈવરને પણ ઠેકાણે લગાવવાનો નિર્ણય કરી લીધો. જયારે તેની કેબ જયપુરમાં હાઇવે પરથી પસાર થઈ રહી હતી, તો હેમંતે એક સુમસામ જગ્યા પર એને પણ ગોળી મારી દીધી, જેથી તેનું મૃત્યુ થઈ ગયું. હેમંતે તેની લાશ હાઇવેના કિનારે ફેંકી દીધી અને કેબ લઈને ફરાર થઈ ગયો.

આ રીતે પોલીસના હાથે લાગ્યો હત્યારો :

હેમંત પોતે કેબ ચલાવીને ગુજરાતના વલસાડમાં આવી પહોંચ્યો. એણે કેબને વેચવા માટે અલ્પેશ નામના એક ડીલર સાથે સંપર્ક કર્યો. ડિલરને કાંઈક શંકા થઈ તો તેણે ચુપચાપ કેબની ઉપર લખેલા માલિકના નામ અને નંબર પર ફોન કર્યો. ફોન દેવેન્દ્રની પત્નીએ ઉઠાવ્યો.

ડીલરે જ્યારે કહ્યું કે, તમારી કેબ વેચાવા માટે આવી છે, તો દેવેન્દ્રની પત્નીએ કહ્યું કે, જે વ્યક્તિ કાર વેચવા આવ્યો છે, તે ડબલ મર્ડર કરીને ફરાર થયો છે. એને જવા ન દેતા અને પોલીસના હાથમાં આપી દો. ડીલરે તરત પોલીસ બોલાવી અને હેમંતને પકડાવી દીધો. ગુજરાત પોલીસે રેવાડી પોલીસને આ બાબતે જાણકારી આપી. રેવાડી પોલીસની ટીમ ગુજરાત માટે રવાના થઈ.

આરોપીને રિમાન્ડ પર લેશે પોલીસ :

આ આખા બનાવમાં ચકિત કરવા વાળી વાત એ છે કે, આરોપી હેમંત લાંબાએ પોતાની પ્રેમિકાની હત્યા કેમ કરી? એનો ખુલાસો પોલીસને રિમાન્ડ દરમિયાન થશે. પોલીસ હેમંતને લઈને રેવાડી આવી ગઈ અને હવે એને કોર્ટમાં રજુ કરવાની તૈયારી છે. પોલીસ હેમંત પાસે સત્ય જાણવા માંગે છે, અને તે કોર્ટ પાસે તેના 14 દિવસના રિમાન્ડ માંગશે. પોલીસ જાણવા માંગે છે કે, શું હેમંત સાથે કોઈ બીજું પણ આ ષડયંત્રમાં શામેલ હતું? શું આરોપી બીજા ગુનામાં પણ શામેલ હતો?

બોડી બિલ્ડર તરીકે ઓળખાય છે હેમંત લાંબા :

પોતાની પ્રેમિકા અને કેબ ચાલકની હત્યા કરવા વાળો સ્માર્ટ 27 વર્ષીય હેમંત લાંબાની ઓળખાણ એક બોડી બિલ્ડર અને ફિટનેસ ટ્રેનર તરીકે થાય છે. તે બી.ટેક સિવિલ એન્જીનીયર છે, અને બોડી સ્ટેરોન હેલ્થ કેયર પ્રાઈવેટ લિમિટેડનો ચેયરમેન અને બોડી સ્ટેરોન નેશનલ બોડી બિલ્ડીંગ એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશનનો રાષ્ટ્રીય મહાસચિવ છે. એણે લાર્જેસ્ટ સ્પોર્ટ એન્ડ ફિટનેસ ચેમ્પિયનશિપનું આયોજન પણ કર્યુ હતું. તે ઘણી વાર સમ્માનિત થઈ ચુક્યો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.